________________
(૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચાણક્ય, ચંદ્રગુપ્તની કથા
[ ૧૫૫
તે સમયે સંભૂતિવિજય નામના ગુરુ વૃદ્ધાવસ્થાના કારણે તે જ નગરમાં સ્થિરવાસ કરીને રહેલા હતા અને પિતાના શિષ્યને સમુદ્રકિનારા પરના સ્થાને મોકલ્યા. નવા આચાર્યને જ્યારે આચાર્ય મહારાજ મંત્ર, તંત્ર ભણાવતા હતા. તે સમયે બે નાના સાધુઓ નજીક સેવામાં હતા. તેઓ બંને તે મંત્ર-તંત્ર જાણી ગયા, તેઓને જે કે મોકલી તો આપ્યા હતા, પરંતુ ગુરુ વિરહ તેઓ સહન કરી શકયા નહિં, જેથી શેડો માર્ગ કાપ્યા પછી તેઓ બંને પાછા વળ્યા. બાકીને સાધુ-સમુદાય નકકી કરેલા સ્થાને પહોંચી ગયે. અહિં સંભૂતિવિજય ગુરુ મહારાજ દુષ્કાળ સમયના કારણે શ્રાવકાદિના ઘરોમાં જાતે જ ભિક્ષા લેવા જતા હતા, પ્રાસુક અને એષણીય-કપે તેવી નિર્દોષ ભિક્ષા પ્રમાણે પેત જ લાવતા હતા. પહેલા શિષ્યને આહાર આપી બાકી જે કંઈ રહે, તેટલો જ પરિમિત અલ્પાહાર પિતે લેતા હતા. એટલે વૃદ્ધાવસ્થા સાથે ઓછો આહાર લેતા હોવાથી તેમનું શરીર ઘણું દુર્બલ પડી ગયું. તેમના આવા દુર્બલ શરીરને દેખીને તે બંને શિષ્યો વિચારવા લાગ્યા કે, આપણે અહિં પાછા આવ્યા તે ઠીક ન કર્યું. કારણ કે, આપણે આવીને ગુરુ મહારાજને ભારે પડ્યા. આપણે તેમને ગાઢ પરેશાન પમાડનાર બન્યા. તે હવે ભોજનને બીજે કઈ માર્ગ અપનાવીએ. અદશ્ય કરનાર એવું અંજન તેઓએ આ ક્યું. ગુરુને કહ્યા કે જણાવ્યા વગર ચંદ્રગુપ્તના ભોજનસમયે અંજન આંજીને રાજમહેલમાં એવી રીતે પ્રવેશ કર્યો કે, કોઈ પુરુષે તેઓને ન દેખ્યા. તેઓ બંનેએ રાજા સાથે ત્યાં સુધી ભોજન કર્યું કે, જ્યાં સુધી ધરાયા. આ પ્રમાણે દરરોજ તેઓ ભાણામાંથી પૂરતું ભજન અદશ્યપણે કરી જતા હતા. હવે રાજા દરરોજ ભૂખે રહેતો હોવાથી શરીરે દુબળ પડી ગયો, એટલે ચાણક્ય પૂછ્યું કે, “શા કારણથી ?” તો કે સમજી શકાતું નથી કે ભાણામાંથી મારો આહાર કઈ હરી જાય છે? મારા ભાગમાં તે ઘણો અ૯૫ આહાર બાકી રહે છે. ત્યારે ચાણક્યના મનમાં વિતર્ક થયો કે, અત્યારે આ સમય સુંદર નથી. તો કઈક અદશ્ય બની આના થાળમાંથી ભેજન ખાઈ જાય છે. તે જાણવા માટે ભોજનશાળાના આંગણામાં ઈટોનું ચૂર્ણ પાથર્યું. (૧૨)
બીજા દિવસે પ્રવેશ કરતા હતા, ત્યારે તેનાં પગલાં અને પગલાંની પંક્તિઓ દેખી, પણ તે બંને દેખાતા નથી, એટલે દ્વાર બંધ કરી મૂંઝવનાર ધૂમાડો ઉત્પન્ન કર્યો. એટલે આંખમાંથી અશ્રુજળ નીકળવા લાગ્યું અને આંખમાં આંજેલું અંજન પણ સાથે નીકળી જવા લાગ્યું, એટલે તે બંને નાના સાધુઓ પ્રગટ થયા. તેમને ચાણક્ય જોયા, એટલે તેને શરમ આવી અને ઉપાશ્રયે મોકલી આપ્યા.
રાજાએ કહ્યું કે, “આ સાધુઓએ મને વટલાવી નાખે છે” એમ જુગુપ્સા કરવા લાગ્યા. ત્યારે ઉદભટ ભૂકુટીથી ભયંકર દેખાતા ભાલતલવાળા ચાણક્ય રાજાને કહ્યું કે, ‘તું કૃતાર્થ થયે, ખરેખર આજે તું વિશુદ્ધ વંશમાં જન્મ્યા છે કે, બાલ્યકાલથી પાલન કરેલા વ્રતવાળા સાથે તે ભેજન કર્યું. હવે ગુરુ પાસે જઈને શિષ્યને ઉપાલંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org