________________
શ્રી શ્રાદ્ધપતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ કાને સરલ અનુવાદ ૩૭૫ તે બાળકને ખેલાવવાને માટે જ્યાં મેળામાં લીધું ત્યાં તે રાક્ષસની જેમ ભયંકરપણાને પ્રગટ કરતે અમાપ કો ધસમુદ્ર બની ગએલે તે બાળક, માતાની ગોદમાંથી બળાત્કારે છુટીને “હે! મારી આજ્ઞાના ભંગનું ફળ જુઓ” એ પ્રમાણે બોલતે પોતાનાં ઘરમાંથી બહાર નીકળ્યો. આથી અત્યન્ત ભયભીત બનેલા માતાપિતાદિ અત્યંત પશ્ચાત્તાપપર્વક તે બાળકને સમજાવવા સારૂ તેની પાછળ જાય છે, ત્યાં તો તે બાળક, ભૂતની માફક કયાંઈ પણ અંતર્ધાન-અદશ્ય થઈ ગયે! તેથી “પ્રાણહાનિની શંકા જે આ શો અનર્થ ? એ પ્રમાણે માતાપિતા વગેરે બેસી રહ્યા છે, તેવામાં ડીવારમાં ઘેર અન્ધકાર ફેલાયે સતે ત્રણુલોકના પ્રાણીઓને કુટી નાખે તેવા અને હાથમાં હથીયાર ઉંચા રાખેલ કેઈ બખ્તરધારી લુંટારાઓ તે શ્રેષ્ઠીનાં ઘરને વિષે પેઠા, અને તેઓએ શ્રેષ્ઠીનું સ્વર્ણ-મણી વગેરે સાર સાર ધન, ગર્વપૂર્વક લુંટી લીધું! તેઓ ઘર બહાર નીકળી ગયા બાદ શૂન્યહુદયી બનેલા માતાપિતા ઘરની અંદર “શું ગયું અને શું રહ્યું?” તે જેવા સારૂ જેવામાં અહિં તહિં ભમે છે, તેવામાં તો તે બાળકને તેઓએ પાલણામાં રહ્યો થકે હસતે દેખે ! અને ખમાવ્યો. ત્યારથી તે બાળકને હાથ જોડવા લાગેલા માતાપિતાદિ સર્વપણું જનો, તે તે પ્રકારનાં ઉચિત અને રૂચિકર વચને વડે તે બાળકને આદરપૂર્વક પ્રસન્ન રાખવા લાગ્યા.
તે બાળકનું તેવું આશ્ચર્યકારી ચરિત્ર સાંભળી ધન્યછેઠીને બોલાવીને રાજાએ સભાની અંદર તે બાળકને સર્વ અધિકાર પૂ. શ્રેણીએ પણ જે જે અનુભવ્યું હતું તે સર્વ રાજાને યથાર્થ જ કહ્યું. તે સાંભળીને રાજાએ તે શ્રેષ્ઠી દ્વારા તે બાળકને રાજસભામાં બોલાવ્યા. શ્રેણીએ પણ પિતાનાં ઘેર જઈને રાજાને તે આદેશ કુમારને જણાવ્યું. તે બાલક પણ “શું મને બેલાવે છે ? ” એ પ્રમાણે ભ્રમર ઉંચા ચઢાવવાપૂર્વક બેલત-પ્રતિષ્ઠિત ઢબે સ્વયં ચાલત-મુશીબતે નમે તેવા કેડપ્રદેશને અત્યંત નચાવવા પૂર્વક જગતને વિસ્મય પમાડતો ગર્વપૂર્વક રાજની પર્ષદામાં આવ્યું ! પણ રાજાને નામે નહિ. તે પણ રાજા જેવામાં “હે કુમારે! આપ સર્વ પ્રકારે કુશલ છો?” ઈત્યાદિ અત્યંત બહુમાનપૂર્વકનું વચન બોલે, તેવામાં દૈત્યનાં સ્વરૂપનો અનુવાદ બતાવતે તે બાળક બોલ્ય-“હે નરેશ! મને ઈન્દ્રની જેવા બહુમાનથી બેલવે છે, પરંતુ ધન્ય શ્રેણીના ઘરની જેમ તારૂં ઘર ભસ્મીભૂત કરી નાખવા જેવું મારું પરાક્રમ તું જાણુ નથી. એ પ્રમાણે બોલવાની સાથે જ રાજાના ભવનમાં કયાંયથી પણ અગ્નિ ઉઠો અને “હા, હું ભૂ-ભૂલ્ય: પ્રસન્ન થાવ-પ્રસન્ન થાવ” એ પ્રમાણેનાં રાજાના વચનોથી તે અગ્નિની સાથે તુર્ત જ તે બાળક શાંત થયે ! તેથી ભયભ્રાંત બનેલા લોકો “આ શ્રેછીકુમાર ન હોય, પરંતુ કોઈ પ્રેતકુમાર છે ” એ પ્રમાણે બોલવા લાગ્યા, એટલે તેઓનાં તેવાં વચતેથી તે બાળક પણ અત્યંત ખુશી થશે અને રાજા આદિ એકઠા મળેલા સર્વજનને ઉદ્દે શીને બે કે- હે ભાઈઓ! હું નામવડે અને પરાક્રમવડે પ્રેતકુમાર જ છું અને મહામુનિની જેમ મને સાચી પણ સ્તુતિમાં આનંદ નથી, નિંદામાં જ આનંદ છે.”
બાળકનું તેવું બેલિવું સાંભળીને વિસ્મયતાપૂર્વક બાલકમાં તલાલીન બની ગએલો રાજા બે-“હે કુમારાધમ સમાજને વગેરેના હર્ષને ભેદનારું અને ત્રણેય જગતના પ્રાણીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org