SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, રોહિણી વધૂ-કથા { ૨૦૭ આવ્યું, ત્યારે બંધુવગે પવિત્ર જળ-પૂર્ણ ક્યારામાં રેપ્યા, તેના રોપા થયા, તેને ફરી ઉખેડી ફરી વાવ્યા, ત્યારે શરદકાળમાં તે ડાંગરને ૧ પ્રસ્થ (માપ વિશેષ)-પ્રમાણ ડાંગર ઉગ્યા. બીજા વર્ષે એક આઢક પ્રમાણ, ત્રીજા વર્ષે ખારી પ્રમાણ ડાંગર નીપજ્યા. ચોથે વર્ષે કુંભ–પ્રમાણ, પાંચમે વર્ષે હજારો કુંભ પ્રમાણ ડાંગર તયાર થયા. પાંચ વર્ષ પૂર્ણ થયા પછી આગળ માફક ભેજન માટે સર્વને નિમંત્રણ કરી બોલાવ્યા અને જમાડ્યા પછી દરેક આવેલા સનેહીજન સમક્ષ દરેક વધૂઓને બોલાવીને કહ્યું કે, આજથી પાંચ વરસ પહેલાં મેં મારા પિતાના હાથે તમને અર્પણ કરેલા પાંચ કલમ- . શાલી ડાંગરના દાણું મને પાછા આપ.” પહેલી ઉજિઝકા નામની વહુને તે તે પાંચ દાણું યાદ જ ન આવ્યા અને વિલખી પડેલી ઘરના કોઠારથી લઈને સસરાને આપે છે, ત્યારે પિતાના સોગન પૂર્વક પૂછયું કે, “આ આપેલા તે જ છે કે, બીજા કણ છે?” ત્યારે કહ્યું કે, તે નથી. “તે તે ક્યાં ગયા?” ત્યારે કહ્યું કે, “મેં તો પાંચ દાણા કયાં સાચવવા? જરૂર પડશે ત્યારે ઘરના કોઠારમાં પુષ્કળ છે–એમ ધારી કચરામાં ફેંકી દીધા હતા.” (૨૫) બીજી પાસે માગ્યા ત્યારે તેણે કહ્યું કે, “તે તે તે જ વખતે મેં ભક્ષણ કરેલ અને આ તે બીજા છે. ત્રીજીએ રત્નના ડાભડામાંથી ઉજજવલ વસ્ત્રમાં રક્ષણ કરી રાખેલા હતા, તેને બહાર કાઢીને તે જ ચોખાના દાણું સમર્પણ કર્યા. હવે જે ચેથી પુત્રવધૂ હતી, તેની પાસે માગ્યા, ત્યારે તેણે પ્રત્યુત્તરમાં કહ્યું કે, મેં મારા પિતાને ત્યાં પાંચ વરસ સુધી વૃદ્ધિ પમાડી છે અને તેના કઠાનાં મોટાં મોટાં ઘરે ભરેલાં છે, તેના ઓરડાઓની કુંચીઓ ફેંકી. આવી આવી રીતે તેનું રક્ષણ કર્યું, ફરી વાવ્યા અને તેને વધારે કર્યો. “શક્તિ અનુસાર કઈ પણ કાર્ય કર્યું હોય, તે તે કદાપિ નિષ્ફલ થતું નથી.” તો હવે આપ ઘણું ગાડાં મોકલે, તે તે સર્વ ડાંગર અહિં લાવી શકાશે–માટે આપ પૂરતાં ગાડાં મોકલીને અણા,” હવે તે વહુના આચરણના અનુસારે ઘરમાં, કાર્યોમાં વહુઓની ગ્યતા પ્રમાણે વિવિધ કાર્યોમાં તેમની ગોઠવણ કરી. તેમની જ્ઞાતિઓના બંધુ સમક્ષ તેમની સમ્મતિથી પ્રથમ વહુને - ઘરના ઢેરાનું છાણ સાફ કરવાનું, છાણું થાપવાનું, કચરો બહાર કાઢવાનું કાર્ય સેપ્યું. બીજીને રસોડાનું તથા અનાજ ખાંડવા, દળવા, સાફસૂફ કરવાનું, ત્રીજીને ઘરમાં સાર પદાર્થોનું રક્ષણ કરવાનું, ચેથી વહુને ઘરના નાયકપણાનું–બીજાઓએ દરેક કાર્ય તેની રજાથી એને પૂછીને દરેકે કરવાના – આ પ્રમાણે ધનશેઠને ત્યાં કોઈ પણ આજ્ઞા ઉલ્લંઘન કરતા ન હોવાથી તેની બુદ્ધિને પ્રભાવ સમગ્ર કુટુંબમાં તે કારણે વૃદ્ધિ પામ્યો કે, પિતાની વહુઓને સહુ સહુના અનુરૂપ કાર્યોમાં નિજના કરી. શરદના ચંદ્રમં. ડલ સરખી ઉજજવલ કીર્તિ સમગ્ર મહીમંડલમાં ઉછળી-તે ઘનશેઠની બુદ્ધિનું ફલ સમજવું. હવે છઠ્ઠી જ્ઞાતાધર્મકથા નામના અંગમાં રોહિણીના ઉદાહરણમાં સુધર્મા સ્વામીએ જે કહેલું છે, તે તમે સાંભળે. જેમ ત્યાં ધનશેઠ, તેમ અહિં ગુરુમહારાજ, જેમ જ્ઞાતિવર્ગ, તે અહિં શ્રમણ સંઘ, જેમ વહુઓ તેમ ભવ્યજીવો, જે ડાંગરના દાણું તે અહિં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy