________________
જિન-પૂજાનાં શુભ ફલ
[ ૫૫૯
માટે વિશ્વકિરણ સમાન બન્યો. પરિતાપની શાંતિ માટે કુંપળની શય્યા તૈયાર કરાવી, પરંતુ તેવી શીતળ શય્યા પણ દવાગ્નિના ભડકા સમાન તેના દેહને બાળતી હતી. વિદ્યાધર લોકોને તેના અનુરાગની ખબર પડી, એટલે તેઓ શ્રેષ્ઠ વર મેળવવાની ઈચ્છાના કારણે તેને ચીડવવા લાગ્યા કે-શું આ દેવાંગનાના સૌભાગ્યને તિરસ્કાર કરનાર ચતુર દેહવાળી, અપ્રતિમ ગુણવાળી, બેચર લોકોને બહુમાનનું પાત્ર ક્યાં? અને એક રાજપુત્ર, જે માત્ર મનુષ્ય છે, અને સમગ્ર જગતમાં તેનું નામ પ્રસિદ્ધ થયું છે, એવો દેવસેન કયાં? કનકવર્ણ સમાન, કમળમાં વાસ કરનારી એવી માનસ સરોવરમાં રહેલી હંસિકા કયાં? અને વિષ્ટાથી ખરડાયેલ ચંચુપુટવાળો કાગડો કયાં? આમ અનેક પ્રકારે નિંદા કરાતી હોવા છતાં પણ તે પતિને અનુરાગ છોડતી નથી. ત્યારે પિતા-માતા વગેરેને ચિંતા ઉત્પન્ન થઈ કે, જેમ આ પુત્રીને તેના તરફ અનુરાગ છે, તેમ પેલાને પણ આના પ્રત્યે છે કે કેમ તે ભાવ-પ્રેમની પરીક્ષા કરવી યોગ્ય છે.
ત્યાર પછી વિશેષ પ્રકારના સુંદર આકાર યુક્ત તેનું પ્રતિબિંબ આલેખાવ્યું. હવે એક વિદ્યાધર યુવાન બીજા વિવિધ દેશનાં રૂપો તૈયાર કરીને રત્નાવતી નગરીએ લઈ ગયે અને જે વખતે દેવસેના અનેક પ્રકારના ચિત્રામણની વિચારણા કરતો હતો, ત્યારે તેની પાસે અનેક ચિત્રામણનાં ફલકે હાજર કર્યા હતાં અને મિત્રોની સાથે તે ચિત્રો દેખતો હતો, ત્યારે આ યુવાનને પણ ત્યાં લઈ ગયા, તો એકદમ અતિશય વિકસિત નેત્રયુગલથી તે ધારી ધારીને જોવા લાગ્યો અને વિસ્મય પામેલા તેણે પૂછ્યું–
આવું આ રૂપ કોનું છે?” ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યો કે, કેઈક ચંડાલી દેખવામાં આવી, એટલે કૌતુકથી તેનું આ ચિત્રામણ આલેખ્યું છે.
ત્યાર પછી જ્યારે તે સર્વાગે તેનું રૂપ જોવામાં એકાંત આકર્ષિત મનવાળો થયો, ત્યારે ગ્રહને વળગાડ વળગ્યું હોય, તેવા શૂન્યમનવાળો થઈ ગયો. વળી ક્ષણવાર પછી પૂછયું કે, “હે સૌમ્ય! તેં જે હકીકત જણાવી, તે જુદા પ્રકારની પણ હોઈ શકે, માટે સર્વથા જે યથાર્થ હકીકત હોય, તે જણાવ, નક્કી આ હીનજાતિનું રૂપ ઘટી શકતું નથી. આ રૂપ જુદા જ પ્રકારનું છે. રણથળમાં કદાપિ અમૃતવેલડી ક્યાં ય જોવામાં આવી છે ખરી? અથવા તો આ જે હોય, કે તે હોય, પરંતુ “હવે આના વિરહમાં જીવી શકું તેમ નથી.” માટે આનું નિવાસસ્થાન ક્યાં છે? તે કહે. તીવ્ર કામ વિકારથી પરાધીન બનેલા મનવાળા કુમારે આ પ્રમાણે જ્યાં જણાવ્યું, એટલામાં સર્વના દેખતાં જ તે યુવાન અદશ્ય થયો. આ સમયે કુમાર ચિંતવવા લાગ્યો કે, “શું આ અસુર, સુર, કે કઈ બેચર હશે કે, “અમને આમ વિસ્મય પમાડીને અણધાર્યો ચાલ્યા ગયે?” તે યુવાન પણ મણિપતિ રાજા પાસે પહોંચીને દેવસેન સંબંધી જે વૃત્તાન્ત બન્યો, તે સર્વ નિવેદન કર્યો. ત્યાર પછી રાજાએ વિચિત્રમાય નામના એક સિનિકને આજ્ઞા કરી કે, “હે ભદ્ર! દેવસેન કુમારને આ નગરમાં જલદી લાવ.”
જેવી દેવની આજ્ઞા, તે પ્રમાણે હું કરીશ.” એમ માનીને તે તે સ્થાનથી નીકળ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org