________________
૧૯૦ ]
,
ઉપદેશપદ-અનુવાદ
એમ વિચારી પાછળથી એક મોટી શિલા ગબડાવી. કોઈ પ્રકારે સૂરિ શિલાથી શૃંદાઈને મરી જાય, પરંતુ આવતી શિલા ગુરુના જોવામાં આવી, એટલે તરત ખસી જઈને તેને કહ્યું કે, “અરે મહાદુરાચારી! ગુરુને દ્રોહ કરવા જેવું બીજું કઈ પાપ નથી, એવું કાર્ય આચરવા તું કેમ તૈયાર થયે? તને આ લોકસ્થિતિની ખબર છે કે નહિં? કે ઉપકાર કરનાર ઉપર પણ તું જે વધબુદ્ધિ કરે છે ? કદાચ તે સમગ્ર ત્રણ લોકને માલિક થાય અને ઉપકારીને દાન આપી દે. તે પણ અ૫ છે. ઘાસનો ભારો મસ્તકથી નીચે ઉતરાવે, તે પણ તે ઉપકાર માને છે. તેને તે લાંબાકાળથી અત્યાર સુધી સાચા -પાળ્યો, તારી બરદાસ કરી, તે પણ તું કૃત બની વધ કરવા તૈયાર થયો !” અથવા તે કુપાત્ર સંગ્રહ કરવાની બુદ્ધિના કારણે આવી બુદ્ધિ તને નક્કી સૂઝી છે. કદાપિ ઉગ્ર વિષ ધારણ કરનારની સાથે મૈત્રી થતી નથી. આ પ્રમાણે અત્યાર સુધી જે કંઈ પણ સુકૃત કર્યું હશે, તેને મૂળમાંથી ઉખેડી નાખનાર, એવું મહાપાપ કરનાર, સર્વત્ર ધર્મપાલન માટે તદ્દન અગ્ય એવા હે પાપી ! તારું પતન સ્ત્રી દ્વારા થશે અને તું આ સાધુપણાનો ત્યાગ કરીશ”—એમ કહીને આચાર્ય મહારાજ જેવા ગયા હતા, તેવા પાછા સ્થાને આવી ગયા. હવે તે અવિનીત પાપી શિષ્ય પણ વિચારવા લાગ્યો કે, “હું તે પ્રકારે કરીશ કે. જેથી આ સૂરિનું વચન અસત્ય થાય.” એમ ચિંતવી તે કુશિષ્ય અરણ્યભૂમિમાં ગયો. જ્યાં લોકોની અવર-જવર નથી–એવા એક તાપસના આશ્રમમાં રહ્યો અને નદીના કાંઠે ઉગ્રતપ કરવાનું આરંભ્ય. વર્ષાકાળ આવી પહે, એટલે તેના તપથી તુષ્ટ થયેલી ત્યાંની કઈ વનદેવતાએ “રખે નદીના પૂરના જળથી આ તપસ્વી તણાઈ જાય એટલે તેણે નદીને પ્રવાહ બદલાવી નાખ્યા અને બે કાંઠા એકઠા થયેલી નદીને દેખીને તે દેશના લોકોએ ગુણવાળું એવું “ફૂલવાલક” નામ પાડયું. તે માર્ગેથી જતા-આવતા સાર્થ અને મુસાફરો પાસેથી મળતી ભિક્ષાથી જીવનનિર્વાહ ચલાવતા હતા. હવે લિંગ સાધુવેષને ત્યાગ કેવી રીતે કર્યો, તે કહું છું— અશોકચંદ્ર (કેણિક)
ચંપા નગરીમાં, જેમણે પોતાના પરાક્રમથી શત્રુઓને દાબી દીધા છે, એવો શ્રેણિકરાજાને પુત્ર અશોકચંદ્ર નામને રાજા હતા, જેનું બીજું નામ કેણિક તરીકે પ્રસિદ્ધિ પામ્યું હતું. હલ્લ, વિહલ્લ નામના તેના બે નાના ભાઈઓ હતા. તેને શ્રેણિક રાજાએ સિંચાણે હાથી અને દેવતાઈ હાર તેમ જ દીક્ષા લેતી વખતે અભયકુમારે દેવતાઈ વસ્ત્ર અને કુંડલ-યુગલ જે માતા તરફથ્રી અભયને મળેલ, તે પણ તેમને જ આપ્યાં. હવે તે દિવ્ય વસ્ત્ર, હાર, કુંડલ-યુગલથી અલંકૃત બની જ્યારે તે દિવ્ય હાથી ઉપર પોતાની પત્ની સહિત આરૂઢ થતા હતા અને ચંપા નગરીના ત્રણ માર્ગો, ચાર માર્ગો ઉપર દેગુંદક દેવતાની માફક ક્રીડા કરતા હતા. એટલે તેમને દેખીને શેકચંદ્રની પદ્માવતી રાણીએ ઈર્ષ્યાપૂર્વક પતિને કહ્યું કે, “હે દેવ! જે પરમાર્થથી વિચારીએ તો આ રાજલક્ષ્મીથી તમારા નાના ભાઈએ જ અલંકૃત થઈ હાથીની ખાંધ ઉપર આરૂઢ થઈ ક્રીડા કરે છે. તમને માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org