________________
શ્રી વસુિત્ર મન-વચન અને કાયાના ત્રણ ગવડે. રાગથી કે દ્વેષથી [જ્ઞાનાચારમાં અતિચાર લાગે તેવું મેં] જે કંઈ કર્મ બાંધ્યું હોય તે કર્મની હું નિંદા કરું છું અને ગ–પશ્ચાતાપ કરૂં છું. | ૪ |
પાંચમી ગાથાનું અવતરણ આ પાંચમી ગાથા, દર્શનાચારમાં લાગેલ અતિચારના પ્રતિક્રમણ અર્થે જણાવાય છે. દર્શનાચારને વિષે અતિચાર લાવવામાં મુખ્યત્વે “સમ્યમાં ઉપયોગ રહેવા ન પામ્યો હોય, સવમાં ઉપયોગ હોય છતાં રાજા વિગેરેને આગ્રહ હેયર તેમજ સમ્યકત્વમાં ઉપયોગ હોય છતાં શ્રેષ્ઠી૫૮ આદિ અધિકારની ફરજ બજાવવાની સ્થિતિમાં મૂકાવું પડ્યું હોય એ ત્રણ હેતુ છે. તે ત્રણ કારણે શિયાશિઓના રથયાત્રામહોત્સવ વિગેરેમાં જવાનું, તે જોવા માટે નીકળવાનું. તેના દેવસ્થાને આદિમાં ઉભા રહેવાનું તેમજ તેના સ્થાનમાં હરવા-ફરવા–સુવા-બેસવાનું થવાના પ્રસંગે ” દર્શનાચારમાં અતિચાર લાગે છે, તેનું આ પાંચમી ગાથાથી પ્રતિમણે જણાવાય છે. .
आगमणे निग्गमणे, ठाणे चंकमणे अणाभोगे ।
अभिओगे अनिओगे, पडिक्कमे देसि सव्वं ॥ ५ ॥ માણાર્થ-સમ્યકત્વના ઉપયોગ વિના મિથ્યાદષ્ટિઓના રથયાત્રાદિ મહેત્સ જોવા માટે કુતૂહળપૂર્વક આવવામાં, જવામાં, તેઓના દેવસ્થાનમાં ઉભા રહેવામાં (ઉપલક્ષણથી–સુવા બેસવામાં) અને તેવાં શનોમાં હરવા કરવામાં તેમજ [ સમ્યકત્વને ઉપયોગ હોય છતાં ] રાજા વિગેરેના આગ્રહથી કેશ્રેણીપદ વિગેરે અધિકારની ફરજથી મિશ્રાદષ્ટિઓના રથયાત્રા આદિમાં કે દેવસ્થાને વિગેરેમાં એ રીતે આવવાજવાને, ઉભા રહેવાને, બેસવાને કે હરવા ફરવાને પ્રસંગ બજાવવામાં (દર્શનાચારને વિશે ) દિવસ સંબંધી જે કોઈ અતિચારો લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું . ધ |
ઇદી ગાથાનું અવતરણ:- આ છઠ્ઠ ગાથા સમ્યકત્વમાં લાગેલ અતિચારના પ્રતિક્રમણ અર્થે જણવાય છે. બે જિનેશ્વર દેવે કહેલા , નવત, સિદ્ધશિલા આદિ શાશ્વતપદાર્થો વિગેરે ૩૫ શ્રી જિનવચનમાં
આદિ હશે કે કેમ?' એવી શંકા કરવી, અન્ય દર્શનીય બાવા-તપસ્વી આદિમાં ક્ષમા આદિ ગુણ લેશ જોઈને તેવાં દર્શનની કાંક્ષા–અભિલાષા કરવી, દાન-શીલતપ આદિ શ્રી વીતરાગ કથિત ધર્મનાં કય બાબત વિચિકિત્સા કરવી--સંદેહ કરો અથવા તે સાધુ-સાધવીજીની મલીનગાત્ર-વસ્ત્ર દેખીને વિચિકિસા-જુગુપ્સા કરવી–સુગ લાવવી, મિથ્યાત્વી કુલિંગીઓને ઘેર તપ તપતા દેખીને તેની “અહો આ લિંગીઓ મહા તપવી છે!” ઈત્યાદિ વાક્ય વડે પ્રશંસા કરવી, તથા તેવા કુલી’ગીઓને સંતવ-પરિચય કરો.” એ રીતે શંકા-કક્ષા–વિચિકિત્સા-પ્રશંસા અને સંસ્તવ એ પાંચ, સમ્યકત્વના અતિચાર છે-સમ્યકત્વમાં એ પાંચ વસ્તુ અતિચારરૂપ હેવાથી તે પાંચ અતિચારનું આ છઠ્ઠી ગાથા દ્વારા પ્રતિક્રમણ જણાવાય છે.
સંજ-જંa–વિનિઝા-વાં તરુ હંથી gિ
सम्मत्तस्सइयारे, पडिक्कमे देसि सव्वं ॥ ६ ॥ માતા – શ્રી જિનવચનમાં શંકા થવાથી, અન્યમતની અભિલાષા કરવાથી, ધર્મના ફયને વિષે સદેહ અથવા મુનિરાજનાં મલીન વસ્ત્ર-ગાત્ર જોઈ સુગ લાવવાથી, કુલિંગીઓની પ્રશંસા કરવાથી અને તેઓનો પરિચય કરવાથી” એમ સમ્યકત્વના તે પાંચ અતિચારને આશ્રયીને દિવસ સંબંધી જે કઈ અતિચારે લાગવા પામ્યા છે તે સર્વ અતિયારોનું હું પ્રતિક્રમણ કરું છું. ૬
સાતમી ગાથાનું અવતરણ -આ ગાથા દ્વારા (ચારિત્રાચારના અતિચારની નહિ, પરંતુ) પ્રથમ ચારિત્રાચારને અતિચારેનું પ્રતિક્રમણ કરવાની ઈચ્છાએ સાવદ્ય આરંભની સામુદાયિક નિંદા જણાવાય છે.
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org