SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ ] ઉપદેશપદ-અનુવાદ લાલ ગેરુ રંગથી તેના શરીરને વિલેપન કરાવવું, મસ્તક ઉપર તૂટેલા સૂપડાનું છત્ર ધરાવવું, ગધેડા ઉપર બેસાડવો, આગળ મોટા ખરા ઢાલ જેરથી પીટાવવા-વગડાવવા, કાજળથી મુખ રંગવું, ગળામાં ફૂટેલા કેડિયાની માળા પહેરાવવી, માર્ગમાં લઈ જાવ, ત્યારે ઉઘેષણ કરવી કે, “બીજે કઈ આ અપરાધ કરશે, તો તેને પિતાના દુશ્મન રિત્રનું આવું ફળ મળશે.” કાનને દુઃખ આપનાર આ વૃત્તાન્ત મનેરમાએ સાંભળે અને વિચાર્યું કે, “આ મહાનુભાવ આવું કાર્ય સ્વપ્નમાં પણ ન કરે. જે મેં અને મારા પતિએ આજ સુધીમાં અખંડ શીલનું સેવન કર્યું હોય, તે મારા પતિ અક્ષતપણે આ સંકટનો જલદી પાર પામે.” –એમ વિચારીને પ્રવચન–દેવતાની આરાધના કરવા માટે નિશ્ચલ શરીરને કાઉસગ કર્યો. વધ્યસ્થાનમાં પહોંચેલા સુદર્શનને પ્રવચનદેવીએ ઓળખે. સુદર્શન શેઠ તે પોતાના કર્મનું ફળ ચિતવે છે, પરંતુ બીજા કેઈને દેષ આપતા નથી. મેં પૂર્વભવમાં કેઈને ખોટું કલંક આપ્યું હશે, તેનું ફલ મને અત્યારે ઉદયમાં આવ્યું હશે.” જે વખતે શેઠને શૂળી ઉપર આરોપણ કર્યા, તે જ ક્ષણે તે મણિ-સમૂહથી જડેલું કુરાયમાન તેજવાળું સિંહાસન બની ગયું. ત્યાર પછી તેના ખભા ઉપર તલવારનો પ્રહાર કર્યો, તે પણ તેના ગળામાં માલતી-પુષ્પોની માળા બની ગઈ. જે વૃક્ષશાખાનું અવલંબન કરી દેરડું ગળામાં ફાંસારૂપે બાંધેલું હતું, તે પણ નિર્મળ મોટા મુક્તાફલયુક્ત હાર તરત થઈ ગયે. રાજપુરુષો અને વધભૂમિના સેવકો છે જે તેને પ્રતિકૂળપણે શિક્ષા કરે છે, તે તે સર્વે તેને અનુકૂળપણે પરિણમે છે. તે પુરુષોએ કઈ વખત પૂર્વે ન દેખેલ અને નહિં સાંભળેલ સર્વ વૃત્તાન્ત ભય પામતાં પામતાં રાજાને નિવેદન કર્યો અને કહ્યું કે, “હે દેવ ! આ શિક્ષા માટે ગ્ય નથી. આ તે કેઈ બીજા પ્રકારનો દેવી પુરુષ જણાય છે, તેની હીલના-લઘુતા કરવી ઠીક નથી. જે એ વિફરશે, તો સર્વનો વિનાશ થશે.” “નક્કી દુર્જનના ચરિત્રનું આચરણ કરનારી મારી રાણીએ ખોટું કલંક ચડાવ્યું જણાય છે, માટે તે ખમાવવા લાયક છે.” –એમ ચિંતવીને ચતુરંગ સેના-સહિત નગરલોકથી અનુસરતા માર્ગવાળો વિનયથી નમી રહેલા મસ્તકવાળો દધિવાહન રાજા જયકુંજર નામના હાથી પર બેસીને ત્યાં ગયો અને પોતાની સાથે હાથી ઉપર બેસાડીને નગરના મધ્યભાગમાંથી જેટલામાં લઈ જવાય, ત્યારે લોકોની પ્રશંસાના શબ્દો ઉછળ્યા. “મંથન કરેલા ક્ષીરસમુદ્રના ફીણ સરખા ઉજજવલ શીલયુક્ત જેનું ચરિત્ર છે, એવા મનુષ્યને કઈ દિવસ સ્વપ્નમાં પણ કલંક લાગે ખરું? આવા કાળમાં પણ, આવા પ્રકારના સંકટ સમયમાં સર્વાગથી ડૂબી ગયેલ હોવા છતાં પણ મહાપુણ્ય અને સત્વશાળી પાર ઉતરી જાય છે, તો શીલનું ફળ પ્રત્યક્ષ અનુભવાય છે. તે આજે પિતાનું કુળ ઉજાળ્યું, દેશાન્તરોમાં કીર્તિ ફેલાવી, સજનનો માર્ગ ખુલ્લો કર્યો.” –આવા પ્રકારનાં સજજન લોકો વડે બેલાતાં વચન શ્રવણ કરો અને મસ્તક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy