SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ ] ઉપદેશપદ-અનુવાદ ધારીને પ્રાણાધિક પ્રિય એવા આપને માટે જયસેનકુમારે કહ્યું છે. જે અમે દેવીને આપ્યું છે. ઘરમાં ક્યાંય મૂકયું હશે” એમ તેઓના બેલતા બેલતામાં તો રાજા મૂછથી બીડાયેલા નેત્રવાળો એકદમ સિંહાસન પરથી નીચે ગબડી પડ્યો. ઠંડો પવન નાખે, એટલે તરત ચેતના આવી, વળી વિચારવા લાગ્યું કે, “વગર વિચાર્યું કાર્ય કરનારા એવા મને ધિકકાર થાઓ. અહ! મારી કૃતજ્ઞતા, અહે! મારા અજ્ઞાનને મહાપ્રકર્ષ, અહ! નિર્ભાગ્યશેખરપણું, અહો ! મારે અત્યંત નિર્દયતાભાવ કેવો ઉગ્ર છે?” એમ વિચારતો શંખરાજા ફરી પણ ભૂમિ પર ઢળી પડ્યો. ફરી શ્વાસ ઠેકાણે આવ્યો, ત્યારે સામંતોએ કહ્યું, “હે દેવ! આમ વગર કારણે અણધાર્યું આપને આ અતિવિષમ આકુલપણું ક્યાંથી ઉત્પન્ન થયું?” એમ જ્યારે ફરી ફરી પૂછયું, ત્યારે કહેવા લાગ્યો કે-“હે લોકો ! ચેર સરખા વક મારા દુશ્ચરિત્રથી હું અપરાધી થયે છું. કારણ કે, મેં વિજયરાજાનું વાત્સલ્ય પણ ગણકાર્યું નથી, જયસેનકુમારની મૈત્રી ઉપર પણ મેં પાણી ફેરવ્યું છે, કલાવતીના સ્નેહને પણ વિસરી ગયે, મેં મારા કુલના કલંકની પણ ચિંતા ન કરી. વળી જેની નજીકના કાળમાં પ્રસૂતિ થવાની હતી, એવી વિજયરાજાની પુત્રીને “અસંભવિત દેષવાળીને દોષવાળી છે” એમ ખોટી કલ્પના કરીને યમમંદિરે મોકલી આપી. તે જેમ અશુચિના ઉકરડાની શુદ્ધિ થઈ શકતી નથી, તેમ મારી પણ હવે શુદ્ધિ થાય તેમ નથી, માટે હું ચાંડાલ માફક શિષ્ટ લોકોને દેખવા લાયક નથી. તમે કાઠે જલ્દી લાવે, જેથી અગ્નિમાં પ્રવેશ કરીને જલ્દી મારા પાપની શુદ્ધિ કરું અને સંતાપથી બની રહેલાં મારાં અંગને શાંતિ પમાડું.” રાજાનાં આવાં અકાલ વિજળી-પાત સમાન વચને સાંભળીને સર્વે પરિવાર લોકો એકબીજાનાં મુખે જેવા લાગ્યા. અરે ! આ રાજા આમ કેમ બેલે છે?—એમ વિલખો બનેલો રાજ પરિવાર ઉભું રહીને એકી અવાજે મુક્તપણે પોકાર કરતે વિલાપ કરવા લાગ્યો. (૨૮૦) “હે આર્ય પુત્ર! તમે આવા નિર્દય થઈને આવું ક્રૂર કાર્ય કેમ કર્યું? આ મહામંડલની શોભારૂપ તે ક્યાં છે? એમ પત્નીએ પૂછવા લાગી. અરે રે ! આ રાજ્યાંગણ પણ તેના વગર શૂન્ય અરણ્ય સમાન જણાય છે. તે સ્વામિ ! તમારો કોપ શાંત કરો. અમારા પર પ્રસન્ન થાઓ અને સ્વામિનીને પાછી લાવો’–એમ પરિવાર કરગરવા લાગ્યો. અરે ! “આ શું થયું છે? આવા પ્રકારના દેવથી બનેલા કાર્યને ધિક્કાર થાઓ.” એમ બોલતા નાગરિકો અને નાગરિકાએ ચારે બાજુ રુદન કરવા લાગ્યા. લોકોના આકંદના ભયંકર શબ્દ સાંભળીને નિષ્કરૂણ જનને પણ કારુણ્ય ઉત્પન્ન કરનારું થયું. આવા પ્રકારના નગરને દેખીને ઉત્સુક ચિત્તવાળે રાજા ફરીથી કહેવા લાગ્યો કે-“અરે. મંત્રીઓ ! કાઠે લાવવામાં આટલો વિલંબ કેમ કરો છો ? શું તમને મારા અંગની બળતરાની ખબર પડતી નથી? આટલું મહાન દુઃખ હોવા છતાં હજુ મારું હદય કેમ ફૂટી જતું નથી?” હવે મંત્રીઓ, પત્ની, સ્વજને સતત રુદન કરતા કહેવા લાગ્યા કે, “હે વિચક્ષણ!આવા સમયે લોહી નીતરતા ઘા ઉપર ક્ષાર નાખી અમારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy