SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મરુચિ મુનિ, નાગશ્રી (સુકુમાલિકા, દ્રૌપદી) . [ ૪૧૫ નદીને તરવા લાગ્યા, પરંતુ જ્યાં નદીના મધ્યભાગમાં આવ્યા, એટલે ખૂબ થાકી ગયા. ત્યાં ગંગાદેવીએ સ્થાનની રચના કરી, થોડો સમય વિશ્રાંતિ લઈને પછી ચાલવા લાગ્યા. કિનારે પહોંચીને પાંડવોને દેખ્યા, એટલે તેમને કહ્યું કે, “અરે પાંડવો ! તમે ઘણા બળવાન છે કે, કષ્ટ વગર નદીનો પાર પામી ગયા, મને કિનારે પહોંચતાં અત્યંત પરિશ્રમ ઉત્પન્ન થયે, મહામુશીબતે હું નદી પાર પામી શક્યો. “હે સ્વામી! અમે તે નાવડીથી ગંગા ઉતર્યા છીએ, પરંતુ તમારું સામર્થ્ય કેટલું છે? તેની પરીક્ષા કરવા માટે કૌતુકથી આ નાવડી અહિં સ્થાપન કરી રાખી છે. ત્યારે અગ્નિ-સમાન ભયંકર કે પાટોપ કરીને કૃષ્ણજીએ તેમને કહ્યું કે, “મારી પરીક્ષા તમારે આ સમયે કરવાની હતી! ધિક્કાર થાઓ તમારા આ ચરિત્રને. જે વખતે યુદ્ધના મોખરે પદ્મનાભને પરાભવ કરી નિતેજ કર્યો, તેમ જ અપરકંકાને ભગ્ન કરી, તે સમયે મારી પરીક્ષા ન કરી? અતિ ઉગ્ર લોહદંડ વડે રોષથી તેણે તેમના રથે જેમ તેમ ચૂરેચૂરો કરી પરમાણુ સરખા કરી નાખ્યા. પિતાની સેના-પરિવાર સહિત કૃણે તેમને દેશનિકાલ કર્યા. તેઓએ ગજપુર પહોંચીને પાંડુપિતાને સર્વ વૃત્તાન્ત જણાવ્યું. તેણે પણ તરત કુન્તીને કૃષ્ણ પાસે મોકલાવી અને કહ્યું કે, જે પ્રકારે કૃષ્ણ પ્રસન્ન થાય, તેમ પ્રયત્ન કરવો. ઘણું સ્નેહ-પૂર્વક તેવાં તેવાં વચનોથી પ્રાર્થના કરવા છતાં તેને રોષ ઓછો ન થયો, ત્યારે કુંતીએ પૂછયું કે, “અર્ધભરત તે તમારે આધીન છે, તો અમારે ક્યાં જવું? તે તું જાતે કોમલ મન કરીને જણાવ.” એટલે કૃષ્ણ દક્ષિણસમુદ્રના કિનારે જવા જણાવ્યું. ત્યાર પછી હસ્તિનાપુરથી પરિવાર સહિત ત્યાં ગયા અને રહ્યા. “પાંડુમથુરા” નામની નગરી “કાંચી એવા બીજા નામથી પ્રસિદ્ધિ પામી. તેઓ ત્યાં વિપુલ ભોગભાજન બન્યા અને સુંદર રીતે રાજ્યભાર વહન કરવા લાગ્યા. હવે કઈ વખત દ્રૌપદી સમર્થ ગર્ભવાળી બની. નવ માસ વીત્યા પછી ઉદાર રૂપ ધારણ કરનાર, સુકુમાલ હાથપગવાળા, નિરોગી શરીરવાળા પુત્રને જન્મ આપ્યો. બાર દિવસ ગયા પછી પાંચ પાંડવોને પુત્ર હોવાથી આનું “પાંડુસેન” નામ પાડયું. (૩૨૫) યોગ્ય કાલે અતિનિર્મલ બહોંતેર કળાઓ ભણ્યો. એમ કરતાં ભોગ-સમર્થ બન્ય, જેથી યુવરાજપદનો અભિષેક કર્યો. હવે કઈક સમયે ત્યાં સમુદ્રના મધ્ય સરખા ગંભીર માનસવાળા, ભકમળોને પ્રતિબંધ કરવા માટે સૂર્ય સમાન સરળ પરિણામવાળા એક સ્થવિર આચાર્ય ભગવંત સમવસર્યા, નગરલોકો તથા પાંચે પાંડવે તેમને વંદન કરવા માટે નીકળ્યા. તેમને ધર્મ સંભળાવ્યો, એટલે પાંચે પ્રતિબોધ પામ્યા. ભાલતલ પર બે હાથ જોડી અંજલિ કરવા પૂર્વક પાંચે પાંડવો વિનંતિ કરવા લાગ્યા કે–“ દ્રૌપદીના પુત્રનો રાજ્યાભિષેક કરીને અમે આપના ચરણ-કમળમાં મહાવ્રત અંગીકાર કરીએ.” પુત્રને રાજ્યાભિષેક કરીને દ્રૌપદીદેવી સાથે પાંચેએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. શાંતિ આદિ ગુણોની રાજધાની સરખા તેઓ શ્રમણ બન્યા. દ્રૌપદી સુવ્રતા નામની આર્યાની શિષ્યા બની. મેક્ષ મેળવવવાના કારણભૂત એવાં સર્વ અંગેને ક્રમસર અભ્યાસ કર્યો. છઠ્ઠ–અઠ્ઠમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy