SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ] ઉપદેશપદ- અનુવાદ અપાપા નામવાળી હતી, છતાં હવે લોકો તેને પાપા” નગરી નામથી બોલવા લાગ્યા. (૩૫) ગાથા અક્ષરાર્થ–વજ નામના મુનિવરમાં પાણિમિકી બુદ્ધિ હતી. કેવી રીતે? છે કે, રાજસભામાં માતા અને સંઘને વિવાદ ચાલ્યા, ત્યારે માતા કરતાં પણ સંઘને માન આપ્યું. વર્ષ અને ઉષ્ણકાળમાં જંભક દેવાએ નિમંત્રણ કર્યુંત્યારે ગોચરી ગ્રહણ કરતાં પહેલાં સાવધાની રાખી વ્યાદિકને ઉપયોગ મૂક્યો. બાકી બીજા પુરી નગરીમાં સહસ્ત્ર પાંખડીવાળું પદ્મકમળ તથા એક કુંભ પ્રમાણ પુ લાવવાં. કુસુમપુરમાં (પાટલિપુત્રમાં) પહેલાં અસુંદર રૂપ પછી હજાર પાંખડીવાળા પદ્મ(કમળ)ના આસન ઉપર બેસી પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું, તે અત્યન્ત અતિશયવાળું રૂપ વિકુવ્યું. આર્ય રક્ષિતને યમકે ભણતાં ભણતાં મન ભાંગી ગયું અને તેને મોકલવાનું બન્યું. (ગાથા ૧૪૨ મી) જમાઈઓની પરીક્ષા ૧૪૩–ગાથાનો ભાવાર્થ કથા દ્વારા જણાવે છે. વસંતપુર નગરમાં નિદ્ધસ નામના બ્રાહ્મણને કીડાના સ્થાન સ્વરૂપ શુભા નામની ભાર્યા હતી. તેને ત્રણ પુત્રીઓ હતી. જે યૌવનવયવાળી થઈ હતી. પોતાના ઘર સરખા વૈભવવાળા કુળોમાં વિવાહ કર્યો. માતાએ પિતાની પુત્રીઓ કેમ સુખી થાય? તેમ વિચાર્યું. તે માટે તેમના પતિના પરિણામ જાણવા માટે શું ઉપાય કરવો ? તેમ વિચારતાં, પતિ સાથે ગમે તેમ વ્યવહાર કરે, તો પુત્રીઓ ગૌરવસ્થાન ન પામી શકે અને ગૌરવ પામ્યા વગર સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય? માટે મારે જમાઈઓના મનોભાવ જાણી લેવા જોઈએ. પુત્રીઓને શીખવી રાખ્યું કે, “તમારે પ્રથમ પતિ-સમાગમ-સમયે લાગ મળે, એટલે પગની પાનીથી પતિના મસ્તકમાં પાટુ મારવું.” પુત્રીઓએ તે વાત સ્વીકારી. તે પ્રમાણે કર્યા પછી પ્રભાત-સમયે માતાએ પૂછયું કે, “તને તેણે પાટુ મારવા સમયે શું કર્યું ત્યારે મોટી પુત્રીએ કહ્યું કે, “તે મારા ચરણને પંપાળવા લાગ્યા અને મને પૂછ્યું કે, “તને કંઈ પગમાં વાગ્યું તે નથીને? આ પ્રમાણે તારે મને ચરણથી પ્રહાર કરવો ઉચિત ન ગણાય. એ તો મને તારા ઉપર ઘણો મોટે સનેહ છે, નહિંતર ઉન્માદરહિત ક્યો લજજાવાળો આવું કાર્ય નભાવી લે?” એટલે માતાએ પુત્રીને કહ્યું કે, “તારે પતિ તારા ઉપર ઘણા નેહવાળો છે. તું જે કરીશ, તે સર્વે પ્રમાણ ગણાશે, માટે ઈચ્છાનુસાર વર્તીશ, તો પણ પતિપ્રેમ ટકી રહેશે. બીજી પુત્રીએ કહ્યું કે, “પગથી પ્રહાર કર્યા પછી લગાર તે ખીજાયા, પરંતુ ક્ષણમાં પાછા શાન્ત થઈ ગયા.” તેને પણ માતાએ શિખામણ આપી કે, “તું તેને ન ગમતાં કેઈ કાર્યો કરીશ, તે તે ચીડાશે, પરંતુ તને બીજી કોઈ શિક્ષા નહિ કરશે.” ત્રીજીએ વળી કહ્યું કે, “તારી આજ્ઞા પ્રમાણે મેં કર્યું, એટલે તે મારા ઉપર ખૂબ રોષે ભરાયા અને મને ઘરના થાંભલા સાથે બાંધીને ચાબુકના ૧૦૦ ચાબખા માર્યા. મને દાસી, તેમ જ દુષ્કલમાં જન્મેલી , આવા પ્રકારનાં કાર્ય કરવા તૈયાર થયેલી એવી તારી મને જરૂર નથી.” ત્યાર પછી માતાએ તેની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy