________________
રત્નશિખની કથા, જિનેશ્વરના વચને
L[ ૬૦૧
અગ્નિ સમાન અર્થાત્ તેને બાળી નાખનાર ! અગ્નિ, જળ, સર્પના ભયને દૂર કરનાર ! મહાદેવના હાસ્ય સરખા ઉજજવલતર યશ-સમૂહવાળા! શરણે આવેલા માટે શરણ્ય! સેંકડો નયમાર્ગોના પ્રકારોથી જેના સમ્યકત્વના સિદ્ધાંત સુંદર છે ! મદરૂપી હાથી માટે સિંહ સમાન ! બેચેની, ભય, ભ્રમ રૂપ ત્રણેયના શત્રુ સમાન ! જેનાં ગંભીર સ્થાને બત્રીશ આવર્તાવાળાં છે, ઉત્તમ શોભાયમાન કળશ, શંખ, ચક આદિ લક્ષણવાળા, જેનાં નેત્રે કંકફળ સમાન સરળ છે, નીતિના કારણે જેને વિષયસુખને આનંદ અવિ. દ્યિમાન છે. પ્રમાદથી રહિત, મદોન્મત્ત હાથીના સમાન ગમન કરનાર! સુંદર મન પામેલા, મનમાં રહેલા હજારો સંશય રૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન! સૂર્યની પ્રભા સમાન નિર્મળ માગને કરનાર ! અંધકારને દૂર કરી પરમપદરૂપ નગરના માર્ગને પ્રકાશિત કરનાર હે જિનેશ્વર ! તમો જયવંતા વતે.”આ પ્રમાણે એકલા જ કાર રૂપ પ્રથમ વરથી રચાએલ, ખીચખીચ અક્ષર યુક્ત તથા છેલ્લા પદ સમાન નવા પદથી શરૂ આત થાય, તેવા પ્રાસયુક્ત પદે ગોઠવીને કરેલ સંસ્તવનથી ભક્તિપૂર્ણ ભાવથી સ્તુતિ કરીને રાજાએ પ્રણામ કર્યા. બાકીના મુનિવરોને પણ વંદન કરીને રાજા પૃથ્વીતલ ઉપર સુખેથી બેઠા. બે હાથની મસ્તકે અંજલિ કરીને જિનેશ્વરનાં વચનો શ્રવણ કરવા લાગ્યા. તે આ પ્રમાણે
આ ભવારણ્યમાં કર્માધીન આત્માઓ ચાર ગતિમાં ઉંચા-નીચા સ્થાનકેમાં નિરંતર ભ્રમણ કરે છે. ચકડોળમાં બેઠેલો છોકરો ઘડીક ઉચે જાય, ઘડીક નીચે, ઘડીક વચમાં તેમ જીવ એક વખત પાપોપાર્જન કરી નરકગતિમાં જાય છે, વળી કઈ વખત દેવગતિ પામે છે, વળી મનુષ્યગતિમાં આવે છે અને તિર્યંચગતિમાં તે વારંવાર જાવ-આવ કર્યા કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિકાય આ પાંચ સ્થાવરોમાં, વળી ત્રણ, ચાર વગેરે ઈન્દ્રિયેાવાળા સ્થાનકેમાં વારંવાર ઉત્પન્ન થાય છે, એક વખત રાજા થયો હોય, તે જ ફરી રંક થાય છે, બ્રાહ્મણ હોય તે, ફરી મૃત્યુ પામીને ચાંડાલ જાતિમાં જન્મે છે, દરિદ્રો ધનપતિ થાય છે અને ગુણવાળા હોય, તે નિર્ગુણ પણ બની જાય છે. સુંદર રૂપવાળા, રૂપ વગરના કે કદ્રુપા થાય છે, મહામૂર્ખ હોય, તે વિચક્ષણ અને તેથી વિપરીત પણ થાય છે.
વળી કોઈ કાણા, ઠીંગણા, અંધ, લંગડા, રોગી, બહેરા, મૂંગા એમ કર્માધીન જીવોને અનેક અવસ્થાઓ થાય છે. સૌભાગી, દુર્ભાગી, શૂરવીર, કાયર, રોગી, નિરોગી; સારા-મધુર કંઠવાળા, કોઈ જેને બોલ સાંભળ ન ગમે તેવા ખરાબ સ્વરવાળા, કોઈ પૂજ્ય, કઈ નિંદાપાત્ર, કઈ બળવાળા, કેઈ બળ વગરના, કોઈક અનેક ભોગે મળવી જોગવનારા અને કંઈક ભેગ પ્રાપ્તિ વગરના, કેઈક હંમેશાં સુખી, કોઈક દુઃખી, કેટલાક નિષ્કલંક આચારવાળા અને કેટલાક હીન આચાર સેવવાવાળા હેય છે. આ પ્રમાણે અનાદિકાળથી નિરંતર છવો આ લવારણ્યમાં પોતાના કર્મને આધીન થઈને પુણ્ય કે પાપના સ્વભાવથી રખડ્યા કરે છે. મિથ્યાત્વમોહના કર્મના ઉદયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org