SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ] ઉપદેશપદ-અનુવાદ તેમાં પ્રથમ ઉદાહરણની સંગ્રહગાથા કહે છે – ૪૧–ભરત નામના નટના વૃત્તાન્તમાં શિલા તે ૧ ભરતશિલા, ૨ ગાડર, ૩ કુકડો, ૪ તલ, ૫ રેતીનાં દેરડાં, ૬ હાથી, ૭ કૂવો, ૮ વનખંડ, ૯ પાયસ, ૧૦ લિડી, ૧૧ પીપળાના પત્ર, ૧૨ ખિબ્રહડિકા (ખીસકેલી), ૧૩ રાજાના પાંચ પિતા. આ સંગ્રહગાથા. ગ્રંથકાર પિતે જ તેની વિસ્તારથી વ્યાખ્યા કરશે, એટલે અમે સ્પષ્ટીકરણ કર્યું નથી. (૪૧) તથા– ૪૨–૧ મદન, ૨ મુદ્રિકા, ૩ અંક, ૪ વ્યવહારનું ચલણ રૂપિ, ૫ ભિક્ષુ, ૬ ચેટકનિધાન, ૭ શિક્ષા, ૮ અર્થ, ૯ શસ્ત્ર, ૧૦ મારી ઈચ્છા, ૧૧ સો હજાર. આ સર્વ પદની વ્યાખ્યા આગળ સૂત્રકાર પોતે જ કરશે. પહેલી સંગ્રહગાથાનાં ૧૭, તેમાં આ ૧૧ મેળવવાથી ૨૮ મૂળ ઉદાહરણે ઔત્પાતિકી બુદ્ધિનાં જાણવાં. (૪૨) હવે (૨) વિનયિકીનું સ્વરૂપ કહે છે – ૪૩–દુઃખે પાર પાડી શકાય તેવું ભારી કાર્ય પાર પમાડવા સમર્થ, લોકરૂઢિથી ધર્મ, અર્થ અને કામને ઉપાર્જનના ઉપાય બતાવનાર સૂત્ર અને તેની વ્યાખ્યા રૂપ અર્થ-એટલે વિચાર અથવા સાર તેને ગ્રહણ કરનારી બુદ્ધિ, આ લોક અને પરલોકના ફળને આપનારી, વિનયથી ઉત્પન્ન થયેલી એવી તે, વિનવિકી બુદ્ધિ કહેવાય. (૪૩). તેનાં ઉદાહરણ કહે છે— ૪૪-૪૫–૧ નિમિત્ત, ૨ અર્થશાસ્ત્ર, ૩ લેખન, ૪ ગણિત, ૫ ફૂપ, ૬ અશ્વ, ૭ ગર્દભ, ૮ લક્ષણ, ૯ ગ્રન્થિ, ૧૦ ઔષધ, ૧૧ ગણિકા, ૧૨ રથિકા, ૧૩ શીતસાડી લાંબું ઘાસ અને ક્રૌંચ પક્ષીનું ડાબી બાજુ જવું, ૧૩ છાપરાથી ગળતું જળ, ૧૪ ગાય-બળદ, ઘેડો, વૃક્ષાદિથી પતન એમ નિયિકી બુદ્ધિનાં ચૌદ ઉદાહરણો છે. આ સર્વેની વ્યાખ્યા શાસ્ત્રકાર પોતે જ કરવાના હોવાથી પ્રયત્ન કર્યો નથી. (૪૫) હવે કર્મ (અભ્યાસ)થી ઉત્પન્ન થનારી. (૩) કાર્મિકી બુદ્ધિનું સ્વરૂપ કહે છે– ૪૬–ધારેલા નક્કી કરેલા કાર્યમાં મન પરોવવું અથવા તે કાર્ય કરવા માટે આગ્રહ રાખે. સાર એટલે કર્મને પરમાર્થ, જેનાથી સાધી શકાય, તેવા કાર્યમાં અભ્યાસ વારંવાર મહાવરે પાડે તથા પરિઘલન એટલે વિચાર, અભ્યાસ અને વિચાર એ બંને વડે વિશાળ અર્થાત્ અભ્યાસ અને વિચારથી વિસ્તારવાળી, વળી જેમાં વિદ્વાને સારું કર્યું, સારું કર્યું” એવી પ્રશંસા કરે–તેવા ફળવાળી જે બુદ્ધિ, તે કર્મથી થનારી કાર્મિકી બુદ્ધિ કહેવાય. (૪૬) કાર્મિકી બુદ્ધિનાં ઉદાહરણ – ૪૭–૧ સોનાર, ૨ ખેડૂત, ૩ સાલવી, ૪ પીરસનાર, ૫ મોતી પરોવનાર, ૬ થી ઉમેરનાર, ૭ તરનાર, ૮ તૃણનાર, ૯ સૂથાર, ૧૦ કંદેઈ, ૧૧ કુંભાર, ૧૨ ચિત્રકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy