SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ વણિકપુત્રને નટડી પ્રત્યે રાગ [ ૫૭૭ આવા સમયમાં ત્યાં “વિષ્ણુ” નામના એક શેઠ હતા, જેઓ હંમેશાં નિષ્કલંક કુલાચારવાળા હતા, તેઓનું શીલરૂપી જળ ક્ષીરસમુદ્ર માફક ઉજજવલ અને પવિત્ર હતું. તેઓની કીર્તિ સર્વત્ર વિસ્તાર પામી હતી, તેમને એક દત્ત નામને પુત્ર હતો, જે બાલ્યકાળથી જ સમગ્ર અભ્યાસ એકાગ્ર મનથી કરતો હતે. વળી પિતાના કુલને અનુરૂપ આચારનું સતત પાલન કરતા હતા. વળી પિતાના પ્રેમનું અનન્ય પાત્ર બનવા સાથે “કુલમાં કલ્પવૃક્ષ તરીકે થશે.” એમ દરેકને તેના પ્રત્યે આદર હતો. સમગ્ર લોકનાં નેત્રને ચકોર-ચન્દ્રિકાકારવાળું ઉદાર એવું યૌવન જ્યારે તેને પ્રાપ્ત થયું, ત્યારે કોઈક વખત એક નટડી ઉપર તેને દષ્ટિપાત થયો. દેખતાં જ સર્ષના ડંખ કરતાં પણ અધિકપણે તેને રાગ તેમાં એકદમ વૃદ્ધિ પામ્યો. તદ્દન અસંભાવનીય એ તે વૃત્તાન્ત દુજેને હાસ્યપાત્ર, શિલોકોને નિંદનીય, બધુ લોકોના મનને સંતાપ કરાવનાર, જળમાં પડેલું તેલીબિન્દુ તરત વિસ્તાર પામે, તેમ આખા નગરમાં આ વાત પ્રસરી ગઈ. અરે! વાત આખા નગરમાં તે શું, પરંતુ સૂરસેન (સૂરતેજ) રાજર્ષિ પાસે પણ પહોંચી. ત્યારે સૂરતેજ રાજર્ષિ બોલ્યા કે, “સ્ત્રી-વિષયક રાગ એ જબરો છે કે, તેને કોઈ એવી વસ્તુ નથી કે, જે તે ન કરે.” આ મુનિએ તે નટ પણાના વૃત્તાન્તથી “અરે ! ધિક્કાર થાઓ, આણે કુલીન જનને અનુચિત એવું ખોટુ આચરણ કર્યું. ” આવા પ્રકારની નિન્દા ન કરવાથી, લગાર આ કાર્ય બહુમાનના વિષયભૂત બનાવ્યું. કેઈક દિવસે પૂર્વનાં રાજપની, અત્યારનાં થયેલાં સાધ્વી વંદના માટે આવ્યાં હતાં, તેમણે કંઈક ઈર્ષ્યા-ક્રોધથી કહ્યું કે, એવા નીચ લોકોની વાતથી સયું, ઉત્તમ પુરુષે સ્વપ્નમાં પણ નીચ લોકોની વાતે શ્રવણ કરતા નથી.” અહિં અતિસૂક્ષમ રાગ અને દ્વેષથી નીચ આચાર પ્રાપ્ત કરાવનાર એ કર્મ. બંધ બંનેએ બાં. બંનેએ પિતાનો આ અપરાધ આવ્યો નહિં, સમજવા છતાં ન ખમાવ્યો, એટલે કાલ કરીને તેઓ વૈમાનિક દેવલોકમાં ગયા. ત્યાં ભોગો ભોગવ્યા, આયુષ્ય પૂર્ણ થયું, એટલે દેવલોકમાંથી વીને સૂરતેજનો જીવ કઈક નગરમાં વણિકપુત્રપણે ઉત્પન્ન થયો. દેવી કેઈક નટલોકના ઘરે પુત્રીપણે ઉત્પન્ન થઈ. બંનેએ પિતપોતાના સ્થાનકે કલાભ્યાસ કર્યો. બંનેને વૌવન પ્રાપ્ત થવા છતાં પુરુષને બીજી સ્ત્રીમાં અને નટીને બીજા પુરુષમાં રાગને અભાવ એટલે રાગ ઉત્પન્ન થતું નથી. સમય જતાં તે બંનેને પરસ્પર એક બીજાનું દર્શન થયું. ત્યાર પછી કોઈ પ્રકારે બંનેને દષ્ટિરાગ પાછો ન હઠવાથી તેમનાં લગ્ન થયાં. “અગ્ય સંબંધ થયો.” એમ લોકોમાં સર્વત્ર વાત ફેલાવાથી તે વાતની પિતાના મન પર વધારે અસર થવાથી તેઓ દેશાન્તરમાં ચાલ્યા ગયા. કેઈક પ્રસંગે સાધુઓના શુદ્ધ આચારો દેખવાથી, આગલા ભવમાં તેવા આચારે અનુભવેલા હોવાથી તેનું સ્મરણ થયું. એટલે બંનેને બેધિપ્રાપ્તિ થઈ. (૧૦૧૭) ૧૦૧૮–રાગ-દ્વેષ સ્વરૂપ અપ પણ અતિચાર જે આગળ કહી ગયા, તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy