SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] આ નવ મૂળ કૃતિઓ પૈકી કૃતિ ૧, ૨, ૫, ૬ અને ૭ અને એનાં વિવરણને પરિચય મેં શ્રી હરિમાં આપ્યો છે. ઉપર્યુક્ત કૃતિ-કલાપ જોતાં જણાશે કે, મુનિચન્દ્રસૂરિનું સંસ્કૃત તેમ જ પાઈય એમાં બંને ભાષાઓ ઉપર પ્રભુત્વ હતું. એમણે જે ર૭ મૌલિક કૃતિઓ અને વિવરણાત્મક નવ કૃતિઓ રચ્યાનું મનાય છે. એ સર્વેના વિરતૃત પરિશ્ય માટે અત્ર અવકાશ નથી. મૌલિક કૃતિઓ પૈકી પ્રથમ કૃતિ ગણિતને લગતી અને એમાં ઉત્સાંગુલ ઈત્યાદિ ત્રણ પ્રકારના અંગુલનું વિવરણ છે. કૃતિ ૨, ૪, ૭, ૧૦, ૧૩, ૧૫, ૧૯, ૨૨, ૨૩ અને ૨૫-૨૭ ઉપદેશાત્મક છે અને એ ૧૫ કૃતિઓ આમે ન્નતિના અર્થ માટે માર્ગદર્શક છે. ત્રીજી કૃતિમાં આવશ્યક ક્રિયાનું નિરૂપણ છે અને એને આધાર મહાનિસીહ, કેમ્પ, વવહાર વગેરે આગમે છે. આ કૃતિને “પાક્ષિક સપ્તતિ” પણ કહે છે. આઠમી અને નવમી કૃતિના વિષય સુનિશ્ચિત રૂપે જાણવામાં નથી. કૃતિ ૧૧ અને ૧૭ સ્તુતિરૂપ છે. બારમી કૃતિના વિષયની તપાસ કરવી બાકી રહે છે. સેળમીમાં કેટલાક પ્રશ્નો હશે. અઢારમી કૃતિ જ્યોતિષ વિષયક છે અને એને આધારે વિનયકુશલે ૯૯ ગાથામાં મસ્કલપચરણ વિ. સં. ૧૬૫ર માં રચ્યું છે. શું મુનિચન્દ્રીય કૃતિ પાઇયમાં છે? ૨૦ મી કૃતિમાં મોક્ષમાર્ગ માટેના સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્ર રૂપ ત્રણ રત્નનું નિરૂપણ છે. - ૨૧ મી કૃતિ વનસ્પતિશાસ્ત્ર અંગેની છે અને એ પણવણને આધારે રચાઈ છે. ૨૪ મી કૃતિ સમ્યફવ-પ્રાપ્તિને ઉપાય સૂચવે છે. નવ વિવરણે પૈકી પ્રથમ વિવરણ જૈનદર્શનના પ્રાણરૂપ સ્વાદ્વાદને અંગેનું છે. દ્વિતીય વિવરણનો પરિચય આગળ ઉપર મેં આપેલ છે. ત્રીજું અને નવમું વિવરણ કર્મસિદ્ધાન્ત સંબંધી છે. ચતુર્થ વિવરણ સ્વર્ગ અને નરક સાથે સંબંધ ધરાવે છે. પાંચમું વિવરણ મુખ્યત્વે ચરણ-કરણાનુયોગને લગતું છે. એ ગૃહસ્થ-શ્રાવકોને પણ માર્ગદર્શક છે. છઠું વિવરણ અધ્યાત્મને લગતું છે. સાતમું વિવરણ મુખ્યત્વે શકસ્તવને લગતી ટીકાના સ્પષ્ટીકરણ રૂપ છે. આઠમું વિવરણ જે ખરેખર રચાયું હોય, તે તે વનસ્પતિશાસ્ત્ર વિષયક છે. પરિચય–ઉ. પ. ઉપર સુખસંબંધની નામની વિવૃતિ મુનિચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૭૪ માં ચૌદ હજાર શ્લોક–પ્રમાણ મુખ્યતયા સંસ્કૃતમાં રચેલ આ વિવરણ૪૮વિવૃતિનું નામ છે. આ વિવરણ લખવાની શરૂઆત નાગપુરમાં અને પૂર્ણાહુતિ “અણુહિલપાટક”-પાટણમાં કરાઈ હતી.૪૯ એના પ્રારંભમાં મંગલાચરણાદિ રૂપે ત્રણ પદ્યો છે, તે અંતમાં પ્રશસ્તિ તરીકે નવ પદ્યો છે. મૂળગત ગાથાઓને અક્ષરાર્થ ગદ્યમાં અપાયો છે. તે ઉપરાંત કેટલીકવાર એને ભાવાર્થ પણ ગદ્યમાં રજૂ કરાયો છે. મૂલ્યાંકન–સુ. સં. ટીકાનું મૂલ્યાંકન હવે પછીની જે મહત્ત્વપૂર્ણ વિગતે રજૂ કરૂં છું, તેનાં શીર્ષક જેવાથી અંશતઃ તે સમજાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy