SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ] ઉપદેશપદ- અનુવાદ પદાર્થને પણ દેખે છે.” (૧૬૦) –આ પ્રમાણે પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ સમાપ્ત થયાં. યાકિની મહત્તરાના ધર્મસૂનુ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ–વિરચિત ઉપદેશપદ મુનિચંદ્રસૂરિ–વિરચિતા તેના વિવરણ સહિતના અગદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. ના શિષ્ય આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદમાં પરિણામિકી બુદ્ધિ સુધી વિભાગ પૂર્ણ થયો. [ સં. ૨૦૨૭ આષાઢ શુદિ ૮ ગુરુ, આદીશ્વર પંચ ધર્મશાળા, પાયધુની મુંબઈ-૩] હવે બુદ્ધિ વિષયક વક્તવ્યનો ઉપસંહાર કરતા એનું જ્ઞાન શ્રવણ કરવાનું ફલ કહે છે– ૧૬૧-અતિ વિસ્તારથી ઉદાહરણ જણાવવાના પ્રસંગથી હવે સર્યું. કારણ કે, ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળનાં પ્રસ્તુત બુદ્ધિવિષયક ઉદાહરણનો વિચાર કરીએ તે, તેની સંખ્યા ઘણું જ મોટી થાય અને તે સર્વ કથન કરવાં કે જાણવાં અશક્ય છે. દરેક બુદ્ધિનાં એક એક ઉદાહરણ–દષ્ટાંત કહેવામાં પણ ચાલુ વિષયનું જ્ઞાન થવાનું સંભવિત ગણાય. ઘણાં ઉદાહરણ કહેવાનું શું પ્રયોજન ? એમ શંકા થતી હોય તે તેના સમાધાનમાં જણાવે છે કે અહીં કહેલાં (જણાવેલાં) બુદ્ધિવિષયક મુખ્ય ઉદાહરણો સાંભળવાથી ઘણે ભાગે ભવ્યાત્માઓને-રાગ-દ્વેષાદિ દોષ-રહિત–ગ્ય આત્માઓને જાણવાની ઈચ્છા, વસ્તુ ગ્રહણ કરવા માટે બારીક બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ધર્મ, અર્થ વગેરે અવશ્ય ભાવી ઇછિત ફળની પ્રાપ્તિ માટે સુંદર કુશળ સૂથમ મતિ વૃદ્ધિ પામે છે. પ્રાયઃશબ્દ એટલા માટે વાપર્યો છે કે, નિકાચિત જ્ઞાનાવરણાદિ કર્મવાળા ‘માષતુષ” વગેરેને આ દષ્ટાંતે શ્રવણ કરવા છતાં પણ તેવા પ્રકારની બુદ્ધિને વિકાસ ન પણ થાય, પરંતુ આની જિજ્ઞાસા પણ મહાફળ આપનારી છે જ, કહેલું છે કે- “જાણવાની ઈચ્છારૂપ જિજ્ઞાસા થવામાં પણ કંઈક કમ ઘટી જાય છે. કુશલમતિવાળાને એકાંતે પાપ ક્ષીણ થયા વગર રહેતું જ નથી. ” (૧૧) બુદ્ધિની વૃદ્ધિમાં બીજા સફળ ઉપાય છે, તે જણાવે છે ૧૬૨- પ્રસ્તુત બુદ્ધિરૂપી ધનવાળા મહાત્માઓને ઉચિત અન્ન-પાન વગેરે લાવી આપવાં–હાજર કરવાં, તેમના પગ ધોવા, બિમારી અવસ્થામાં તેની ચાકરી સેવાસંભાળ રાખવા રૂપ ભક્તિ કરવાથી, તથા ચિંતામણિ રત્ન, કામધેનુ, કલ્પવૃક્ષ વગેરે વસ્તુ કરતાં પણ અધિક ગ્રહણ કરવા લાયક બહુમાન કરવું. તેથી પણ બુદ્ધિ વધે છે. વળી બુદ્ધિશાળીઓ પ્રત્યે દ્વેષ કર્યા વગર તેમની પ્રશંસા કરવાથી, ઈર્ષ્યાને ત્યાગ કરવાથી પણ બુદ્ધિ વિકાસ પામે છે. પ્રશંસામાં અહો ! ખરેખર આ ધન્ય પુણ્યશાળી છે કે, “જેઓ આટલી પુષ્કળ બુદ્ધિ પામીને સ્વનો અને પરનો ઉપકાર કરી રહેલા છે. ” શંકા કરી કે, બુદ્ધિવાળા વિષયે ભક્તિથી કેવી રીતે ઉત્પન્ન થાય ?’ માટે હેતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy