________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદ ટીકાને સરલ અનુવાદ ૩૬૩ ૨૮ એ પ્રમાણે દેશાવકાશિકત્રત ઉપર ધનદનું અદભૂત ચરિત્ર સાંભળીને તે સજન! ધનદની જેમ ઉભયભવને વિષે હિતકારી એવા દેશાવકાશિકવ્રતને ધારણ કરે. રહા
इति दशमवते धनदकथा. ११ मा पौषधोपवास [त्रीजुं शिक्षा] व्रतनुं स्वरूप. એ પ્રમાણે દસમા દશાવકાશકવતનું સ્વરૂપ કહ્યું. હવે ૧૧ મા પધ્ધપવાસવતનું એટલે ત્રીજા શિક્ષાવ્રતનું સ્વરૂપ કહે છે. તેમાં પોપ પુષ્ટિ, ધર્મને અધિકાર હોવાથી=ધર્મની પુષ્ટિને ઘ= ઘરે ધારણ કરે, તે વાઘ અષ્ટમી આદિ પર્વ દિવસોમાં તો અવશ્ય કરવાનું હોય છે તે વ્રતવિશેષ: તે પૌષધશ્રત સહિત ૩૫વાનં-રહેવું. તે વાઘોઘવારઃ અથવા વૉષણ =અષ્ટમી આદિ પર્વદિવસો, તે પર્વદિવસમાં ઉપવાસ કરવો, તે પૌષધોપવાસ: “પૈષધોપવાસ’ શબ્દને આ તે વ્યુત્પત્તિ અર્થ છે; પરંતુ “પૈષધ' શબ્દની પ્રવૃત્તિ તે આહાર, શરીરસત્કાર, અબ્રાચર્ય અને વ્યાપાર એ ચારેના ત્યાગમાં છે. શ્રી સમવાયાંગસૂત્રની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિજીએ પણ એ પ્રમાણે જ કહ્યું છે. આથી પૈષધ, આહાર-શરીરસત્કાર-બ્રહ્મચર્ય અને અવ્યાપાર એ ચાર ભેદે છે. તે દરેક ભેદના પણ દેશથી અને સર્વથી એમ બબ્બે ભેદ હોવાથી પૈષધના આઠ ભાંગા થાય છે. તેમાં (૧) એકાશન-નવી-આયંબિલ વગેરે કરવું તે દેશથી આહારપૈષધ, અને (૨) આઠે પહેરને માટે ચારે આહાર વજેવારૂપ ઉપવાસ કરે તે સર્વથી આહારપષધ: એ પ્રમાણે શરીરસત્કાર આદિ ત્રણ પૈષધો પણ દેશથી અને સર્વથી એમ બબ્બે ભાંગે જાણવા. જ્યારે દેશથી પિષધ કરે ત્યારે સામાયિક કરે અથવા ન કરે; પરંતુ સર્વથી પૈષધ કરે ત્યારે સામાયિક અવશ્ય કરે: સામાયિક ન કરે તે સામાયિકનાં ફલથી વંચિત રહે.
સર્વથી પિષધ, ચાર સ્થાને કરી શકાય -વળી સર્વથી પૈષધ, ચૈત્યગૃહે અથવા ગુરૂ મહારાજ પાસે અથવા ઘરે અથવા પિષધશાળામાં મણિ સુવર્ણાદિનાં આભૂષણે તજવાપૂર્વક સ્વીકારીને જ્ઞાન ભણે-પુસ્તક વાંચે અથવા આ પ્રમાણે ધ્યાન ચિંતવે કે-“મંદભાગી હું આ સાધુભગવંતના ગુણોને ધારણ કરવા સમર્થ થતો નથી !' એ પ્રમાણે આવશ્યકચૂર્ણિ-શ્રાવપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોમાં પણ સર્વત્ર કહેલું છે. વળી અહિં સાવઘને ત્યાગરૂપ સામાયિકનો અર્થ પૌષધમાં જ આવી જતો હોવા છતાં પણ પૌષધ અને સામાયિક એ બે વ્રતનું આરાધન કરવાનો અભિપ્રાય વગેરે કારણ હોવાથી સામયિકનું અલગ ફલ કહ્યું છે, એમ જાણવું. વળી આ આહાર, શરીરસરકાર આદિ ચાર પદેના દેશ અને સર્વથી બનેલ આઠ ભાંગાના એક સંગી–એ સંગી આદિ ૮૦ ભાંગા થાય છે. [ તે એંશીયે ભાંગાની સમજ, આ પુસ્તકમાં આગળ આપેલ વંદિત્તાસૂત્રની પચાસેય મૂળ ગાથાને અથોમાં પાના ૪૭-૪૮ ઉપર વિસ્તારથી જણાવવામાં આવેલ છે.] તે એંશી ભાંગામાં પૂર્વાચાર્યની પરંપરા મુજબ પિષધની સાંપ્રદાયિક સામાચારી, નિરવ આહારને સામાયિક સાથે કરશે બાધ નહિ હોવાથી બહોતેરમા “દેશથી-સર્વથી–સર્વથી સર્વથી ભાંગે તેમજ “સર્વથી–સર્વથી–સર્વથી અને સર્વથી” એ એંશીમા ભાંગે, એમ બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org