SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ ] ઉપદેશપદ-અનુવાદ નાગકન્યા છે? આ લક્ષ્મી, ગૌરી, વિદ્યાધરી કે રતિ છે ? દરેક ભવમાં, દરેક દુકાનમાં, દરેક માગમાં, દરેક જળસ્થળોમાં આવાં રૂપતિશયનાં વચને શ્રવણ થતાં હતાં. સમય જતાં વિશુદ્ધ વંશપક્ષ પ્રાપ્ત કરેલ હોવાથી જોનાથી ચંદ્રની જેમ, આ ચંદ્ર પણ રતિસુંદરીના ગે પ્રસિદ્ધિ પામ્યો. કેઈક સમયે કુરુદેશના સ્વામી મહેન્દ્રસિંહને દૂત ચંદ્રરાજા પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે, “મારા રાજાએ આપને સંદેશ મોકલાવી કહેવરાવેલ છે કે, “આપણો અને તમારે દઢ સ્નેહ-રાગ પૂર્વના પુરુષોથી ચાલ્યો આવે છે, તે બીજા મનુષ્યની અપેક્ષાએ અસામાન્ય છે. (૫૦) તે જ સુપુત્રો સારા જમેલા ગણાય કે, જેઓ પોતાના વંશના અગ્રભાગ ઉપર રાખેલી દવા, ચાહે તે ખરાબ પ્રચંડ વાયરો વાય, તે પણ વંશ(વાંસ)ને છેડતી નથી, તેમ વંશ-પરંપરાથી ચાલ્યો આવતો નેહ પણ છોડતા નથી. સમુદ્ર અને ચંદ્ર, મેઘ અને મેર, સૂર્ય અને કમલ દૂર રહેલા હોવા છતાં સ્વીકારેલ વસ્તુથી વિરુદ્ધ ચાલતા નથી–અર્થાત્ દૂર રહેવા છતાં પરસ્પરનો સ્નેહાનંદ નભાવી રાખે છે. તમે તે અગણ્ય સૌજન્ય વહન કરે છે, તેથી તમને વધારે શું કહેવું? જે કંઈ પ્રયજન કહેવાનું, તે સર્વ તમેને નિવેદન કરવું જ જોઈએ. ખાસ તો તમોને એ કહેવાનું છે કે, “તમોએ હમણાં નવોઢા રતિસુંદરી પ્રિયદેવી સાથે લગ્ન કર્યા છે–એ સમાચાર અમે સાંભળ્યા છે, તે તેને અમારે ત્યાં પોણા તરીકે મોકલી આપે, જેથી અમે તેનું યોગ્ય સન્માન કરીએ. જે સ્વજન તરફ નેહ ધરાવતા હોય, તેને તેની પત્ની પણ ગૌરવનું સ્થાન હોય જ. જે કારણથી પુત્ર તરફ સ્નેહનો પક્ષપાત હોય, તો તેનું વસ્ત્ર-ઢીંગલી પણ પ્રિય જ હોય છે. તે દૂતવચન સાંભળીને ચંદ્રરાજાએ કંઈક હાસ્ય કરતાં પ્રત્યુત્તર આપ્યો કે, જેમણે નેહ ઉત્પન્ન કરેલ છે, એવા સજજનો સર્વ કેઈને વલ્લભ કેમ ન હોય ? સજજન પુરુષ હોય, તેમનામાં ભક્તિ, પરોપકાર, ઉત્તમ શીલ, સરળતા, પ્રિયવચન બોલવાપણું, દાક્ષિણ્ય, વિનયવાળી વાણું આ ગુણો તે સ્વાભાવિક હોય છે. માટે હે ફત ! તારા રાજાએ અમારા ઉપર સંદેશે તે ગ્ય જ મોકલાવ્યો છે. ઉત્તમ યશવાળા સજજન પુરુષો પોતાના કુલની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી, તો હવે અમારા તરફથી પણ તેમને કહેવું કે, “અત્યારે દેવીને મોકલવાનો કઈ અવસર નથી. તમારા સ્નેહ તો વાણના વિલાસથી અમે બરાબર કળી લીધો છે. બાહ્યનેહ બતાવવાથી સયું, જે માટે પંડિત પુરુષે કહે છે કે – મૂખ પક્ષીઓ નેહરહિત બાહ્ય (કણ) દાનથી (જાળમાં) બંધાય છે, જ્યારે સમજુ પંડિત પુરુષોને સદ્ભાવવાળાં વચનો સિવાય બીજા બંધન હોતાં નથી. હજાર વચન કરતાં પણ નેહવાળી એક અમીનજર ઘણી ચડી જાય છે, તેના કરતાં પણ સજજને મનુષ્યને સદભાવ ક્રેડગણે વધી જાય છે. ફરી દૂત કહે છે કે, “અમારા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy