________________
૧૧૬ ]
ઉપદેશપદ-અનુવાદ
રાજા ગયે અને મંત્રીએ સ્તુતિ કરતા વરરુચિને દેખે, સ્તુતિના અંતે ગંગામાં ડૂબીને પેલા યંત્રને હાથ અને પગથી લાંબા કાળ સુધી ઠોકવા છતાં પણ જ્યારે કંઈ પણ આપતી નથી, ત્યારે વરરુચિ અત્યંત ઝંખવાણે બની ગયે. ત્યાર પછી શકટાલે રાજા પાસે સોનામહોરની પિટલી પ્રગટ કરી. રાજાને હસવું આવ્યું અને પેલે મંત્રી ઉપર ગુસ્સે થયો. (૨૫) હવે તે વરરુચિ મંત્રીનાં છિદ્ર શેધવા લાગે. શકટાલ કોઈ વખત પોતાના પુત્ર શ્રીયકના વિવાહ કરવાની ઇચ્છાવાળે થયે, ત્યારે તે પ્રસંગે રાજાને ભેટ આપવા માટે વિવિધ પ્રકારનાં આયુધ ગુપ્તપણે કરાવતો હતો. આ વાત વરચિએ કંઈક પ્રલોભન આપી દાસીની પાસેથી મેળવી. આવા પ્રકારનું છિદ્ર મેળવીને પછી નાના બાળકોને લાડુની લાલચ આપીને શૃંગાટક ત્રણ-ચાર માર્ગો, રા, ધર્મશાળા વગેરે સ્થાનમાં આ પ્રમાણે નાથા ભણાવીને બેલાવરાવ્યા–
એઉ લેઉ ન વિયાણુઈ, જે સકડાલુ કરેસઈ;
નંદુ રાઉ મારેવિણુ, સિરિયઉ જિજ ઠસઈ.” અર્થાત્ લેકેને આ વાતની ખબર નથી કે, “શકટાલ શું કરવાનું છે? નંદરાજાને મારીને પોતાના પુત્ર શ્રીયકને રાજગાદીએ સ્થાપન કરવાનું છે.” રાજાએ આ વાત સાંભળી અને ચર-દૂત પુરુષ પાસે તેના ઘરની તપાસ કરાવી. પુષ્કળ આયુધો-હથિયારે તૈયાર કરાતાં દેખીને તેણે રાજાને હકીકત કહી. સેવા માટે આવેલા * મંત્રી જ્યારે પગે લાગતા હતા, ત્યારે કપાયમાન થયેલા રાજા મુખ ફેરવીને બેઠા. રાજા આજે કોપાયમાન થયા છે” એમ જાણીને મંત્રી શકટાલે ઘરે જઈને શ્રીયક પુત્રને કહ્યું કે, “હે પુત્ર! જે હું નહીં મારું, તે રાજા આપણું સર્વ કુટુંબને મારી નાખશે. હે વત્સ ! જ્યારે હું રાજાના પગમાં પડું, ત્યારે તારે મને મારી નાખવો.” શ્રીયકે પિતાના કાન બંધ કર્યા પછી શકટાલે કહ્યું કે, “હું પહેલાં તાલપુટ વિષ ભક્ષણ કરી લઈશ, જેથી રાજાના પગમાં પડું, તે સમયે નિઃશંકપણે તારે મને મારી નાખવો.” સર્વ વિનાશની શંકાવાળા શ્રીયકે આ વાત કબૂલ કરી અને તે જ પ્રમાણે પગે પડતાંની સાથે જ શકટાલના મસ્તકને છેદી નાખ્યું. હાહાકાર ઉઠયો, “અકાય થયું” એમ બોલતો રાજા ઉભે થયે, એટલે શ્રીયકે કહ્યું કે-“હે દેવ ! આપ વ્યાકુળ ન થાઓ. આપના તરફ જે પ્રતિકૂલ હોય, તેવા પિતાનું પણ મને પ્રજન નથી.” રાજાએ કહ્યું કે, “તે હવે મંત્રિપદવીને સ્વીકાર કર.” ત્યારે તેણે કહ્યું કે, “સ્થૂલભદ્ર નામના મારા મોટા ભાઈ છે, તે બાર વરસથી કોશાને ઘરે રહે છે.” રાજાએ તેને બોલાવીને કહ્યું કે, “મંત્રીની પદવીનો સ્વીકાર કરો.” તેણે કહ્યું કે, “વિચાર કરું” એટલે નજીકમાં અશેકવનમાં મોકલ્યા. ત્યાં વિચાર કરવા લાગ્યા કે, “પારકાં કાર્ય કરવા રોકાયેલાને શું ભેગે, શું સુખ કે મજા હોય ? વળી ભગોથી અવશ્ય નરકે જવું પડે છે, તે નરકાંત ભેગોથી સયું.” એમ ચિંતવતાં વૈરાગ્ય પામ્યા, ભવથી મન વિરક્ત થયું. પંચમુષ્ટિથી લોન્ચ કરી પિતાની મેળે જ મુનિષ ગ્રહણ કરીને રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજન્ ! મેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org