________________
है
| ૐ મ નમઃ | प. पू. आगमोद्धारक ध्यानस्थस्वर्गताचार्यवर्य श्री आनन्दसागरसूरिपुरंदरेभ्यो नमो नमः पू. गच्छाधिपति आचार्यवर्य श्री माणिक्यसागरसूरीश्वरेभ्यो नमो नमः पू. प्रातःस्मरणीय गुरुदेवेश श्री चंद्रसागरसूरीश्वरेभ्यो नमो नमः पू. परमोपकार्याचार्यवर्य श्री हेमसागरसूरीश्वरेभ्यो नमो नमः
पू. सच्चारित्री मुनिवर्य श्री अमरविजयपादपद्मेभ्यो नमः આ પ્રાકકથન
શ્રી સર્વજ્ઞ ભગવંત પ્રણીત સદ્ધર્મને આરાધક સકલ શ્રાવક-શ્રાવિકાસંધને સર્વેદ ઉભયટંક પ્રતિક્રમણમાં અતિ મહત્વનાં આવશ્યક તરીકે ઉપયોગી એવા આ શ્રી શ્રુતસ્થવિર મહી પ્રણીત વંદિત્તસૂત્રની શાસનમાન્ય સર્વગસુંદર ટીકા, પરમ ગીતાર્થ મહર્ષી આચાર્યવર્ય શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત ૧૪૯૬ એટલે કે-આજથી ૫૧૩ વર્ષ પૂર્વે રચેલી છે.
શ્રાવકને નિત્ય ઉપયોગી એવા આ ગ્રંથરત્નનો અનુવાદ, પ્રભુ શ્રી મહાવીરદેવનાં શાસનમાં પ્રાય: સંવત ૧૯૬૭ સુધી તે લિખિતપ્રતમાં ટબારૂપે અને અનવસ્થિત હતા. તેથી સં. ૧૯૬૪માં શ્રાવક ભીમસિંહ માણેકે તેવા ટબાના આધારે કરેલા સ્તુત્ય પ્રયાસ વડે આ અપૂર્વ ગ્રંથનો અનુવાદ પ્રથમ જ મુદ્રિત થવા છતાં તેમાં ટીકાનું સર્વાગશુદ્ધ વિવેચન તો ન જ થવા પામ્યું !
આ સ્થિતિમાં શ્રાવકસંઘના આત્મહિતાર્થે તે અનુવાદની બીજી સર્વાંગસુંદર, તલસ્પર્શી અર્થયુક્ત અને સરળ વિવેચન પદ્ધતિમય અજોડ આવૃત્તિ પ્રસિદ્ધ થવાની અત્યાવશ્યકતા હતી. તેવામાં સદ્ભાગ્યે પ્ર. કુ. શ્રી ધર્મવિજ્યજી ( હાલ આચાર્ય) મ. તરફથી તે ગ્રંથને સુંદર–સરળ વિવેચન સાથેનો અનુવાદ સં. ૨૦૦૨ માં છપાઈને સં. ૨૦૦૪ માં પ્રસિદ્ધ થતાં આનંદ અનુભવ્યું.
પિતાનાં નામે વિવિધ સાહિત્યનું પ્રકાશન વર્ષોથી ચાલતું હોવાનાં કારણે સમાજમાં વિદ્વાન તરીકેની ખ્યાતિને ભજતા એ પૃ. . શ્રી ધર્મવિજયજી મ. સંપાદિત અનુવાદ તો મૂળ ગ્રંથની પંક્તિએ પંક્તિને પર્શત-ટીકાની એકાદ પણ પંક્તિ કે લેકના અર્થને નહિ જ છેડત અને શબ્દ શબ્દના અર્થોને તલસ્પર્શીપણે પીરસતો જ હોવો જોઈએ એમ તેઓશ્રીની વિદ્વાન તરીકેની પ્રસિદ્ધિના વિશ્વાસે માનવું થયું.
આથી તે અનુવાદ પ્રસિદ્ધ થતાંની સાથે તેની કેપીઓ સમાજમાં ટપોટપ ખપવા લાગી ! મેં તે સહર્ષ સાત કેપી ખરીદેલ! ગ્રંથ ખેલતાં પ્રાથમિકદષ્ટિએ ગ્રંથમાંના વિષયની પદ્ધતિસરની સુઘડતા. સંકલન તેમજ ભાષાની સૌષ્ઠવતાદિ જોઈને તે અનુવાદના સંપાદકશ્રી પ્રતિ ભારી માન પ્રકટયું. બાદ તે અનુવાદ, સુજમદષ્ટિએ પ્રથમથી તપાસતાં તે અનુવાદનાં પ્રકાશકીય નિવેદનમાંની ટીકાના અક્ષરે અક્ષરને આ અનુવાદ નથી” એ પંક્તિ વાંચીને “આ અનુવાદ પણ ટીકાને અનુસરીને અક્ષરશ: તો થયો જ નથી? એમ લક્ષ પર આવતાં ખૂબ દુ:ખ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org