________________
બી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આકરી ટીકાને સરલ અનુવાદ
૩૬૫
સામાયિકના સદ્ભાવે યોક્ત વિધિપૂર્વક ભજન કરવાનું આગમસમ્મત જ જણાય છે. પિષધ લેવાનો વિધિ તે “ પૈષધપ્રકરણ” વગેરે ગ્રંથથી જાણે.
તે પૌષધવ્રતના પાંચ અતિચાર અવાજી:-પૌષધવતનું વરૂપ જણાવીને હવે આ નીચેની રલ્મી ગાથા દ્વારા તે પિષધવ્રતના પાંચ અતિચારે જણાવવા સાથે તે અતિચારોનું નિંદારૂપ પ્રતિક્રમણ જણાવાય છે.
संथारुच्चारविही, पमाय तह चेव भोणाभोए
पोसहविहिविवरीए, तइए सिक्खावए निंदे ॥२९॥ ગાથા -(૧) સંથારાની પડિલેહણની વિધિમાં પ્રમાદ, (૨) સંથારાના પ્રમાર્જન વિધિમાં પ્રમાદ, (૩) લઘુનીતિ વડી નીતિ માટેની ભૂમિની દ્રષ્ટિપડિલેહણ આદિ વિધિમાં પ્રમાદ, (૪) તે ઉચ્ચારભૂમિના પ્રમાર્જન વિધિમાં પ્રમાદ અને (૫) “કચારે પૌષધ પૂરો થાય અને સ્વેચ્છાએ જનાદિ કરૂં” ઈત્યાદિ પ્રકારે પૌષધમાં ભેજનની ચિંતા કરવારૂપ પૌષધવિધિનું વિપરીત પણું આ ત્રીજા શિક્ષાવ્રતમાં દિવસ સંબંધી એ પાંચ અતિચાર લાગ્યા હોય તેનું હું નિન્દારૂપ પ્રતિક્રમણ કરું છું.
વૃત્તિનો માવા-દર્ભ, ઘાસ, કંબલ, વસ્ત્ર વગેરે સંથારોઃ ઉપલક્ષણથી શય્યાવસતિ, પાટીયું વગેરે: અને ઉચ્ચાર કહેતાં લઘુનીતિ અને વડીનીતિને અંગેની ૧૨-૧૨ ભૂમિ=માંડલાં. તેમાં જેઓ માત્રુ અને સ્પંડિલ રોકવા સમર્થ ન હોય તેને પૌષધશાલાની અંદર જઘન્યથી એક એક હાથ પ્રમાણુ દૂર જવાની અને નીચે ચાર આંગલ પ્રમાણ છ-છ જગ્યા પડિલેહવાની હોય છે. અને જેઓ ફેકવા સમર્થ હોય તેને પષધશાલાની બહાર સો ડગલાની અંદરની છ-છ જગ્યા પડિલેહવાની હોય છે. તે ચોવીસ માંડલા કરવા રૂપ ૨૪ જગ્યા ઉપલક્ષણથી જણાવી હેવાથી થુંક, ગળફે, લીટ, પરસીને વગેરે પરઠવાની ભૂમિને બરાબર ઈ-પ્રમાઈને પછી પરાઠવાને વિધિ પગ સાચવવાનો છે. તે વીસ માંડવભૂમિ તથા લેગ્યાદિ પરઠવવાની ભૂમિ પુજવા પ્રમાર્જવામાં જે પ્રમાદ થવા પામે, તે આ વ્રતને વિષે અતિચાર છે. તેને સ્પષ્ટ અર્થ આ પ્રમાણે
(૧) સંથારો, વસતિ વગેરેને ચક્ષુથી બરાબર જોયા વિના કે જેમ તેમ જોઇને તેના ઉપર બેસવું વગેરે કરવાથી “અતિવતતુષ્યતિવિત સંરતાશા ' નામે પ્રથમ અતિચાર લાગે છે. . (૨) એ પ્રમાણે તે સંથાર, વસતિ વગેરેને રે હરણ (ચરવળ)થી બરાબર પ્રમાર્યા વિના કે જેમ તેમ પ્રમાઈને તેના ઉપર બેસવું વગેરે કરવાથી “બઝમતદુeઝમકિત સંસાર શવ્યા” નામે બીજે અતિચાર લાગે છે. તે
(૩) એ પ્રમાણે વડીનીતિ-લઘુનીતિ સંબંધી જે ચોવીશ માંડલાવાળી ભૂમિ તેમજ ઉપલક્ષણથી શુંક, કફ, લીટ આદિ પાઠવવાની ભૂમિને ચક્ષુથી બરાબર જોવામાં આવી ન હોય અથવા જેમ તેમ જોવામાં આવી હોય તે તિવિતદુઝતવતવારમવામા' નામે ત્રીજે અતિચાર લાગે છે.
૧ દ્વારા ૨ x |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org