SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય સુહસ્તિસૂરિ અને મક-સંપ્રતિ મહારાજા [ ૨૨૩ કાર્ય કરવામાં સૂર્યમંડલ સરખા, પરોપકાર કરવામાં પોતાના શ્રમને ન ગણકારતા, લોકોમાં દુર્લભ એવાં શ્રતરત્નો માટે રેહણાચલ પર્વતની ખાણ સમાન પ્રભૂત ગુણવાળા તે બંને પણ જ્યારે સ્થૂલભદ્રાચાર્યનો છેવટનો સમય આવી પહોંચ્યા, ત્યારે તેમણે ગચ્છના બે ભાગ કરીને બંનેને સાથે સાથે અનુજ્ઞા કરી અને બંનેને સમુદાયની સોંપણી કરી. ત્યાર પછી સમગ્ર જીવવગને ખમાવીને પરિશુદ્ધ અનશન–વિધિ કરી કાળ પામી દેવલોકે ગયા. વિનય અને નીતિના ભંડાર આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ગણનાયકપણું પામ્યા. હવે કઈક સમયે મુનિઓમાં વૃષભસમાન, મોક્ષમાં જવા માટે સાર્થવાહ સમાન સૂરિજી શ્રમણ સંઘ-સહિત કૌશાંબી નગરી તરફ વિહાર કરતા હતા. ત્યાં રાજા તેમજ પ્રધાનવર્ગ અતિશય ભક્તિપૂર્વક દરરોજ વંદન, ધર્મશ્રવણ અને પૂજન કરવા માટે જતા હતા. ત્યાં એક દ્રમક હતો, તે સૂરિ પાસે આવ્યો હતો અને નગરલોક સાથે રોમાંચ ખડાં થાય, તે હર્ષ પામ્યો. તે સમયે અતિ આકરો દુષ્કાળ સમય વર્તતે હતો. સર્વત્ર તેમ હોવાથી ઘણેભાગે સમગ્ર લોકોને ભેજનની અતિ દુર્લભતા થઈ ગઈ. કોઈક ધનપતિના ઘરે જ્યારે આચાર્યના સાધુ-સંઘાટકે ગોચરી માટે પ્રવેશ કર્યો, ત્યારે લાંબા કાળથી તેમની પાછળ પાછળ લાગેલા એક ઢમકે તેમને જોયા અને અતિભક્તિથી સિંહકેસર મોદક વગેરેથી શ્રાવકને પ્રતિલાલતા દેખ્યા. એટલે જ્યારે તેના ઘરમાંથી સાધુઓ બહાર નીકળ્યા, ત્યારે પ્રણામપૂર્વક દ્રમકે વિનંતિ કરી કે, અહિંથી તમને મળેલા ભેજનમાંથી મને થોડુંક આપો.” ત્યારે સાધુઓએ કહ્યું કે, ભદ્ર! અહિં પ્રભુ આચાર્ય વતે છે, અમારે આપવું ઉચિત નથી. એટલે સાધુ સાથે આચાર્યની પાસે જઈને યાચના કરી. સાધુઓએ કહ્યું કે, “માર્ગમાં અમારી પાસે પણ માગતો હતે.” સાધુઓએ ભિક્ષાના લાભને વૃત્તાન્ત પણ જણાવ્યું. ગુરુએ કહ્યું કે, “ગૃહસ્થને આપવું અમને ક૫તું નથી. જો તું પ્રત્રજ્યા અંગીકાર કરે, તો તને ભેજન આપી શકાય.” એ વાતને દમકે સ્વીકાર કર્યો. “આ શું આરાધના પામશે ?” ત્યારે ગુરુએ નિરૂપણ કર્યું કે, “આ શાસનની પ્રભાવના કરનાર પુરુ થશે.” ત્યાર પછી અવ્યક્ત (દ્રવ્ય) સામાયિક ઉચ્ચરાવી દીક્ષા આરોપણ કરી ભોજન કરાવ્યું. તે સમાધિવાળે થયો કે, “આ લોકો કેટલા દયાતત્પર છે કે, મારા ઉપર પ્રસન્ન પરિણામવાળા થઈને સગાભાઈની જેમ મારા વેયાવચ્ચના કાર્યમાં ખડે પગે સર્વે ઉભા રહેલા છે.” આવા પ્રકારના સુંદર પરિણામરૂપ અમૃતરસથી સિંચાયેલા સર્વ અંગવાળો તે દિવસ પસાર કરવા લાગ્યો. સાધુઓએ અને શ્રાવક-સમુદાયે પણ પ્રત્રજ્યા ગ્રહણ કરેલી હોવાથી તેની ગૌરવવાની ભક્તિ કરી. રાત્રિસમય થયે, ત્યારે અનુચિત ભજનના ગુણથી તે દ્રમુકને તીવ્ર વિસૂચિકા ઉત્પન્ન થઈ, પરંતુ વૈયાવચ્ચના પ્રભાવથી તેની સમાધિભાવના વૃદ્ધિ પામી અને મૃત્યુ પામી તે પાટલિપુત્ર નગરમાં મૌર્યવંશમાં બિન્દુસાર રાજાના પૂર્વે જણાવેલ અશકશ્રીને પત્ર થયે. તે રાજાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy