SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ ] ઉપદેશપદ-અનુવાદ કોઈપણ એકનું ઉલઘન કમીને ( ૮૧૦–તીર્થકર ભગવંતના વિહારકાળમાં પણ ઉછુંખલ–પિતાની ઈચ્છા મુજબ પ્રવૃત્તિ કરનારા આજ્ઞાબાહ્ય હતા, તેઓને કદાપિ આ ચારિત્ર પ્રાપ્ત થતું નથી, માટે આ દુષમા કાળમાં પણ પ્રયત્ન પૂર્વક યથાશક્તિ આ ચારિત્રનું પાલન કરવું. (૮૧૦) એટલા જ માટે કહે છે– ૮૧૧–ચારિત્ર આરાધના કરવાથી બુદ્ધિવાળા આત્માએ પોતાની સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરનારા એવા પાસા આદિકના દષ્ટાન્તનું સર્વથા આલંબન ન લેવું. કેવી રીતે ? તે કહે છે-“આ ભરતક્ષેત્રમાં કજિયા કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિ કરનારા, અશાંતિ કરનારા, એવા માથા-મુંડન કરાવનારા ઘણું થશે અને શ્રમણે ઘણા અ૯પ થશે.” એ વચનના આધારે વિચાર કરીને પાસસ્થા વગેરેના દષ્ટાંતોનું અવલંબન કરીને અસંયમમાં પ્રવૃત્તિ ન કરવી. તેવા પ્રકારને અપવાદ સેવવાનો પ્રસંગ ઉત્પન્ન થાય, ત્યારે લાભ-નુકશાન-ગુરુ-લાઘવને વિચાર કરનારા ગીતાર્થ સાધુએ કદાચિત્ તેવી પ્રવૃત્તિ સેવન કરનારા બનવું પડે, તે સૂચવનારું એકાન્ત પદ મૂળગાથામાં જણાવેલ છે. “શાસ્ત્રમાં ઉત્સર્ગો ઘણા વિસ્તારથી કહેલા છે, અપવાદે પણ ઘણા પ્રકારના કહેલા છે. એકેયનું ઉલ્લંઘન કર્યા સિવાય જેમાં ઘણા ગુણયુક્ત અનુષ્ઠાન થાય, તે પ્રકારે આત્મહિતદષ્ટિથી સાધના કરવી. લકત્તર આચાર વિષયમાં આજ્ઞા એ જ ધન માનનારા પુરુષ હોય, તેને જ પ્રમાણભૂત ગણવા. (૮૧૧) શંકા કરી કે, “આગમ, શ્રત, આજ્ઞા, ધારણ અને જીત એમ પાંચ વ્યવહારો કહેલા છે.” એ વચનના પ્રામાણ્યથી આચરિતને પણ પ્રમાણે કહેલું છે, તે પછીએમ કેમ કહેવાય છે કે, “જે આજ્ઞા એ ધન માનનારા હોય, તે પ્રમાણ ગણાય છે.” એમ હૃદયમાં વ્યવસ્થા કરીને કહે છે – ૮૧૨–આચરણ કહેલી છે, તે આજ્ઞાથી અવિરુદ્ધા એટલે વિરોધ વગરની હેય, તેવી ગ્રહણ કરવી-એટલે આગળ કહી ગયા, તેમ જેનાથી દો રેકાય અને જેનાથી પૂ ઉપાર્જન કરેલાં કર્મો ક્ષય પામે–એવા લક્ષણવાળી આજ્ઞા સહિત આચરણ માનેલી છે. એમ હોય તો જ કરવા લાયક પદાર્થોમાં ઉદાહરણ પ્રમાણુ ગણાય. વિપરીતમાં જે બાધક હોય, તે કહે છે. એમ ન હોય તે એટલે કે, આજ્ઞાવિરુદ્ધ આચરણ કરવામાં તીર્થકર ભગવંતની આશાતના, તેમના વચનનો વિલેપ કરેલ ગણાય. તે આચરણ એટલે જીતનું લક્ષણ કહે છે-(૮૧૨) असढेण समाइन्न, जं कत्थति केणती असावज्जं । न निवारियमन्नेहि य, बहुमणुमयमेयमायरियं ॥ ८१३ ॥ ૮૧૩-માયારહિત એવા પુરુષે આચરેલું હોય, જેમ કે, ભાદ્રપદ શુકલ ચતુર્થીના દિવસે પર્યુષણ પર્વની આચરણ કરવા માફક, કઈક ક્ષેત્રમાં, કે તેવા પ્રકારના કાળમાં સંવિગ્ન ગીતાર્થપણું વગેરે ગુણવાળા કાલકાચાર્ય વગેરે તેવા કોઈકે મૂલ અને ઉત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy