SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ] ઉપદેશપદ–અનુવાદ ચંદન સમાન માનતા, મેં તેમના માટે જે કંઈ પ્રમાદ આચર્યો હોય, તેનું “ મિચ્છા મિ દુકકડું” થાઓ-એમ બોલતા હતા. વળી આ સમતાધારી મુનિવર વિચારતા હતા કે, ગામમાં પહોંચીને આ મુનિને સમાધિ થાય, તેવા કયા અન્ન-પાન, ઔષધ વગેરે લાવું ?” દેવે તે તેના ભેજનમાં ભંગ પડાવ્ય, નિર્દોષ પાણીની એષણમાં જાણી જેઈને વિઘાતે ઉભા કર્યા, આક્રોશ વચન સંભળાવ્યાં. તેનાથી બને તેટલું સાધુને સમતાગુણ હરાવવા પ્રયત્ન કર્યો, પરંતુ સમતાના સમુદ્ર એવા આ સાધુને ક્ષેભ પમાડવા તે દેવ સમર્થ ન થયો, ત્યારે તે દેવ તે મુનિની સ્તુતિ કરવા લાગ્યું કે, “ખરેખર તમારે જન્મ સફળ છે, જીવિત પણ સફળ છે વગેરે વચનોથી પ્રશંસા કરીને દેવ પિતાના સ્થાને ગયો. નદિષેણમુનિ પિતાના ઉપાશ્રયે પાછા આવ્યા. ગુરુ સમક્ષ જે બન્યું હતું, તેની આલોચના કરી, એટલે ગુરુએ ધન્યવાદ આપીને તેની પ્રશંસા કરી. હવે ચાલુ અધિકાર સાથે આ વાતને જોડતા કહે છે કે, “જેમ નંદિપેણ મુનિએ પાણીની એષણાશુદ્ધિનો વિનાશ ન કર્યો, તેમ સાધુએ અદીનભાવથી સૂત્રોગના અનુસારે હંમેશાં એષણા–સમિતિમાં પ્રયત્ન કરો.” (૬૩૯) પ્રસંગોપાત્ત નંદિણ મુનિનું આગળના ભવનું ચરિત્ર કહે છે – ત્યાર પછી નદિષેણ મુનિએ પિતાના અભિગ્રહને અખંડિતપણે પૂર્ણ કરી સાધવાનું કાર્ય સાધી લીધું. મૃત્યકાળ પ્રાપ્ત થયે, ત્યારે સુંદર મનોહર ભાવના ભાવવા લાગ્યા કે, “જીવે જે કઈ દુષ્કર્મ કર્યા હોય, તે અવશ્ય ભોગવવાં જ પડે છે. હું એમ માનું છું કે, “મારા જેવું દુર્ભાગપણે બીજા કોઈને મળ્યું નહિં હશે કે જેવું મને હતું –એમ વિચારી મૂઢે આ પ્રકારનું નિયાણું કર્યું -“મેં આ મારા જીવનમાં જે તપ કર્યું છે, તેનું ફલ હું આવતા ભવમાં સમગ્ર સૌભાગ્ય-સમૂહના શેખરરૂપ આકૃતિને ધારણ કરનારે થાઉં”—એવા પ્રકારના સંકલેશથી કરેલા તપનું અ૮૫ સાંસારિક ફલ માગી લીધું. તેની આલોચના, પ્રતિકમણાદિ ન કર્યા અને મૃત્યુ પામ્યો, એટલે વૈમાનિક દેવ થયા અને ત્યાં ઘણા કાળ સુધી રહ્યો. ત્યાં આયુષ્ય પૂર્ણ થયું, એટલે ત્યાંથી ચ્યવને આ જ ભારતમાં ઉત્તમ પ્રસિદ્ધિ પામેલા સમૃદ્ધિવાળા લોકોથી વસેલી હોવાથી સુંદર, મેરુપર્વત સમાન દેવોનાં ભવને સરખા આકારવાળા સુંદર મહેલો પગલે પગલે જેમાં શેભી રહેલા હતા, તેવી શૌરિપુર નામની નગરીમાં અતિશય વૈરરૂપી વિષસ્વરૂપ એવા શત્રુરૂપ સર્પોનો નાશ કરનાર, અનેક કુલકટિવાળા નકુલ (નળિયા)ની આકૃતિવાળા યાદથી પરિપૂર્ણ તે નગરીમાં હરિવંશના મસ્તકના રત્ન-સમાન અન્ધકવૃપિણ રાજાની શ્રેષ્ઠ પત્નીના ગર્ભમાં તે ઉત્પન્ન થયે. ઉત્પન્ન થયેલો દેહદ પૂર્ણ કર્યો, નવ મહિના પૂર્ણ થયા, એટલે દેવીએ તેને શુદ્ધતિથિમાં જન્મ આપે. સમુદ્રવિજય વગેરે દેવતાના આકારને ધારણ કરનારા, સૌભાગ્યરૂપી મણિ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy