SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ ] ઉપદેશપદ-અનુવાદ દિશાઓની ભૂલભૂલામણીમાં પડેલા અજ્ઞાની આત્માઓ સુંદર નિર્કંટક માર્ગ છોડીને કુનિરૂપ કાંટાળા ગહન વનમાં અનંતી વખત ઉતરી જાય છે. વિવિધ પ્રકારના અવળા ધર્મમાર્ગ બતાવનારા પાખંડી ધૂર્તેથી પ્રેરાએલા પાપમાં મોહિત થઈ પોતાના આત્માને અવળા માગે ખેંચી જાય છે. પરંતુ પુણ્યયોગથી કઈક જ્ઞાની એવા સાચા માર્ગને બતાવનારા-સમજાવનારા મળી જાય છે, તો તેવા ભાગ્યશાળી આત્માઓ સા મોક્ષ માર્ગ પામે છે. હે ભવ્યાત્માઓ! પુણ્ય અને પાપનાં ફળો જાણીને, પાપના હેતુઓને ત્યાગ કરીને ધર્મકાર્યમાં-પુણ્યકાર્યમાં ઉદ્યમ કરે.” આ સાંભળીને કૌતુકવાળા રાજાએ કહ્યું કે, “હે ભગવંત! મેં પહેલાં કેવું પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે, જેના ચગે અત્યારે આ સંપત્તિઓ ભોગવી રહેલ છું.' ભગવંતે કહ્યું કે-“પંચનમસ્કાર સ્મરણ કરવાનો નિશ્ચય કરેલો હતો, તેનું આ ફલ છે. વળી આ મળેલા ફળ કરતાં પણ તેનાથી ભવ્યાભાઓ ભદ્રકભાવ પ્રાપ્ત કરે છે, તેનાથી શુદ્ધ સમ્યકત્વ, સમ્યક્ત્વી આમા વિરતિ અને ઉત્તરોત્તર જલદી મેક્ષ મેળવે છે. જે આ લોકનાં સુખ-સૌભાગ્ય, રૂપ, લક્ષમી, પ્રભુત્વ, દેવત્વ આ વગેરે પ્રસંગે પુષ્કળ પ્રાપ્ત કરેલાં ફળ તે લાલ-કુશ્કા સરખાં ફળ છે. ખરાં ફળ તે સમ્યકત્વ, વિરતિ છે. આ નવકાર મહાપ્રભાવવાળો અને ઉત્તરોત્તર સર્વ ગુણ સ્થાનકોને મેળવી આપનાર અપૂર્વ કારણ છે. આ લોક અને પરલોકનાં સુખને ઉત્પન્ન કરનાર પ્રધાનમંત્ર નવકાર છે. આ પ્રમાણે ભગવંતે ગુણ-વિશિષ્ટ એવું નવકારનું માહા મ્ય ઉપદેશ્ય. પિતાને પૂર્વભવ સાંભળીને ભવ-વિરત બની, પુત્રને રાજ્ય આપીને, નિર્મલ સંયમ કરીને રત્નશિખે કેવલજ્ઞાન પ્રગટ કર્યું. અનુક્રમે આ મહર્ષિ શિવપદને પામ્યા. (૧૦૩૧) હવે ઉપસંહાર કરતા કહે છે ૧૦૩૨–આ પ્રમાણે અતિચારવાળાં અને અતિચાર વગરનાં અનુષ્ઠાને જાણીને તથા તેનાં નિર્મલ અને અનિર્મલ ફળો પણ જાણીને દેવતા-આરાધનાદિક વિશુદ્ધ ચોગમાં મેક્ષફળ મેળવવાના સાધનરૂપ ધર્મમાં બુદ્ધિશાળી મનુષ્ય પ્રયત્ન કર જોઈએ. કેવા બુદ્ધિશાળીએ? તે કે-શાશ્વત મેક્ષસુખના અભિલાષી એવા બુદ્ધિશાળી આત્માઓએ નિરતિચાર ધર્માનુષ્ઠાનમાં આજ્ઞાનુસાર પ્રયત્ન કરવો જોઈએ. (૧૦૩૨) હવે વિશુદ્ધગના પ્રયત્નને ઉપાય જણાવે છે– ૧૦૩૩–સિદ્ધાંતના જાણકાર એ શુદ્ધગના પ્રયત્નના ઉપાયો કલ્યાણમિત્ર–યોગ, હિતકારી- ધર્મની પ્રેરણા આપનાર એવા વાત્સલ્ય રાખનાર લેકને સમાગમ આદિ કહેલા છે. માટે કલ્યાણમિત્ર-વેગ આદિક વસ્તુમાં પ્રવર્તવું. (૧૦૩૩) ચાર ગાથાઓથી ઉપાય બતાવે છે– ૧૦૩૪ થી ૧૦૩૭–પરમપુરુ-તીર્થંકર-ગણધરોએ રચેલાં આગમોનાં રહસ્યોને જાણનાર એવા ગુરુ મહારાજની અતિશય આનંદપૂર્ણ માનસથી સેવા-ભક્તિ કરવી. તેમ જ નિરંતર તેમની પાસે ધર્મોપદેશ અને સિદ્ધાંતના રહસ્યનું શ્રવણ કરવું, કે જે વચન સાંભળવાથી આત્માનું હિત થાય. પિોતાના સામર્થ્યનુસાર જ્ઞાનદાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy