________________
૫૬૪ ]
ઉપદેશપદ-અનુવાદ
પણ નિયમિત ટકતું નથી. તે આ સર્વ ધર્માનુકૂલ સામગ્રી મેળવીને ધર્મમાં ઉદ્યમ કરવા દ્વારા મનુષ્યજન્મ સફળ કરવો જોઈએ.” આ પ્રમાણે સમગ્ર દોષોને નાશ કરનાર જિનેશ્વરની વાણી સાંભળીને સર્વ સંગને ત્યાગ કરીને સર્વ મહાવ્રત લેવાને તે તૈયાર થયો. તેણે કહ્યું કે, “હે નાથ ! આ લોક સળગતા ઘર સમાન દુઃખસ્વરૂપ છે, તો ચારે બાજુ અહિં દુઃખની પરંપરાવાળા સ્થાનમાં રહેવા હું ઈચ્છતે નથી.(૩૦૦)
તે જ્યાં સુધી હું મારા રાજ્ય વિષે પુત્રને સ્થાપું, ત્યાં સુધી આપ અહિં રોકાઈ જાવ. કારણ કે, આપના ચરણ-કમળમાં મોક્ષસુખ કરનારી દીક્ષા ગ્રહણ કરવી છે.” ભગવંતે કહ્યું કે, “ભલે એમ થાઓ. ત્યાર પછી પિતાના રાજ્ય-સ્થાનમાં પુત્રને સ્થાપન કરીને ચંદ્રકાન્તા પત્ની-સહિત ઘરને કારાગાર-સમાન માનીને, મનથી પૂર્ણ વૈરાગ્ય પામીને તેઓ સંસારમાંથી નીકળી ગયા. જિનેશ્વરે પ્રરૂપેલ સિદ્ધાંતનું પઠન કર્યું. ચારિત્રની નિર્મળ પરિણતિથી ભાવિત બનીને વિવિધ પ્રકારનાં અનેક તપકર્મ કરીને લાંબા કાળ સુધી પિતાના આત્માને શોષવી નાખ્યો. અત્યંત વિશુદ્ધ નિત્ય કર્તવ્યતા રૂપ વિયાવૃત્ય, તથા ગ૭ને ઉપકાર કરનાર એવાં બીજાં કારણેનું નિપુણતાથી સેવન કરીને, પાપકર્મોની નિર્જરા કરીને, તેણે ઘણે પુણ્યાનુબંધી પુણ્ય-સમૂહ ઉપાર્જન કર્યો. અહિં સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી, બ્રહ્મ નામના પાંચમા દેવલોકન ઈન્દ્ર થયો. તેની પત્નીને જીવે ત્યાં આગળ જ મહર્તિક સામાનિક દેવપણે ઉત્પન્ન થયો અને તેને નિરંતર અખૂટ આનંદ પમાડતો હતો. તે બ્રા દેવલોકનો અધિપતિ હમેશાં સિદ્ધાલય-મંદિરોમાં વિવિધ પ્રકારના પ્રભુ-ભક્તિના મહોત્સવ કરવામાં તત્પર બની પિતાને કાળ પસાર કરતો હતે. તથા ભરત, એરવત અને મહાવિદેહમાં જે જિનેશ્વરોના કલ્યાણક દિવસે હોય, ત્યારે મહામહ કરવામાં તત્પર બનતે હતે. વળી જે નિત્ય તપસ્યા કરનારા, કર્મશત્રુને હણનારા, અતિશય જ્ઞાનની પ્રધાનતાવાળા એવા જે મહામુનિઓ હોય, તેમની પૂજા કરવાના ઉત્સુકમનવાળો હતો. વળી જ્યાં જ્યાં ક્ષીરસમુદ્રના જળ-સમાન અતિનિર્મલ ગુણોવાળા જે જે જીવો વર્તતા હોય, તો તેમના ગુણોની પ્રશંસાની કથાઓ સાંભળીને ખૂબ જ આનંદ પામતો હતો. ત્યાંનું દશ સાગરેપમનું આયુષ્ય પૂર્ણ કરીને જ્યારે તેનો ક્ષય થયો, એટલે ધાતકીખંડના પૂર્વના મેરુપર્વતની નજીકની વિજયમાં અમરાવતી નગરીમાં શ્રીષેણ નામનો રાજા હતો. જેના પાદપીઠમાં અનેક રાજાઓના મુગટનાં કિરણે શોભા પામતાં હતાં. એવા રાજાને દિવ્ય લાવણ્ય-પૂર્ણ સર્વાગવાળી દેવી સરખી, કોયલના સમાન મધુર બોલનારી સુયશા નામની રાણી હતી, તેના ઉદરમાં જન્મ્યો. તે રાત્રે હાથી, વૃષભ, સિંહ વગેરે શ્રેષ્ઠ સ્વપ્નો રાણુએ દેખ્યાં. જાગીને ભર્તારને નિવેદન કર્યા. તેણે પણ પિતાની બુદ્ધિથી રાજયોચિત પુત્રનું ફળ જણાવ્યું, અતિશય સ્નેહ-પૂર્વક તેણે કહ્યું કે, “એ પ્રમાણે હો” પ્રભાતસમય થયે, ત્યારે સ્વપ્નશાસ્ત્ર જાણકાર આઠ નિમિત્તિયાઓને બોલાવ્યા. પુષ્પાદિક દાન આપીને તેમની પૂજા કરી, પ્રણામ કરી તેઓને આ આવેલા સ્વપ્નનું શું ફળ થશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org