________________
૨૭૪ ]
ઉપદેશપદ- અનુવાદ
- વૈધ-આ સિદ્ધિને માર્ગ છોડીને તું પણ કેમ ભવ-માર્ગમાં ઉતર્યો? ફરી કઈ દેવકુલિકામાં એક યક્ષની પ્રતિમા બતાવી. જયારે તેની પૂજા કરવામાં આવતી હતી, ત્યારે તે અધમુખી થઈ જલ્દી નીચે પડતી હતી. વળી પાછી તેને ઉપર સ્થાપન કરતા હતા, તો પણ પાછી નીચામુખવાળી થઈ નીચે પડતી હતી.
અહદત્ત-અરે ! આ તે ઘણી વિપરીત જણાય છે કે-આમ ચેષ્ટા કરે છે.
વૈદ્ય–સકલ લોકોને પૂજનીય પ્રવજ્યાનો ત્યાગ કરીને જે પાપવાળા ગૃહકાર્યમાં જોડાય છે, તે તેનાથી વિપરીત કેમ ન ગણાય? દેવે ફરી દુગધી ખાડામાં ભુંડ વિકર્થીને શાલિધાન્યને છોડીને તે અતિઅનિષ્ટ વિષ્ટાયુક્ત ભોજન ખાતો દેખાડ્યો.
અહંદુત્ત-આ ભુંડ અતિ કુત્સિત પ્રકૃતિવાળે છે કે, જે આ પવિત્ર આહાર છોડીને આવા પ્રકારનું અતિ અનિષ્ટ વિષ્ટાનું ભોજન કરે છે.
વૈદ્ય–તું તે એના કરતાં પણ ભંડો છે, કારણ કે, “આવા ઉત્તમ સંયમને છેડીને દુધ મારતા અશુચિ ચરબી, આંતરડા, માંસ, મૂતર વગેરે ભરેલી મશકસમાન સ્ત્રીઓમાં રમણતા કરે છે ! ફરી એક બળદ વિકુઓં, તેની પાસે ઉંચી જાતનું સુગંધી ઘાસ વિકુવ્યું. તે બળદે આ સ્વાદિષ્ટ સુગંધી ઉત્તમ જતિનું ઘાસ ખાવાનું છોડીને અતિ ઊંડા કૂવાના મોટા કિનારા પર ઉગેલા અતિતુચ્છ સ્વાદ વગરના દૂર્વાકુરને ખાવાની ઈચ્છાથી તે તરફ મુખ કર્યું. તેમ જ તેની આગળ સ્થાપેલું સુયોગ્ય ઘાસ બે એષ્ટિથી બળદ કૂવામાં ફેંકતો હતો.
અહંદુત્ત–ખરેખર સાચે જ આ પશુ છે, નહિતર આવું સુંદર સહેલાઈથી મળેલું છોડીને અતિતુચ્છ કુરની કેમ અભિલાષા કરે ?
- વેધ–આ પશુ કરતાં પણ તું મહાપશુ સરખે છે. કારણ કે, સુખના એકાંત ફળ મળવાનો નિશ્ચય હોવા છતાં આ ચારિત્રનો ત્યાગ કરીને નરકાદિક દુઃખ આપનાર ફળવાળા વિષયસુખમાં તું રાચી રહેલ છે. આ પ્રમાણે પગલે પગલે વારંવાર નિપુણતાથી પ્રેરણા આપતા તેના વિષે શંકા થવાથી પૂછયું કે, “તું મનુષ્ય નથી.” “હવે આને સંવેગ થયો છે”—એમ જાણીને તેને પૂર્વભવ સંબંધી સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો. તેને બેથિલાભ પ્રાપ્ત થાય, તે માટે વૈતાઢ્ય પર્વત ઉપર તે દેવ લઈ ગયો અને સિદ્ધકટમાં આગળ સ્થાપેલ કુંડલયુગલ બતાવ્યાં. તે જ ક્ષણે જાતિસ્મરણ જ્ઞાન થવાથી પ્રતિબંધ પામ્યો અને ભાવથી દીક્ષા અંગીકાર કરી. અતિ ક્ષમાવાળે, ઇન્દ્રિયનું દમન કરનારે, ગુરુભક્તિ કરવામાં તત્પર બન્યા. ઉત્તમ પ્રકારની ઉછળતી શ્રદ્ધાવાળા તેણે ઘણા પ્રકારના શ્રતનો અભ્યાસ કર્યો. અપૂર્વ – અપૂર્વ અભિગ્રહ કરવામાં હંમેશાં તે પ્રયત્નશીલ બને. આવા પ્રકારનું સુંદર ચારિત્ર પાળીને અંત સમયે સર્વથા શલ્યરહિત બનીને શરીરની અને કષાયની સંખના કરીને અર્થાત્ બંને પાતળા-દુલ બનાવીને શુદ્ધસમાધિ-સહિત મૃત્યુ પામી ત્યાંથી વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં પણ ચિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org