SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ] ઉપદેશપદ- અનુવાદ કરીને ભુવનતલ ભરી દેતે હતો. તેઓ નાસભાગ કરવા લાગ્યા. વન-દાવાનળ ચારે બાજુ ફેલાયો, એટલે તેના ગોટેગોટા ધૂમાડાઓ પણ સર્વત્ર ફેલાઈ ગયા, સર્વ તૃણ અને કાછો મમરૂપ બની ગયા. તે દાવાનળના જવાલાઓના તાપથી ઝળી રહેલા દેહવાળે ઘોર સૂઢ-પ્રસર સંકોચીને માટી ચીસો પાડતો, લિંડાના પિંડાને છોડતો, વેલા અને તેના મંડપને તોડત, તૃષ્ણા લાગવાના કારણે સર્વાગે શિથિલ બનેલો, યૂથની ચિતાથી મુક્ત બનેલ તે દોડતા દોડતો અતિ અ૯૫જળવાળા, ઘણું કાદવવાળા, એક સરોવરમાં પહોંચ્યા. ત્યાં કિનારા પરથી અંદર ઉતરવા લાગ્યા, પરંતુ જળ ન મેળવ્યું અને કાદવમાં અંદર ખેંચી ગયો, હવે ત્યાંથી એક ડગલું પણ ખસી શકે તેમ ન હતા. દરમ્યાન નસાડી મૂકેલા એક યુવાન હાથીએ તેને જે અને રોષપૂર્વક દંતૂશળના અણુવાળા આગલા ભાગથી પીઠપ્રદેશમાં ઘાયલ કર્યો, એટલે ન સહન કરી શકાય તેવી આકરી વેદના પામ્યા. સાત દિવસ સુધી ભારી વેદના સહન કરીને એકસો વીશ વર્ષ જીવીને આત–રૌદ્રધ્યાનના માનસવાળે મૃત્યુ પામીને આ જ ભારતના વિધ્યપર્વતની તળેટીમાં ચાર દંકૂશળવાળો, પિતાની ઉત્કટ ગંધથી સર્વ હાથીઓના ગર્વને દૂર કરતે, જેનાં સાતે અંગો લક્ષણવંતાં છે, શરદકાળના આકાશ સરખા ઉજ્વલ દેહવાળો હાથી ઉતપન્ન થયે. કાલક્રમે યૌવનવય પા, સાતસો હાથણીઓનો સ્વામી થયે, વનવાસી શબરે એ “મેરુ પ્રભ” એવું નામ સ્થાપન કર્યું. પિતાના પરિવાર–સહિત વનમાં પરિભ્રમણ કરતાં કરતાં કંઈક સમયે ગ્રીષ્મ-સમયમાં વનમાં દાવાગ્નિ સળગેલો દેખે. ધીમે ધીમે અગ્નિ વધવા લાગ્યો, તે દેખીને તે સમયે પૂર્વભવની જાતિ યાદ આવી. તે વખતે તે દાવાનળથી પિતાને મહાકણ પૂર્વક બચાવ્યા. તે વખતે તેં વિચાર્યું કે, “દરેક વખતે ઉનાળામાં આ દાવાગ્નિ સળગશે. તે પહેલાથી જ તેને પ્રતિકાર ચિતવું. પ્રથમ વર્ષા સમયમાં પોતાના પરિવાર-સહિત તે અને તારા પરિવારે ગંગાનદીના દક્ષિણ બાજુના કિનારે સર્વ વૃક્ષેને ઉખેડી નાખ્યા અને તેને ઢગલો દૂર દૂર બહાર ફેંકી દીધો. એક એવા પ્રકારનું ઝાડ-બીડ, ઘાસ વગરનું એકાંતે અગ્નિ ન સળગે તેવું મેટું મેદાન તૈયાર કર્યું. ફરી પણ વર્ષાકાળમાં પોતાના પરિવાર–સહિત સર્વ જગો પર શુદ્ધિ કરી. એવી રીતે ચોમાસામાં ત્રીજી વખત પણ જમીનની શુદ્ધિ કરી. ઝાડ-બીડ, ઘાસ વગરનું સપાટ મેદાન એવું ચેખું તૈયાર કર્યું કે, આગને ભય લાગે નહિં. આ પ્રમાણે દરેક વર્ષે દાવાનળથી બચવા માટે બનાવો અને સ્વસ્થતા અનુભવ હતો. કઈક સમયે દાવાનળ સળગ્યો, એટલે તું પરિવાર-સહિત તે ભૂમિસ્થળમાં ગ. બીજા પણ વનમાં વસનારા છ દવાગ્નિથી ભય પામેલા ત્યાં ગયા. એવી રીતે અનેક જીવે ત્યાં એકઠા થયા છે. કેઈ હાલવા-ચાલવા કે ખસવા સમર્થ ન થયા. જેવી રીતે હાથી રહેતે હતો, તેવી રીતે પરસ્પર ઈર્ષ્યા– અભિમાન છોડીને તે પ્રાણિસમુદાય ઘણું ભયના ભાવથી તે સ્થાનમાં સમાઈને રહેતા હતા. હાથીએ કેઈ વખત શરીર ખંજવાળવા માટે એક પગ ઉંચો કર્યો. બીજા બળવાને તેને તે પ્રદેશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy