SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ ] ઉપદેશપદ-અનુવાદ થએલ છે. કારણ કે, રૂપ સાંભળ્યું હતું, વળી મને દેખવા મળી, વળી આ અમૃતકૂપિકાએ મારા ઘરમાં આવી પહોંચી. હવે આ નવીન નેહરસથી રોમાંચિત શરીરવાળી બની પોતાની મેળે આવી મારા કંઠને કેમ ઉત્કંઠાથી વળગે? મનુષ્યની સાથે ભોગ ભોગવતાં જ મદનરસનું કારણે ઉત્પન્ન થાય છે, મદનરસ વગર તે મરેલી રમણી સાથે રમણ કરવા બરાબર સુખ ઉત્પન્ન થતું નથી. અથવા તો કાલક્ષેપ કરવો ઉચિત છે, કાળ પાકશે એટલે આ સર્વ કાર્ય સિદ્ધ થશે. “જ્યારે ભૂખ લાગી હોય, ત્યારે કદાપિ ઉંબરફળ પાકી જતાં નથી.” એમ ચિતવીને રાજાએ તરત તે ચારે ય ભાર્થીઓને અંતઃપુરમાં દાખલ કરાવી. શયન, આસન અને મનોહર ભોગેનાં સાધનો સેવક દ્વારા અર્પણ કરાવ્યાં, પરંતુ તે સાધનોને ઝેર સમાન ગણી તેઓ મહાદુઃખ-તાપાગ્નિથી ઝળતી થકી નિર્મલ શીલરત્નને ધારણ કરનારી શુદ્ધ પૃથ્વીતલ ઉપર બેઠી. ત્યાર પછી રાજાએ નિયુક્ત કરેલી અશ્રયુક્ત દાસીઓએ વિનયપૂર્વક તેઓને કહ્યું કે, “હે દેવી! તમો શેકનો ત્યાગ કરો. આજે તો તમારું પૂર્વે ઉપાર્જન કરેલ પુણ્ય–વૃક્ષ ફળીભૂત થયું છે કે, આ અમારા સ્વામી આપના પ્રત્યે અત્યંત અનુકૂળ થયા છે. જેમના પર તેઓ પ્રસન્ન થાય છે, તેમને ચિતામણિ માફક સુખના કારણુ થાય છે અને જે રોષાયમાન થાય છે, તો નક્કી જીવનનો અંત કરનાર થાય છે. તે હવે વિષાદનો ત્યાગ કરીને તેની કૃપાથી ઈચ્છા પ્રમાણે ભોગો ભેગો અને મનના સંતાપનો ત્યાગ કરો, કૃતાર્થ બનેલી તમે હવે નેહપ્રણયભાવ કરો.” આ પ્રમાણે બાલતી દાસીઓને અતિ નિષ્ફર વચનથી તરછોડીને કહેવા લાગી કે, “અરે ! ઉગ કરાવનારી ! તમે અહીંથી બકવાદ કરતી દૂર જાઓ. જે તે રાજા કોપાયમાન થઈને અમારા જીવનને અંત કરશે, તો અમે તેને સુંદર માનીશું. કારણ કે, અખલિત શીલવાળાને મરણ પણ સુખ કરનાર થાય. ભિલે પણ પારકી સ્ત્રીઓને બળાત્કારથી ગ્રહણ કરી ભગવતા નથી, જ્યારે આ કુલની મર્યાદાઓનું ઉલ્લંઘન કરનાર તેઓથી પણ અધમ થયો છે.” આ વગેરે વચનોથી તિરસ્કાર પામેલી દાસીઓએ સર્વ હકીકત રાજાને સંભળાવી. “હે દેવ! સ્ફટિકની નિર્મલ શિલા વિષે કઈ પ્રકારે ચકવાક પક્ષી ઉડીને ચડતું નથી.” (૭૫) તેમને નિર્ણય જાણીને રાજા પણ ખૂબ ચિંતાતુર થયો, સૂર્યતાપથી તપેલ રેતીવાળા પ્રદેશમાં માછલી જેમ તરફડે, તેમ શયનમાં આનંદ પામતો નથી અને આમતેમ પડખાં ફેરવી તરફડવા લાગ્યો. ઘણું કાંટાળા બિછાનામાં રહેલે હાથી સુખેથી નિદ્રા લે છે, પરંતુ હંસની રૂંવાડી સમાન કોમળ શય્યામાં સૂતેલે કામાનુરાગી મનુષ્ય નિદ્રા મેળવી શકતો નથી. ચિંતાગ્નિથી ઝળી રહેલો રાજા વરસની ઉપમાવાળી રાત્રિ પસાર કરીને સૂર્યોદય-સમયે વસ્ત્રાભૂષણની સજાવટ કરી તેઓની પાસે ગયા. તેઓએ તે સમયે ઉભા થવા જેટલો પણ રાજાને આદર ન આયે, લગાર પણ તેના તરફ ઈચ્છા પ્રદર્શિત ન કરી. કુબેર કે ધનપતિ જેમ દરિદ્રને પ્રાર્થના ન કરે, તેમ તેઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy