SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ ] શેાધ કરવા લાગ્યા. ત્યાર પછી કુટ્ટણીએ કહ્યું કે, હવે અમારા પરિવારને ખાટાં આળ આપીને દુભાવીશ નહિ. " આણે જ મણિ ગુપ્તપણે ગ્રહણ કર્યા છે. નહિતર સિદ્ધ થયેલા પ્રત્યેાજનવાળી નિર્દોક્ષિણ્યતાથી આમ ન એલે. એમ વિચારી ક્રોધ પામેલે તેના મકાનમાંથી બહાર નીકળી ગયા. લજ્જાથી રાજાને પણ વિનતિ કરવા ન ઈચ્છતા તેણે દેશાંતર જવા પ્રયાણ કર્યું. ચિંતવવા લાગ્યા કે– લેાભના દોષથી જરિત થયેલી હીણભાગી કુટ્ટણીના અજ્ઞાનને ધિક્કાર થાએ કે, તેની માગણી કરતાં અધિક દાન આપ્યું. શુભેાદય વ તા હાવા છતાં તેની લાભ-તૃષ્ણા વૃદ્ધિ પામી. પરમાના વિચાર કર્યા વગર વિશ્વાસ કરનારનેા દ્રોહ કરનારી એવી તેણે મને એકલાને નથી છેતર્યા, પરંતુ પેાતાના આત્માને પણ શ્વેતયેર્યા છે. કારણ કે, વિધિ અને મંત્ર જાણ્યા વગર તે મણુિ કંઈ પણ મનેવાંછિત તેને આપશે નહિ. સામાન્ય પત્થર માફક કશું ય તેને આપશે નહિં. ઉપદેશદ-અનુવાદ . તારાથી સર્યું. નકામા એટલે ખાત્રી થઈ — હવે એવા કર્યો પ્રકાર છે કે, હું તેનું અપ્રિય કરું, મારો પ્રભાવ દેખાડીને તે શ્રેષ્ઠ ચિતારત્ન પાછુ મેળવી શકું. કારણ કે, ઉપકારીના ઉપકાર અને વૈરીનું વેર વાળવા માટે જે સમથ ન હોય, તેવાનું પુરુષત્વ તિરસ્કાર-પાત્ર થાય છે.’ આ પ્રમાણે વિવિધ વિકલ્પાના કલ્લેાલેાથી આકુલ હૃદયવાળા ફરતા ફરતા તેણે કાઈક સમયે આશ્ચય કારી–મનેાહર મહેલાની ઉંચી-નીચી શ્રેણીઓ યુક્ત નંદનવન–સમાન ભવન— ઉદ્યાનથી શાભાયમાન શ્રેષ્ઠ ચારે માજી ફરતા કિટ્ટાવાળું એક નગર દેખ્યું. તે અતિરમણીય હતુ, પરંતુ લેાકાની જવર-અવર ત્યાં બિલકુલ ન હતી. વિસ્મય પામેલા તેણે નગરની અંદર પ્રવેશ કર્યો. તે તેમાં કિલકિલાટ કરતા વાંદરાના ટોળાંથી અલંકૃત દેવકુલિકાઓ, ઘૂરકતા ભયંકર વાઘ-યુક્ત અતિભયકર ઘરા, અનેક સ્થળે નવીન દેહવાળા સર્પાએ ત્યાગ કરેલી કાંચળીઓનાં તારા દેખવામાં આવ્યાં. એમ કરતાં રાજભવનમાં પહેાંચ્યા. ત્યાં પણ કાઈ મનુષ્યનાં રૂપને ન દેખતે, રમ્યતા જોવામાં આકુલ ખનેલા તે મહેલના સાતમા માળ ઉપર ચડી ગયા. તે ત્યાં કેસરના રંગથી રગેલ શરીરવાળી, જૈતુ મસ્તક કપૂરના ચૂણુથી સફેદ રંગયુક્ત કર્યુ છે, જેમની સરલ ડેાકી સુગંધી પુષ્પમાળાથી શોભિત છે, જેના મનેાહર ચરણા વજનદાર લેાહની સાંકળથી જકડેલા છે, એવી ઉંટડી યુવતીએનું યુગલ દેખ્યું. આ શૂન્ય મકાનમાં ઉંટડીઓ કેમ હશે ? અહીં કેવી રીતે આ આરૂઢ થઇ હશે ? ઉપભોગ કરેલ શરીરવાળી છે, એમ તર્ક કરતા હતા, એટલામાં ગવાક્ષમાં રહેલ બે દાખડી જોવામાં આવી. તેમાં એક દાબડીમાં ધવલ અંજન હતું. બીજી ડાખડીમાં શ્યામ અજન હતું. સલાકા સળી દેખવાથી આ ચેાગ-અજન છે, એવા નિણ્ય કર્યાં. ઉંટડીના નેત્રમાં પાંપા ઉજળી દેખવાથી નિશ્ચય કર્યો કે, · આ ઉજજવલ અંજન આંજવાથી ઉંટડી બનાવેલી છે, તે અસલ તે મનુષ્યસ્રીએ જ હોવી જોઇએ, તેા કદાચ સભવ છે કે, • આ શ્યામ અંજનથી તેમના મનુષ્યપણે સ્વાભાવિક પ્રાદુર્ભાવ થાય' એમ ધારીને શ્યામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy