________________
૫૯૬ ].
ઉપદેશપદ-અનુવાદ
ખીચ ઉગેલા વાંસ વગેરે અનેક જાતિના વૃક્ષોથી વ્યાપ્ત, તાડવડ, આકડા, કંકેલિ, કટિકા, ક્ષીરવૃક્ષ, ભીંડા આદિની શ્રેણીથી દુર્ગમ, ફણસ, અન્નાસ, આલુ, ઝિઝિણ લતા વગેરેથી માર્ગ એવો ઢંકાઈ ગયો હતો કે, પગ-સંચાર ક્યાંથી કરવો? તે સમજ પડતી ન હતી–તેવું વિષમ અરણ્ય હતું.
ત્યાર પછી મોટા પર્વતની ગુફામાં સિંહ ગર્જના કરતા હતા, તેને ગણકાર્યા વગર, ઘોર બોલાવતા સૂતેલા વાઘને હિંમતથી નિહાળતો, સિંહોનાં પૂછડાં અફળાવાથી કંપાયમાન વૃક્ષ ઉપર રહેલા પક્ષીઓના શબ્દોના ઘંઘાટથી જેમાં દિશાચક્રે મુખર થયેલાં છે, એવા અરણ્યને જેતે જેતે જ્યારે કેટલીક વનભૂમિ સુધી પહોંચ્યો, ત્યારે આગળ એક ઉત્તમ હાથીને જાયે. તે કે હતે? વિજળીયુક્ત જેમ મેઘ હોય, તેમ જેના કંઠ-પ્રદેશમાં સુવર્ણની સાંકળ હતી, બગલાની શ્રેણીયુક્ત આકાશ માફક તેના કાનમાં ઉજજવલ શંખની માળા હતી. લાંબી બીજના ચંદ્ર સમાન સ્વચ્છ શ્રેષ્ઠ અંકુશ જેની ખાંધ પર રહેલો છે. મનહર ઘંટિકાના અવ્યક્ત અવાજથી ઉંચી કરેલી ગ્રીવાવાળા હરણિયાને દેખતો હોય, તેવા અતિશય આશ્ચર્યના કારણભૂત મહાહાથીને રાજાએ દેખે. આવા નિર્જન અરણ્યમાં આવા પ્રકારનો હાથી કેમ આવ્યું હશે ? એમ વિચારતા તેને નિર્ભય સિંહ માફક જોયા પછી હાથીએ પોતાને શુંડાદંડ ઉંચો કર્યો અને તરત રાજા પાસે આવ્યો. રાજાએ પણ લાંબા કાળ સુધી તેની સાથે ક્રીડા કરીને વશ કર્યો.
હવે આકાશ-મંડલથી રાજાના કંઠમાં એકદમ ગુંજારવ કરતા મધુકરની શ્રેણવાળી અપૂર્વ કળાથી ગૂંથેલી પુષ્પની માળા પડી. વિસ્મય પામેલા રાજાએ તરત જ આકાશમાં જોયું, તે ચાલતી એવી યુવતીઓ એમ બેલતી સંભળાઈ કે, “સુંદર કયું.” ત્યાર પછી વિસ્મયરસને અનુભવતો, સ્થિર કરેલા આસન-બંધવાળો, પુષ્પમાળાથી ' શાભિત ખભાવાળો, મન અને પવન-સમાન વેગવાળા મહાહાથીએ જેના માર્ગના પરિશ્રમનું દુઃખ શાંત કરેલ છે, એવા રાજા તેને ઉત્તરદિશામાં લઈ ગયો. અતિ દૂર પહોંચેલા અને કંઈક તૃષા અને તડકાને સંતાપ પામેલા રાજાએ આગળ નજર કરી, તો વિવિધ જાતિના પક્ષીઓના કિલકિલાટયુક્ત ઉચે ઉછળતા મોટા કલ્લોલની શ્રેણિથી કંપાયમાન, વિકસિત નીલકમલથી જેનું નિર્મલ જલ ચલાયમાન થયું છે. તાજી ચમકદાર વનરાજીથી જેના છેડાના વિભાગો શોભાયમાન છે; એવું એક મહાસરોવર જોવામાં આવ્યું. લાંબા કાળથી બંધુનો વિયોગ થયો હોય અને અણધાર્યો તે જોવામાં આવે અને જે આનંદ થાય તેવો આનંદ પામેલ. હર્ષ પામેલા વદનકમળવાળા રત્નશિખરાજ હાથીને તે સરોવર તરફ લઈ ગયો. તૃષાથી ખેદ પામેલો રાજા હાથી પરથી નીચે ઉતરીને તરત જ સરોવરમાં ગયો, જળપાન કરી વેચ્છાએ રાજા હાથી સાથે ક્રીડા કરવા લાગ્યો. વળી હાથીને છેડીને મહામસ્યાની જેમ જળમાં ડૂબકી મારી અંદર આળોટી જળ ઉછાળવા લાગ્યું. એમ કરી છેવટે સ્નાન કરી, સરોવરમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org