SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ગુણોવાળા ધર્મરત્નના અધિકારી [ ૫૩૩ રહેનારા હોય, તેવા આત્માઓની સંખ્યા ઘણું જ અ૯૫ હોય. (૯૧૧) આમાં હેતુ ૯૧૨–જેમ અક્ષુદ્રતા આદિ ઘણુ ગુણ મેળવ્યા હોય, ત્યારે શુદ્ધધર્મ અને ઘણું ધન, ધાન્યાદિ વૈભવ હોય, ત્યારે શુદ્ધરોની પ્રાપ્તિ થાય છે. આમ હોવાથી જે બહગુણ તેમ જ વૈભવથી રહિત હોય, તેમને ગુણરત્ન મેળવવાની પૃહા સ્વમાવસ્થામાં થતી નથી, ચિંતા પણ પ્રવર્તતી નથી. ઘણે ભાગે લોકમાં પિતાની ઈષ્ટ વસ્તુ મેળવવાની ચિંતાનુસાર પ્રવૃત્તિ દેખાય છે. (૯૧૨) વિશેષથી કહે છે – ૯૧૩–શાલિ, ડાંગર, ચોખા, ઘઉં આદિ ધાન્ય, આદિશદથી ભેશે, ગાયો વગેરે, કાપડ, વસ્ત્ર, સુવર્ણ, તેમ જ બીજી વેપાર લાયક અનેક વસ્તુઓના વેપારમાંથી જેની ઈચ્છા ખસી ગઈ છે. તેથી તેઓ તે પદાર્થોની વ્યાપાર-ચિંતાથી મુક્ત થયા છે, એવા તેઓ બંને પ્રકારના રત્નની-ધર્મની ગ્યતાવાળા થયા છે. ધર્મરત્નરૂપ ભાવરત્ન પદાર્થરૂપ દ્રવ્યરત્નના અધિકારી થયા છે. (૧૩) હવે અવળી રીતે ઉલટાવીને કહે છે ૯૧૪–જેઓ પાસે અપધન-ધાન્યાદિક હોય એવા પુણ્યરહિત-દરિદ્રો હોય, ધાન્યાદિક પદાર્થોમાં અભિલાષા રહેલી હોય, તેવા પુરુષો આ ધર્મરત્ન માટે અગ્ય માનેલા છે. આ વાત ઘણી સૂક્ષમ રીતે બે આંખો મીંચીને વિચારવા લાગ્યા છે. (૧૪) આગળની ગાથામાં કહેલ ગુણવૈભવ-તે ધર્મરત્નના અર્થીઓ માટે ધાન્યાદિરૂપ પણે કપીને નિર્દેશ કરતાં કહે છે કે ૯૧૫–અક્ષુદ્રતા અને આદિશદથી રૂપવાળાપણું, સૌમ્યાકૃતિ, જનપ્રિયત્વ, અકુરત્વ, અભીરુત્વ, અશઠવ, દાક્ષિણ્ય, લજજાલુત્વ, દયાલુત્વ આ દશ ગુણરૂપ ધાન્ય છે. માધ્યરશ્ય આદિ ગુણોને વસ્ત્રરૂપ સમજવા અને તે ૧૧ ગુણે છે. મધ્યસ્થવૃત્તિ, સામ્યદષ્ટિ, ગુણાનુરાગી, સત્ય બોલનાર અને સપક્ષવાળો, દીર્ઘદશ, વિશેષજ્ઞ, વૃદ્ધાનુસારી, વિનયવાળે, કૃતજ્ઞ, પરહિત કરનાર, લબ્ધલક્ષ્ય; ઉપર કહેલા એકવીશ ગુણોના યોગથી ધાર્મિક પુરુષનો ગુણવૈભવ માન. જેમાં પ્રથમ કુટુંબના નિર્વાહના હેતુભૂત ધાન્યની જરૂર છે, ત્યાર પછી વસ્ત્રાદિની પ્રાપ્તિ જરૂરી છે. ધાન્ય અને વસ્ત્ર પ્રાપ્ત થયા પછી રનનો વેપાર કરે. તે જ પ્રમાણે અહિં પણ ધાન્યના વેપાર સમાન પ્રથમના અદ્રતાદિ ગુણો અને વસ્ત્ર સમાન માધ્યચ્યવૃત્તિ આદિ અગિયાર ગુણ સર્વ મળી એકવીશ ગુણોરૂપ વૈભવવાળાને આ ધર્મરત્નનો વ્યાપાર સર્વ કલ્યાણ અને ઈચ્છિત સિદ્ધિ આપનાર થાય છે. કહેલા એકવીશ ગુણરૂપ વિભાવવાળે આમાં શુદ્ધ ધર્મરત્નનો અધિકારી થાય છે. (૯૧૫). શંકા કરી કે, પૂર્વોક્ત ૨૧ ગુણો રૂપ વૈભવના યોગે ધર્મરત્નને અધિકારી થાય છે-એમ નિરૂપણ કર્યું, તે શું એક વગેરે ગુણ વગરનાને ધમને અધિકાર નથી? એમ શંકા કરનારને કહે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy