SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નશિખની કથા [ ૫૯ તેની અભ્યર્થના સ્વીકારી. વિચારવા લાગ્યું કે–પોતાને સ્વાધીન રાજ્યલક્ષમી હોવા છતાં તેને જીણું ઘાસ માફક એકદમ ત્યાગ કરે છે! ખરેખર ઉત્તમ પુરુષોનાં ચરિત્રો આશ્ચર્ય અને સાહસથી ભરેલાં હોય છે. અથવા વૈરાગી મનુષ્ય લક્ષ્મીને એકદમ ત્યાગ કરે છે–તેમાં કહ્યું આશ્ચર્ય છે? ઉત્પન્ન થયેલા અપરાધવાળા મનહર ભજન કર્યું હોય, તો પણ તેને વમી નાખે છે. ત્યાર પછી પ્રશસ્ત તિથિ, કરણું, મુહૂર્ત સમયે વસુતેજ રાજાએ ગુરુ પાસે શ્રમણધર્મ અંગીકાર કર્યો. રત્નશિખ રાજા પણ સમ્યક્ત્વ પામ્ય અને મહારાજા થયો. જેણે સમાચાર જાણ્યા છે, એવા શશિવેગે સમગ્ર બલ-સમૃદ્ધિ સાથે આવીને તેને પિતાની ચંદ્રપ્રભા નામની પુત્રી આપી. ઉપરાંત અનેકહજાર વિદ્યા પરિવાર સહિત અપરાજિતા નામની વિદ્યા આપી. વિધિ-સહિત વિદ્યાઓની સાધના કર્યા પછી ઈચ્છા પ્રમાણે વિહાર–ગમનાદિ કરતો હતો. આ વૃત્તાન્ત જાણીને સુરગ વિદ્યાધર પોતાના બલમાં ઉન્મત્ત બનીને હાથીનું રૂપ વિકુર્તીને સુગ્રીવપુર નજીકના વનમાં આવ્યું. કૌતુકવશ બની તેને પકડવાની અભિલાષાવાળો તે અ૯૫ પરિવાર સાથે સિંહ માફક એકદમ વનમાં આવ્યો. વિવિધ કરાવડે લાંબા સમય સુધી કીડા કરીને જેટલામાં તેના ઉપર રત્નશિખ રાજા આરૂઢ થયો, તે અકસ્માત્ તે આકાશતલમાં ઉડવા લાગ્યો. એટલે ભય પામ્યા વગર તેણે વજદંડ સમાન પ્રચંડ મુષ્ટિથી મસ્તક-પ્રદેશમાં તેને હ. એટલે મહાપ્રહારથી અતિપીડા પામેલ ચિતવવાને મંત્ર વિસરાઈ ગયેલ એ તે સ્વાભાવિક રૂપમાં પૃથ્વી ઉપર અફળાયે. આ વળી કોણ હશે? એમ આશ્ચર્યથી દેખતાં “નમે અરિહંતાણું”-એમ બેલતા તેને રત્નશિખે સાંભળે. ત્યારે “અહો ! આ તે સાધર્મિકની આશાતના થઈ –એમ ગભરાઈને જળથી સિએ, પવન નાખે ઈત્યાદિક પ્રયોગ કરીને, સ્વસ્થ કરીને તેને કહ્યું કે-“હે મહામતિ ! તારું સમ્યક્ત્વ ઘણું સુંદર છે કે, ‘તું આપત્તિ-સમયમાં પણ નમસ્કારનું સ્મરણ કરે છે.” મેં અજ્ઞાનપણે તેને સખત પીડા આપી, તે મારા અપરાધની ક્ષમા આપજે.” તેણે કહ્યું કે-“હે સુશ્રાવક! તવ ન જાણનાર એવા તારો આમાં દોષ ન ગણાય. આ વિષયમાં હું જ મહાપાપી છું કે, જે જાણવા છતાં પણ મહાસાધર્મિક એવા તમોને મેં પાપમાં જોડ્યા. કહેલું છે કે–ભેગરૂપ ગ્રહના વળગાડવાળા અને કાર્યાકાર્યનો વિવેક હેતો નથી. ભાગ્ય પરવારેલા એવા અત્યંત ગુપ્ત પિતાના આત્માને ચેતવતે નથી. લુબ્ધ એવો બિલાડો કે નાને કૂતરે આગળ પડેલું દૂધ દેખે છે. પરંતુ મસ્તક ઉપર પ્રચંડ દંડ તડ દઈને પડે છે, તેને દેખતો નથી. આ વિષયમાં સાચી હકીકત આ પ્રમાણે છે – “સુવેગ નામને ચકપુર નગરને રાજા છું. બહેનના પુત્રને પક્ષપાત કરનાર હાવાથી પિતાએ જેને રાજય આપેલું હતું, એવા શશિવેગ બેચરને મેં દેશનિકાલ કર્યો હતે. તેના જમાઈને પોતાના રાજ્યને લાભ થશે, એમ સાંભળીને તારે વધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy