SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ માયાવી દહન, અહંદુદત્ત-કથા [ ૨૬૭ માયા કરેલી હતી, તેથી તેને વિપરીત રૂપ ઉત્પન્ન થાય છે. ઘણે ભાગે સર્વ ક્રિયાઓમાં આ માયા પાછળ-પાછળ જનારી છે. નાટ્યવિધિ-ન્યાયથી કેટલાક ભવ સુધી માયાનું ફળ તેને અનુસરશે. કહેવાને ભાવ એ છે કે–બાધિને વિપર્યાસ થયો હોય તે આ ભવમાં શ્રદ્ધાને ફેરફાર થયો હોય તો અનેક ભવમાં બધિનો વિપર્યાસ-મિથ્યાત્વ સાથે ચાલ્યું આવે અને ક્રિયામાં વિપર્યાસ થાય, તે ક્રિયામાં અનેક જન્માંતરમાં વિપરીતતા સાથે ચાલી આવે. (૨૭૬ થી ૨૮૦) એ જ વાત વિચારવા કહે છે – ૨૮૧–વિપરીત અગર અપૂર્ણ કિયાઓ-વર્તને દહન દેવે કરેલી હોવાથી જે કર્મ બાંધ્યું હતું, તે એવા પ્રકારની કિયાથી વિપરીત ક્રિયારૂપ તેને દેવભવમાં ઉદયમાં આવ્યું. (૨૮૧) - ૨૮૨–જે કારણથી કર્મ સાનુબંધ છે, એટલે ભવાંતરમાં પણ સાથે સાથે આવે છે, તેથી દહનને કેટલાક ભ સુધી તે વિચિત્ર કમ નડતર રૂપ બન્યું. સ્વર્ગ કે મેક્ષ ફળ આપનાર ધર્માનુષ્ઠાનની કિયા અલ્પ પણ માર્ગથી પ્રતિકૂલપણે વારંવાર સેવન કરવામાં આવે અને તેનાથી જે કમ ઉપાર્જન કરવામાં આવે, તે લાંબા કાળ સુધી મેટા યત્નથી દૂર કરી શકાય છે. (૨૮૨) ચાલુ અધિકારમાં જડતાં કહે છે– ૨૮૩–તેવા પ્રકારના માર્ગમાં પ્રવર્તતા પથિકને તાવ આવવાથી ઉત્પન્ન થયેલ વિધ્ર-સમાન વિ દહનના જીવને ઉત્પન્ન થયું–તેમ શાસ્ત્રના જાણનાર કહે છે. જે કારણ માટે આમ છે, તેથી કરીને વિદન દૂર થયા પછીના ઉત્તર કાળમાં તાત્વિક સમ્યગ્દર્શનાદિના સેવન કરવા સ્વરૂપ ભાવ આરાધનાના સંગથી નિર્વાણમાં અખંડ ગમન થશે. (૨૮૩) હવે અહંદૂત્તનું ઉદાહરણ કહે છે – અહંત ઉદાહરણ ઈન્દ્રની સંપત્તિની સ્પર્ધા કરનાર એલપુર નામના નગરમાં બળવાન શત્રુઓને મહાત કરનાર જિતશત્રુ નામને રાજા હતા. તે રાજા પવિત્ર સામ, દામ વગેરે નીતિના માર્ગે સમગ્ર પૃથ્વીતલનું પાલન કરતા હોવાથી દેશ-દેશાવરમાં તેની ઉજજવલ કીર્તિ પ્રસરી. રૂપ અને યૌવન સાથે વિનયાદિ ગુણરૂપી મણિની ખાણ સમાન આવનારને પ્રથમ આવો–પધારો” એમ કહેનારી, લક્ષ્મીદેવી સરખી કમલમુખી નામની તે રાજાને પત્ની હતી. ઈન્દ્રની જેમ વિષાદ જેને દૂર થાય છે, એવા તેને પ્રિયાની સાથે વિષયસુખ ભોગવતાં તેમ જ લક્ષ્મી વિલાસ કરતાં તેમના દિવસે સુખમાં પસાર થતા હતા, તેટલામાં તેમને અનુક્રમે અપરાજિત અને સમરકેતુ નામના બે પુત્રો થયા. સમગ્ર કળારૂપી સમુદ્રને પાર પામેલા કામદેવના સમાન સુંદર આકૃતિવાળા અપરાજિત કુમામારને યુવરાજપદે સ્થાપન કર્યો, જ્યારે સમરકેતુ કુમારને ઉજજેણી નગરી નાનો કુમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy