SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ગબર વણિક [ ૩૭૯ સમયમાં આ પ્રમાણે કરવું–જે પેટીમાં તાંબાની કરંડિકા અને તેમાં આલેખેલ એક ચટ્ટક છે, તેમાં લખેલું હતું કે, “ગૌતમ નામના દ્વીપમાં ઉકરડાનો કચરો-ખાતર પાથરવું. તેમ કરવાથી ખાતરની ઉષ્ણતાથી ૨નતૃણ ચરનાર ગાયોનાં દર્શન થશે. તે ગાયનાં છાણથી રત્નો થશે.”તેમ પટ્ટકમાં લખેલું હતું. આ લખાણ જાણ્યા પછી નગરના ત્રણ-ચાર માર્ગો ઉપર અને સર્વ જગ પર બોલવા લાગ્યો કે, “બુદ્ધિ છે, પણ વૈભવ નથી.' આને કંઈ વળગાડ લાગ્યો છે–ગાંડો થઈ ગયો છે”—એમ ધારીને લોકોએ તેની અવગણના કરી. આ વાત રાજાના સાંભળવામાં આવી, એટલે તેને બોલાવ્યો. વૈભવ લઈ જા, લાખ સોનામહોરો ગ્રહણ કરી. ગૌતમદ્વીપ લઈ જનાર નિર્ધામક સાથે લીધો. વહાણમાં કચરો-ખાતર ભર્યું. આમ કરવાથી લોકો તેની મશ્કરી કરવા લાગ્યા કે, “ગાંડો થયો છે અને હજુ વેપાર કરે છે.” તે દ્વીપે ગયો. કચરે ત્યાં ઉતાર્યો, ત્યાં તેવી ગાયનાં દર્શન થયાં. વહાણમાં તે ગાયોનું પુષ્કળ છાણ ભર્યું. વળી પાછો પોતાના નગરે આવ્યો. રાજાને મળ્યો, બીજા દ્વીપોમાંથી શું લાવ્યો? “હે દેવ ! ગોબર-છાણ લાવ્યો છું.” ત્યારે તેનું શુક-જગાત-કર માફ કર્યો. “આપની મહાકૃપા” લોકો મશ્કરી કરવા લાગ્યા કે, “લાવી લાવીને છાણ લાવ્યો.” એમ કરી છાણ ઘરમાં પ્રવેશ કરાવ્યું. સમય થયે, એટલે ગાયના છાણના પિંડાને સળગાવ્યા, એટલે તેમાંથી રને પ્રગટ થયાં. રને વેચીને અન્નાદિને પરિભેગ કરવા લાગ્યો. વળી લોકોને પૂજ્ય બન્યા. લેકના હાસ્યની અવગણના કરીને જે કાર્યનો નિશ્ચય કર્યો હતો, તેમ જીવે પણ લોકોની અવગણના કરીને કરવા લાયક ધર્મ કરવાનો નિશ્ચય કરવો જોઈએ. પટ્ટક સરખી ભગવંતની આજ્ઞા, એ પ્રમાણે ધર્મ વિષયમાં સર્વ પેજના કરવી. પિતૃસ્થાનીય ગુરુ, મશ્કરીના સ્થાન સરખા અજ્ઞાની બીજા મતવાળાઓ, ગૃહસ્થાનીય પિતાના અભિપ્રાયનું જ્ઞાન લોકોમાં પ્રકાશિત કરવું. રત્નસ્થાનીય ધર્મ. આવા પ્રકારના ગોબર વેપારી સરખા જીવોને ધર્મ આપવો. કોણે આપે ? તે કે પરહિત કરવા તૈયાર થયેલા ગુરુએ, નહિંતર આ જગતમાં આવાને ધર્મ ન અપાય, તે આત્મભરી-એકલપેટે કહેવાય. ઈશ્વરની જેમ. તે આત્મભરી પણું અનુચિત કહેવાય, (૫૭૦) આ પ્રમાણે શ્રીમતી તેને અભિપ્રાય જાણીને તેને સાધ્વી પાસે લઈ ગઈ. કેમ? તો કે, તને સમજાવવું કલપે, પરંતુ વ્રત આપવાનો અધિકાર મારો નથી, પરંતુ સાધુસાવીનો તે અધિકાર છે. ઉપાશ્રયે ગયા, મેટાં સાધ્વીજીએ ઉચિત રીતે તેને બોલાવ્યા. દાનાદિ ચારભેદવાળો ધર્મ કહ્યો. કર્મ પાતળાં થવાથી સમાને તે ધર્મ પરિણમ્યો. ત્યાર પછી વિધિપૂર્વક અણુવ્રતનું ગ્રહણ-પાલન કરવા લાગી. સોમાએ પોતાના માતાપિતાદિક ગુરુવને જણાવ્યું, એટલે તેઓને અપ્રીતિ થઈ. તેઓએ કહ્યું કે આ ધર્મનો ત્યાગ કર.” સોમાએ કહ્યું કે-જ્યાંથી લીધો છે, ત્યાં ગુરુ પાસે જઈને છોડ જોઈએ. એટલે વડીલોને ગુરુ પાસે લઈ જવા લાગી. ચતુર સોમાએ વિચાર્યું કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy