________________
તથાભવ્યત્વ-વિચારણા
[ ૫૭૩
ભવ્યત્વ જ સમજવું. વગર કમેં થયેલું એક આત્માના સ્વભાવ સરખું. જેમ સાકાર કે અનાકાર એ આત્માને અનાદિને પિતાને સ્વભાવ છે, નવો ઉત્પન્ન થયેલો સ્વભાવ નથી. તેમ દરેક જીવમાં આ તથાભવ્યત્વ સ્વભાવ સમજ. અહિં હતુ કહે છે – જેમ તીર્થકરોના, ગણધરેના વગેરે આત્માઓ ભવ્ય હોવા છતાં ફલમાં વિચિત્રતા પડે છે. તીર્થંકરને આત્મા તીર્થંકરપણાની, ગણધરને આત્મા તે ફળ પામીને મોક્ષ મેળવે છે. એમ દરેક આત્માઓ જુદા જુદા તથાભવ્યત્વવાળા હોવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ જુદા જુદા રૂપે સિદ્ધિ પામે છે. કાલ, નિયતિ, પૂર્વકૃત કર્મ રૂપ સામગ્રીઓને સમીપમાં-નજીકમાં લાવનાર તથાભવ્યત્વ છે. (૯) વિપક્ષમાં બાધકને જણાવે છે–
૧૦૦૦—જે દરેક જીવની તથાભવ્યતાની વિચિત્રતાનો અભાવ માનીએ-એટલે કે, દરેકની સમાન માનીએ, તે અસંગતિ પ્રાપ્ત થાય છે. કેમ ? તો કે, ભવ્યપણાને દરેકને એક સરખો સ્વભાવ માનવામાં આવે, તો કાલ આદિના યોગથી દેશ-અવસ્થાના ભેદથી તે જીવને ફલલાભરૂ૫ વિપાકની વિચિત્રતા કેવી રીતે ઘટી શકે ? અર્થાત્ કઈ પ્રકારે વિવિધતા ન ઘટી શકે. (૧૦૦૦)
૧૦૦૧–કાલાદિકના વેગથી જીવને વિપાક વિવિધ પ્રકારને સિદ્ધાંતમાં નિરૂપણ કરેલ છે. જેમ કે, તીર્થકર સિદ્ધ, અતીર્થકર સિદ્ધ, વગેરે સિદ્ધિગતિ પામવાના પંદર ભેદે શાસ્ત્રમાં વિવિધ પ્રકારે દર્શાવેલા છે. આ વાત ભવ્યત્વની વિચિત્રતામાં નિયમિત રીતે ઘટી શકે છે. આ હકીકત ઋજુસૂત્ર આદિ પર્યાયના પૂર્વક તર્કથી ઘણી સૂકમબુદ્ધિથી નિશ્ચય કરીને સ્વીકારવું. ઋજુસૂત્રાદિક પર્યાયના કારણના ભેદપૂર્વક જ કાર્યને સ્વીકાર કરનારા હોય છે, નહિતર માત્ર એક જ કારણથી સમગ્ર લોક્યના કાર્યની ઉત્પત્તિને પ્રસંગ વ્યર્થ નીવડે, સમગ્ર લોકોમાં પ્રસિદ્ધ એવા કારણાન્તર જે માનીએ છીએ, તેની કલ્પના નકામી જ કરેલી ગણાય. (૧૦૦૧)
- ૧૦૦૨–તથાભવ્યત્વની વિચિત્રતામાં ન્યાયથી આ પુરુષકાર-ઉદ્યમ–પ્રયત્ન સફળ જાણો. આ તથાભવ્યત્વ વિવિધ પ્રકારનું બનવામાં પુરુષકાર સામેલ થયેલ હોવાથી તે કાલાદિક સામગ્રીઓને સમીપવર્તી કરનાર છે. તથાભવ્યત્વ પુરુષકારને નજીક ખેંચી લાવે છે, નહિંતર ભવ્યત્વવડે આકર્ષણ ન થાય તો પુરુષકાર હતુરહિત થશે, પરંતુ હતુરહિત ન થવું જોઈએ. પુરુષકારને હેતુ તથાભવ્યત્વ છે, તે તેને આકર્ષણ કરીને લાવે છે. (૧૦૦૨).
૧૦૦૩–અજ્ઞાનની નિવૃત્તિરૂપ જે સફળતા તથાભવ્યત્વની અપેક્ષાએ થાય, તો જ ચુત થાય, આ જ પ્રમાણે અપુનબંધકાદિ ધર્માધિકારીઓને અનુરૂપ જે ઉપદેશ તેની સફલતા તથાભવ્યત્વ અપેક્ષણીય થાય, તે જ તેમાં ઘટી શકે, નહિંતર ન ઘટી શકે. અપિશબ્દથી પુરુષકાર લે. વિવિધ પ્રકારની ભવ્યતા ન સ્વીકારવામાં આવે, તો જેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org