SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૪ ] ઉપદેશપદ-અનુવાદ રાગના ચેગે ભાવની અધિકતાથી તેનાં અનુષ્ઠાનનાં ફલ જેટલું ફલ મેળવનાર તેવા આત્માઓ થાય છે. “કરણ, કરાવણ ને અનુમોદન સરખાં ફલ ની પજાવે.” એ કથનના અનુસાર તે પણ સમાન ફળ મેળવનાર થાય છે. તથા કહેલું છે કે- આત્મહિત આચરતે” ઈત્યાદિ ગાથા અહીં સમજી લેવી, અસદાચાર સેવનાર લેકની સાથે વાર્તાલાપ સંવાસ કરે, વ્યવહાર વધાર, તે રૂપ કુશીલ-સંસર્ગ ન કરવો. જે માટે કહેલું છે કે-આંબો અને લિંબડો બેનાં મૂળિયાં એકઠાં થાય, તો લિંબડાના ગુણ આંબાને પરિણમશે, પણ આંબાને મધુર ગુણ લિંબડાને નહિં પરિણમશે-એમ કુશીલવાળાના અવગુણ ગ્રહણ કરતાં વાર ન લાગે, પણ સુશીલવાળાના ગુણો એકદમ ગ્રહણ કરી શકાતા નથી. ક્ષમા, નમ્રતા, સરલતા, સંતેષ ગુણોનો સહારો લઈને, ક્રોધ, માન, માયા, લોભ રૂપ કષાયોને ત્યાગ કરે. હંમેશાં અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન આદિ આઠ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરવો, કારણ કે, સર્વ અનર્થનું મૂળ હોય, તે આ પ્રમાદ છે. કહેલું છે કે, “પુરુષો-(આત્મા) સ્વર્ગમાં પ્રયાણ કરતા નથી, તથા દુર્ગતિમાં વિનિપાત થાય છે, તેનું જે કોઈ કારણ હોય, તો આ અનાર્ય એવો પ્રમાદ છે. એ મારું નિશ્ચય-પૂર્વક માનવું છે.” (૧૦૩૪ થી ૧૦૩૭) ઉપસંહાર કરતા કહે છે– ૧૦૩૮–તીર્થકરાદિક સર્વજ્ઞ ભગવંતોએ કહેલાં શાસ્ત્રોમાંથી લેશરૂપે કેટલાંક ઉપદેશ–પદનો ઉદ્ધાર કરી, છૂટાં પાડીને સંશય, અનધ્યવસાય, વિપર્યાસ બુદ્ધિથી વિહલ થયેલા કેટલાક અ૯૫ બુદ્ધિવાળાઓને અવધ કરવા માટે આ ગ્રન્થની મેં રચના કરી છે. (૧૦૩૮) આ ગ્રંથ તો સિદ્ધ-પૂર્ણ થયે, પરંતુ કોણે રચના કરી, એવી જિજ્ઞાસાવાધાને ગ્રન્થકાર પોતે જ કૃતજ્ઞતા-ગર્ભિત પોતાના નામથી અંકિત આ ગાથા કહે છે– ૧૦૩૯–કૃત અને શીલરૂપ સમુદ્રની વેલા સમાન યાકિની નામનાં મહત્તરાપ્રવર્તિની અંતરંગ ધર્મ – શરીરને ઉત્પન્ન કરનાર હોવાથી, તેના ધમપુત્ર શ્રીહરિભદ્રાચાર્ય, જેઓ ભવના વિરહની અભિલાષાવાળા છે તેમણે, વળી તેઓ કેવા છે? જેઓ ચિત્રકૂટ પર્વતની ચૂલાના નિવાસી-ચિત્તોડગઢ નિવાસી, જેમણે પ્રથમ પર્યાયમાં (પહેલી પચીશીમાં) જ આઠ વ્યાકરણોને સ્કુટ પાઠ કર્યો હતો, તથા સર્વ દર્શનને અનુસરનારા એવા કર્કશ તર્કશાસ્ત્રથી પોતાની બુદ્ધિને પરિપકવ કરેલી હતી. એથી બુદ્ધિશાળીઓમાં અગ્રપદ પામેલા, “ પ્રતિજ્ઞા કરી હતી કે, બીજાએ પઠન કરેલા ગ્રન્થનો બોધ ન થાય, તે તેને શિષ્યભાવ સ્વીકાર.’ આવશ્યક–નિયુક્તિ શાસ્ત્રના પરાવર્તનમાં પ્રવૃત્ત યાકિની મહત્તરાના ઉપાશ્રય નજીક ગમન કરતાં સાંભળેલ “ ક્રિકુi - qળri” ઈત્યાદિ ગાથાનો પોતાની નિપુણ બુદ્ધિથી ઊહાપોહનો યોગ કરવા છતાં પણ પિતે તેનો અર્થ ન જાણી શક્યા. તે જાણવા માટે મહત્તરા-સાધ્વીના ઉપદેશથી શ્રીજિનભદ્રાચાર્યની પાસે જતાં, વચમાં જિનબિંબનું અવલોકન કરતાં, પૂર્વે કઈ વખત ન ઉત્પન્ન થયેલ એ અપૂર્વ મહાપ્રમોદ ઉત્પન્ન થવાના કારણે વધુ ઈત્યાદિ ક ઉચ્ચાર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy