SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ ] ઉપદેશપદ-અનુવાદ ૯૫૦–હવે અહિં શંકા કરતા કહે છે કે, આ ત્રણમાંથી પ્રથમનાં બે અનુષ્ઠાને નિશ્ચયનયના અભિપ્રાયથી ધર્માનુષ્ઠાન તરીકે માનવા યુક્તિયુક્ત નથી. શાથી? તો કે, માતા-પિતાદિકના વિનયદિક કરવા, તેમાં સમ્યગ્દર્શન આદિની આરાધના ગણાતી નથી. તથા તેમજ ભવના વૈરાગ્યથી રહિત એવું દેવપૂજદિક વિષયભૂત એ પણ ધર્માનુકાન કેવી રીતે ગણવું? કઈ પ્રકારે ન ગણાય. કારણ કે, ધર્માનુષ્ઠાને પરમાર્થના ઉપગ-સ્વરૂપ હોય છે. માટે એકલું ભાવાભ્યાસ અનુષ્ઠાન જ સ્વીકારવા લાયક છે. (૯૫૦) અહિ ત્રણે પ્રકારનું અનુષ્ઠાન છે, તેનું કોઈ પ્રકારે સમર્થન કરતા જણાવે છે કે ૫૧-વ્યવહારનયના આદેશથી, વિષયભેદના પ્રકારથી અપુનબંધક વગેરેમાં પણ ધર્માનુષ્ઠાન માનેલું છે. હવે જે આત્મા ફરી કઈ વખત કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાને નથી, એવો જે અપુનબંધક જીવ હેય, તે અતિતીવ્ર ભાવથી પાપ ન કરે એવા લક્ષણવાળે અને આદિશદથી અપુનબંધક જીવની જે આગળ આગળની ઉત્તરાવસ્થા, વિશિષ્ટાવસ્થા, માર્ગાભિમુખ, માર્ગ પતિત, અવિરત સમ્યગ્દષ્ટિ અવસ્થા તે પણ અહિં ગ્રહણ કરવી. અહિં તો વ્યવહાર આદેશથી ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનોના વિષયમાં અનુક્રમે આગળ કહીશું, તે ઉદાહરણે જાણવાં. (૯૫૧) તેમાં પ્રથમ ઉદાહરણ વિચારતા ૧૮ ગાથા કહે છે – સતત અભ્યાસ વિષયક ઉદાહરણ– ૯૫ થી ૯૬૮–આગલા ભવમાં જાતિસ્મરણના હેતુઓ સેવનાર એ ગજપુરનો સ્વામી કુરુચંદ્ર નામનો રાજા મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થયો. ત્યાર પછી નરકમાંથી બહાર નીક. લીને; જાતિસ્મરણના હેતુઓ બતાવે છે. માતા-પિતાની વિનયથી સેવા કરવી. તે આ પ્રમાણે જાણવી. “ત્રણે ય સંધ્યા-સમયે તેમનું પૂજન, વગર અવસરે પણ તેમની પાસે જવાની ક્રિયા કરવી, ચિત્તમાં તેમને સ્થાપન કરી રાખવા, તથા રોગી, બીમાર એવા સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકાદિકને ઔષધદાનાદિ, આદિશદથી તેના શરીરની સારસંભાળ, શુશ્રષા, તેના આત્માને સમાધિ થાય, તેવાં કારણો જવાં. તથા જિનેશ્વરાદિકની મૂર્તિઓની નિર્મલતા થાય, તેવાં વિધાનો કરવાં. આ જાતિસ્મરણ થવાના હેતુઓ જણાવ્યા. વળી બીજા સ્થાને આ કારણે જુદાં મળે છે, તે આ પ્રમાણે-બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, સઢેદનું અધ્યયન, વિદ્યા-મંત્રવિશેષથી, સારાં સારાં તીથની આરાધના કરવાથી, માતા-પિતાની સુંદર સેવા–ભક્તિ કરવાથી, ગ્લાનને ઔષધ-દાન આપવાથી, દેવાદિક પ્રતિમાની નિર્મલતા કરવાથી મનુષ્ય જાતિ મરણવાળે થાય છે.” તે કુરુચંદ્ર રાજા નરકમાંથી બહાર નીકળ્યા પછી સાકેતપુરમાં મહેન્દ્ર નામના મોટા રાજાની મહિમા નામની પત્નીની કુક્ષિમાં “સમુદ્રદેવ” નામવાળો પુત્ર થયો. જ્યારે તે યૌવનવય પામ્યા, ત્યારે મંત્રી આદિ રાજ પરિવારને દેખવાથી પૂર્વભવમાં દેખેલે રાજ પરિવાર અહિં અત્યારે યાદ આવ્ય-અર્થાત્ પૂર્વભવ-વિષયક જાતિસ્મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy