SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વૈનયિકી બુદ્ધિનાં ઉદાહરણે। ... તિપાતિ જ્ઞાનથી ? અપ્રતિપાતિ જ્ઞાન-કેવળજ્ઞાન. ત્યારે ચંદનખાલા સફાલાં બેઠાં થઈ એકદમ મિચ્છા મિ દુક્કડ' આપવા તત્પર બન્યાં. નિદ્રાધીન ખનેલી મેં આ ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનવાળાની આશાતના કરી, (૧૨૫) આ પ્રમાણે ક્ષણવાર ઉગ્ર વૈરાગ્ય પામેલી ચંદનખાલાને પણ લેાકાલાક દેખાડનાર એવા પ્રકારના જ્ઞાનાતિશય-(કેવલ જ્ઞાન) ઉત્પન્ન થયું. ત્યાર પછી અનુક્રમે અઘાતી કર્મોના પણ નાશ કરીને અનંત નિર્મૂલ એવા પ્રકારનું સિદ્ધિગતિ નામનું ઉત્તમ સ્થાનક બંનેએ પ્રાપ્ત કર્યું.. અહિં પ્રાયે કેટલુંક પ્રસંગેાપાત્ત કહેવાયું છે, પરતુ આપણા ચાલુ અધિકાર તે વૈનયિકી બુદ્ધિવાળા સામક નામના ચિત્રકારપુત્રના જ છે. (૧૨૮) [ ૧૦૭ ગાથાના અક્ષરા અહિં વૈનયિકી બુદ્ધિના વિષયમાં સામ, દામ, દંડ અને ભેદ નીતિ-સૂચક બૃહસ્પતિ પડિંતે રચેલ અથઉપાર્જનના ઉપાય તરીકે પ્રતિપાદન કરેલ અર્થશાસ્ત્ર તેને જ આગળ દ્વાર તરીકે જણાવેલ છે. કલ્પક મંત્રીનું ઉદાહરણ શેરડીના સાંઠા તથા દહીંની માટલીમાં ઉપર-નીચે અનુક્રમે છેદન-ભેદન કરવા, શત્રુએ મેકલેલા પ્રધાનપુરુષને મતિભ્રમમાં નાખવા માટે ઉપાય ચૈાજ્યા. સુરપ્રિય યક્ષની વાર્તા, તેમાં નગરલેાકના ક્ષય નિવારવા માટે, યક્ષને ઉપશાંત કરવા માટે જે નવાં પૂજાનાં ઉપકરણા લાવી ખૂબ વિનય કરવા પૂર્વક યક્ષની પૂજા કરી પ્રસન્ન કર્યાં, તે સર્વે વિનય કરવાથી ઉત્પન્ન થયેલી વૈયિકી બુદ્ધિ જાણવી. અહિં અ શાસ્ત્રની ભાવના આ પ્રમાણે જાણવીઃ-‘સામા માણુસ આપણું માનતા ન હોય તેા, સામાદિક નીતિના ભેદોને તેમાં ક્રમસર ઉપયાગ કરી ઠેકાણે લાવવાવશ કરવા. જેમ કે હે પુત્ર! તું સવારે વહેલેા ઉઠીને ભણીશ તે, તને લાડુ આપીશ અને તેમ નહિં કરીશ તા, તે લાડુ બીજાને આપી દઈશ. અને તારા કાન મરડીશ. સામમાં ચિત્રકાર-પુત્રના વિનય સમજવા. (૧૦૮) લેખ નામનું દ્વાર—લિપિના ભેદે તે અઢાર પ્રકારના છે. ૧ હ‘સિલિપ, ૨ ભૂતલિપિ, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ ઉડીયા, ૬ યવન, ૭ ફુડકી, ૮ કીર, ૯ દ્રાવિડી, ૧૦ સિંધી, ૧૧ માળવી, ૧૨ નટ, ૧૩ નાગરી, ૧૪ લાલિપિ-ગુજરાતી, ૧૫ પારસીફારસી, ૧૬ અનિમિત્તલિપિ, ૧૭ ચાણકયલિપિ અને ૧૮ મૂલદેવિલિપ. તે તે દેશેામાં આ પ્રસિદ્ધ છે. કાઇક રાજાએ પાતાના પુત્રાને લિપિજ્ઞાન ભણાવવા માટે કાઈક ઉપાધ્યાયજીને સાંપ્યા. તે પુત્રા ઘણા રમતિયાળ હાવાથી ગુરુના કબ્જામાં રહી ભણવા ઉત્સાહ કરતા નથી, પરંતુ ક્રીડા જ કર્યા કરે છે. ‘રાજાનેા ઠપકા મળશે’ ધારી ઉપાધ્યાયજી ગાળાકાર ખડી (ચાકલાકડી) જેવાં રમકડાં બનાવી રાજપુત્રા સાથે રમત રમવા લાગ્યા. ઉપાધ્યાયે જે અક્ષર પાડવા હાય, તે ગેાળાની છાપથી અકારાદિ અક્ષરા જમીન પર લખાવ્યા. આવી રમત સાથેની ભણવાની પ્રવૃત્તિ તરફ આદર કરતા નથી; એટલે તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy