SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) પારિઝાપનિકા સમિતિ ઉપર ધર્મરુચિમુનિ-કથા [ ૪૦૧ તે તું નક્કી સંપૂર્ણ પુણ્યશાળી બનેલો છે. હે જીવ! જગતમાં ઈન્દ્રપણાની પ્રાપ્તિ સુલભ છે, પરંતુ નિવૃતિસુખના કારણભૂત જિનધર્મની પ્રાપ્તિ ઘણી જ દુર્લભ છે. (૨૫) માટે જિન ધર્મને આગળ કરીને, પાપકાનો ત્યાગ કરીને પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. કારણ કે, ફરી આ ક્ષણ મળ દુર્લભ છે, આ પ્રમાણે હિતશિક્ષા પામેલો આત્મા હંમેશાં ભવવિરક્ત ચિત્તયુક્ત બનીને કદાપિ જિનમત છોડવાની ઈચ્છા ન કરે. કમલ-સમાન ઉજજવલ શીલની શોભા અને સુગંધીવાળા, ભુવનના બંધુ એવા ગુણી મુનિવરોની હંમેશા આદરપૂર્વક આરાધના કરવી. દઢપણે ગુણમાં આરૂઢ થયેલો એવો જીવ જે અહિં સાધુસમાગમથી રહિત થાય તો ગુણને વિનાશ પ્રાપ્ત કરનાર થાય છે, માટે તેમના સમાગમ માટે પ્રયત્ન કરે. સિદ્ધાંતોને ધારણ કરનાર વિશુધ શીલાંગોના સંગથી સૌભાગી એવા ઉત્તમ મુનિઓ કદાચ દૂર રહેલા હોય, તો પણ મનમાં તેમનું સ્મરણ કરવું. મંત્ર-રહિત સ્નાનની માફક નિર્જીવ દેહની ક્રિયાની જેમ મૃતબહુમાન વગરનું અનુષ્ઠાન શૂન્ય માનવું. તેમાં પ્રથમ સૂત્ર ભણવું, ત્યાર પછી તેના અર્થ સાંભળવા, સૂત્ર વગરનું શ્રુતજ્ઞાન અપકવફલ-ભક્ષણ-સમાન નિરસ સમજવું. જેના અર્થ જાણ્યા નથી, એવા પ્રકારનાં ઘણાં સૂત્રો ભણ્યા હોય, તે સુકકી શેરડી ચાવવા માફક કાર્ય સિદ્ધિ કરનાર થતું નથી. ભણ્યા પછી તેનું આચરણ ન કરનાર એવા શાસ્ત્રના પંડિત જ્ઞાનની પ્રરૂપણ કરે છે, પરંતુ દુર્ભા સ્ત્રીને ઘણાં આભૂષણે ભારરૂપ થાય છે, તેમ આચરણ વગરનું જ્ઞાન ભારરૂપ થાય છે. અતિ પ્રશસ્ત પરમાર્થ સ્વરૂપ છે. ભવરૂપી વ્યાધિની ચિકિત્સાના શાસ્ત્રસ્વરૂપ જિનવચન હંમેશાં ભણવું, સાંભળવું અને આચરવું. ભવનું સ્વરૂપ એ પ્રમાણે ભાવવું કે, શરદના આકાશવિભ્રમ સમાન જીવિત, યૌવન, પ્રિયસમાગમ આદિ ક્ષણમાં દેખતાં જ નાશ પામવાના સ્વભાવવાળાં છે. પ્રચંડ વાયરાથી ઉત્તેજિત મોટા ભડકાવાળા અગ્નિની વાળાથી સળગતા ઘર સમાન ભવમાં વાસ કરવા ક્ષણવાર પણ હવે હું સમર્થ નથી. જેમ દુર્જન પુરુષનો સંગ નુકશાન કરનાર, દુઃખના છેડા વાળ થાય છે, તેમ સંસારમાં દેવતાઓના સુખના પરિણામ દુઃખના છેડાવાળા હોય છે. અહિં સમગ્ર પ્રશસ્ત વસ્તુના વિસ્તારથી સકુરાયમાન પ્રભાવવાળો શરુ અને છેડામાં સુંદર પરિણામયુક્ત હોય, તેમ જ સમર્થ હોય તો એક માત્ર જિનેશ્વરે કહેલો ધર્મ જ છે. માટે જે ન મેળવ્યું હોય તો તેને મેળવ. જે તેને મેળવ્યું હોય, તેનું પરિપાલન કરતા હે, તે તેમાં વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરે. તેઓ ધન્ય છે કે, જેઓ અસંખ્ય લાખ સંખ્યાવાળાં તીહણ દુઃખોનો અંત લાવનાર એવા વચનોપદેશ-ઔષધને પ્રાપ્ત કરે છે.” ત્યાં આગળ અનેક પ્રાણીઓ પ્રતિબંધ પામ્યા અને પિતાના ઘરે પાછા ફર્યા. આ પ્રમાણે બેધ પામ્યા પછી કેટલાક કાળે ધર્મરુચિ તે ખરેખર નામથી અને ગુણથી સાચા ધર્મરુચિ અનગાર છે. માસક્ષપણના પારણાના દિવસે પ્રથમ પિરિસીમાં સ્વાધ્યાય કરવામાં તેમનું મન અક્ષીણ પ્રવૃત્તિવાળું હતું. બીજી પિરિસીમાં ધ્યાનયોગ કરીને, ત્રીજી પિરિસીમાં પાત્ર-પડિલેહણાદિક વિધિ કરીને ઈસમિતિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy