SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ ] ઉપદેશપદ-અનુવાદ આગળ સ્વરૂપ કહેવાશે, એ સ્વભાવવાદ બલાત્કારથી આવી જશે. તથાભવ્યત્વરૂપ જે સ્વભાવવાદ છે, તે બાધા કરનાર નથી. ચાર્વાકાનો જે સ્વભાવવાદ છે, તે કેવલ સ્વભાવવાદ છે. (૧૦૦૩) કેવલ સ્વભાવવાદને જ બતાવે છે– ૧૦૦૪–કમળ વગેરે પુષ્પોમાં સૌરભ-સુગંધ કેણ ઉત્પન્ન કરે છે? શેરડીમાં મીઠાશ, ઉત્તમ જાતિના હાથીની ચાલની સુંદરતા, ઈફવાકુ વગેરે નિર્મલ કુળમાં જન્મેલા પુરુષોને સર્વ પદાર્થોમાં ઉચિત પ્રવૃત્તિ કરવા રૂપ વિનય કોણે ઉત્પન્ન કર્યો? તો કે, સ્વભાવથી જ તે સર્વે થયેલા છે, પરંતુ કાલાદિક બીજા કારણે નથી. બીજા સ્થળે પણ કહેવું છે કે “કાંટાની અણીમાં તીણતા કોણે કરી છે? મૃગલાઓ અને પક્ષીઓમાં વિચિત્ર-જુદા જુદાપણની આકૃતિ-સ્વભાવ કોણે કર્યા? તો કે, સ્વભાવથી જ આ સર્વે પ્રવતેલા છે, તેમાં કેઈને ઈચ્છાપૂર્વકનો કરેલો પ્રયત્ન નથી.” (૧૦૦૪) હવે ચાલુ અધિકાર વિષયક તથાભવ્યત્વ કહે છે – ૧૦૦૫–અહિં તથાભવ્યત્વની પ્રતિષ્ઠામાં જે જીવ જેમ તીર્થકર, ગણધર, સ્ત્રીવેદ, પુરુષવેદ આદિ વિવિધ પર્યાયો પામીને પાર વગરના સંસાર સમુદ્રમાં રખડીને તે સવ કર્મનો ક્ષય કરીને સિદ્ધિ પામે છે, તેના સંબંધી ભવ્યત્વ ચિત્ર અર્થાત્ વિવિધ પર્યાયે પામવા રૂપ પ્રાપ્ત થયું. જે તે તથાભવ્યત્વ જીવનું ન હોય, તે જુદા જુદા ભવોમાં વિવિધતા પામવાપણું ન હોય. હવે કદાચ તમે પ્રશ્ન કરે કે, “તે ચિત્ર સ્વભાવ શી ચીજ છે? અથવા ચિત્રસ્વભાવ એવી કોઈ વસ્તુ નથી, તેમ માનીએ તો સિદ્ધિગમન ભવ્યત્વ ન હોય. આ વાદ મુદ્રાવાદની મર્યાદા, જે પૂર્વે જણાવી ગયા, તેને બીજે કે ગમે તેટલો પ્રયત્ન કરે, તો પણ ઉલ્લંઘન કરી શકે તેમ નથી. આ સર્વને સાર એ છે કે-“જે ઋષભાદિ ભવ્યજીવે છે, તેઓ મનુષ્ય, નારકી, દેવ, તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિક જાતિ, સુખી, દુઃખી, રોગી, નિરોગી, ધનપતિ, દરિદ્ર, શેઠ, સેવક, પિતા પુત્ર આ વગેરે અનેક પર્યાયને લગભગ દરેક જીવ અનુભવે છે. તેમ જ ચોક્કસ ક્ષેત્ર, કાળની ચિત્ર અવસ્થા ભોગવનારા થાય છે અને ત્યાર પછી તેઓ સિદ્ધ થાય છે. તેમનું ભવ્યપણું ચિત્રરૂપ કે અચિત્રરૂપ ગણાય? તે કહો. (૧૦૦૫) ૧૦૦૬–હવે કદાચ તમે એમ કહેતા હો કે, પરસ્પર જુદા જુદા પર્યાયની પ્રાપ્તિના કારણ-સ્વભાવ છે જેને, તે તથાભવ્યત્વ કહેવાય, તો અમારી સર્વ વાત સિદ્ધ થઈ ગઈ. આગળ જે પુરુષકાર-વૈચિત્ર્ય વગેરે સમગ્ર કહી ગયા, તે અહિં સિદ્ધ થઈ ગયું. હવે બીજા વિકલ્પની ચોખવટ કરતા કહે છે કે-“જે તેવા ચિત્રસ્વભાવવાળો નથી, બીજા પ્રાણીઓ વડે પ્રાપ્ત કરવા લાયક પર્યાની ભિન્નતામાં કારણ છે, સ્વરૂપ જેનું એવું તથાભવ્યત્વ જ સ્વીકારવામાં ન આવે તે ઋષભ પર્યાયની પ્રાપ્તિથી સિદ્ધિ ન થવી જોઈએ. જેમ બીજા મહાવીર આદિની મુક્તિ ન થઈ તેમ ઋષભાદિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy