________________
ર૯૪ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ મનની પણ કિંકર એવી ઈદ્વિરૂપ કિકરોવડે દાસ બનાવી દેવાયું છે!” ૩૦ “છાનું કાંઈ રહેતું નથી” એ મુજબ સુભદ્રાનું એ અકૃત્ય તેના શ્વસુર વિગેરેએ પણ જાણ્યું. આથી તેઓ તેણી પ્રતિ મંદ આદરવાળા થયા: ખરેખર ખુલ્લા ગુણ વિના કણ માને? in૩૧ા કહ્યું છે કે:
ગુણે જ ગૌરવને માટે છે, જ્ઞાતિસંબંધીને આડંબર, ગોરને માટે કદિ થતો નથી: પુષ્પ, વનનું હોવા છતાં ગ્રહણ કરાય છે અને મળ, પિતાના શરીરને જ હોય છતાં તજી દેવાય છે.” ૩૨ા હવે તેના પિતા, કોઈ પ્રકારે તેણીને પોતાને ઘેર લાવીને સુગુરૂની પાસે લઈ ગયે. કે ત્યાં દાક્ષિણ્યતા–લજજા વિગેરેથી તેણે અનંતકાયાદિ અભયના નિયમ કર્યા ૩૩ તેણુએ કરેલા તે અભિગ્રહની સ્થિરતા કરાવવા માટે તેના માતાપિતા તથા સાસુસસરા વિગેરે બને પક્ષે તેની તે બદલ પ્રશંસા કરી. સુભદ્રા પણ “મજબૂતપણે બેડીમાં પડયાની જેમ તે અભિગ્રહને અત્યંત કષ્ટરૂપે માનતી પતિને ઘેર આવી ને કાા બાદ કોઈપણ સ્થળે સારી રીતે સંસ્કાર કરેલી કેમલ આંબલી જોઈને દાંતમાં પાણી છૂટતાં તેને ખાવાની ઉત્કંઠા ધરાવતી તે સુભદ્રાએ “આ પ્રાસુક વસ્તુ વાપરવામાં દેષ કર્યો ? ” એમ બોલતી તે આંબલીને અભિગ્રહ રહિતની જેમ ખાધી! પા આ સુભદ્રા એ રીતે પહેલાં અનંતકાયે પણ પ્રાસુક જ ખાતી, પરંતુ આસ્તે આસ્તે સચિત્ત પણ ખાવા લાગી હતી! અહો, અતિ લોલુપતાના સંગથી મહાન નિઃશૂકતા! ૩૬ા કહ્યું છે કે:- આત્મા જ્યારે કાંઈ પહેલું અકાર્ય કરે છે ત્યારે ઘણાસૂચનાવાળો હોય છે, બીજીવાર કોઈ અપેક્ષા આગળ કરીને કાર્ય કરે છે અને ત્રીજીવાર ધૃણારહિતપણે બીજું અકાર્ય નિ:શંકપણે કરે છે. તે પછી તે પાપને અભ્યાસ થઈ જવાને લીધે અકાને વિષે સતત ઝુકે છેઃ ૩૭’ એ પ્રમાણે આ સુભદ્રા, અત્યંત લૌલ્યતાને લીધે પિતાના અભિગ્રહ રૂપી કલ્પવૃક્ષને ઉખેડીને સર્વ અભક્ષ્યા ખાવામાં પ્રથમની જેમ જ પ્રવત્તીઅહે, દુરાત્માઓની દુરંત રસના ! ૨૮ પૃથ્વીને વિષે રાક્ષસીની જેમ અથવા દાવાનલની પ્રસરતી જવાલાની જેમ તે, તે વસ્તુઓ ખાવામાં ચડતી ઉત્કટ તૃષ્ણાથી વાસિત હદયવાળી તે સુભદ્રા ક્યારેય પણ તૃપ્તિ પામી નહિ. ૩૯ સાસરું અને પિયર એમ બંને પક્ષ ઉજવળ હોવા છતાં પણ ધર્મહીન અને નિ:શુક મનવાળી તે સુભદ્રા બગલાનું આચરણ ધારણ કરી બેઠી! અથવા તે અષી છે તે દીવાથી ઉત્પન્ન થાય છે. અને (શુભ ગણાતા) શરાવની બતવાળી છે, છતાં દરરોજ મલીન જ હોય છે. ૪૦ કેઈ એક દિવસે પિતાને ઘેર જતાં માર્ગમાં કોઈ વનની અંદર અજાણ્યા ફલ ખાવામાં તૈયાર થયેલી તે સુભદ્રા, “અતિ પાદિયરૂપ કિપાકફલ અને તે કિંપાકફલ” એમ બંને પ્રકારના કિંપાકફલથી મૃત્યુ પામી. ૪૧જે પ્રાણી, ઉત્તમ અભિગ્રહ ખંડિત કરે તે પ્રાણી પ્રાય: બંને પણ ભવમાં અનર્થનું ભાજન થાય છે, તે અભિગ્રહ તોડવાના પાપને લીધે જ એ પ્રમાણે થાય છે, પરંતુ તે સુભદ્રા તો (અભક્ષના નિયમ ખંડનથી નહિ પણ) અભક્ષ્યના ભક્ષણથી જ તુર્ત મૃત્યુ પામી! u૪રા અથવા તો જે પ્રાણી જેનાથી પરવશ બને તેનાથી આ લોકમાં પણ વિડંબના પામે છે તેમાં સંશય નથી:” એમ સિદ્ધાંત કરી બતાવવા માટે જ હાય તેમ નવયૌવના હોવા છતાં પણ તે ભવમાં તે લેલુપતાથી જ મૃત્યુ પામી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org