________________
૨૭૪
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વાહિતૃસત્રની આકરી ટીકાનો સરલ અનુવાદ
કેટલાક આત્માઓ આ પ્રમાણે ભયંકર સંકટમાં પણ વ્રતમાં દઢ રહે છે ! | ૨ | હવે કોઈ
એક દિવસે પ્રથમના પુત્ર વિગેરેનો વૃત્તાંત યાદ આવવાને લીધે ધનદત્તશેઠ અને મહા- ખેદિત થએલ મનવાળા ધનદશેઠના કહેવાથી મહાનંદકુમાર નંદકુમાર આદિને આકાશગતિવડે મહાવિદેહ ક્ષેત્રમાં ગયો અને ત્યાં જિનેશ્વરને પૂર્વભવ. વંદન કરીને ધનદત્ત શ્રેણી વિગેરેને પૂર્વભવ પડ્યો. સ્વામીએ
પણ કહ્યું કે-“ધન્યપુર નામના નગરમાં સુધન નામે એક ધનવંત હિતે: તેને ધનશ્રી નામે સ્ત્રી હતી અને ધનાવહ નામે બાલમિત્ર હતું. આ બંને મિત્રો પ્રીતિમાં સગા બંધુ જેવા હતા અને સુશ્રાવકપણે શુદ્ધ વ્યવહારથી સાથે જ વ્યાપાર કરતા હતા. માલની લેવડદેવડમાં વચ્ચે વચ્ચે કોઈ વિટજનને-ભટને-બાલકોને આપવા દ્વારા તેમજ પિતાને ઘેર વાપરવા દ્વારા ” સુધન, મિત્રની વસ્તુને અહિંથી તહિં વ્યય કરવા લાગ્યો. આ અવિ વાસજનક કાર્યથી મિત્રનું ચિત્ત ઘણું દુઃખાવા લાગ્યું, પરંતુ મૈત્રીને ભંગ થવાના ભયે ધનાવહે તે બદલ સુધનને કશું કહ્યું નહિ, અને સુધને એ પ્રમાણે અસય કરવાવડે ધનાવહના સે રૂપીઆ બગાડ્યા. તેમજ બીજા એક ચતુર વણિકની સાથેના વેપારમાં હેરફેરી કરતાં સર્વ મળીને દેવા રહી ગએલા ૨૦ રૂપીઆ, તેને તુરત નહિ આપવાથી તેમજ થેલી રકમ હતી તે વિગેરે કારણથી તે વણિક લેણદારે પણ ઉઘરાણી નહિ કરવાથી સુઘન પાસે રહી ગયા. એ પ્રમાણે બીજા કેઈ એક જણે સુધનને રૂપીઆ આપવાના હતા તેમાં ભૂલથી ૧૦ રૂપીઆ વધારે અપાઈ ગયા. પાછળથી તે બીના ધ્યાનમાં આવી, પરંતુ સુઘને લેભથી તેને તે દસ રૂપીઆ પાછા આપ્યા નહિ: લોભ કયા ધર્મવંતને પણ ભકર નીવડત નથી? કે-જે સૂક્ષમ સંપરાય નામના દસમા ગુણસ્થાને પણ પમાય છે=આવીને નડે છે. ૧ /
તે ત્રણેય શલ્યો, વ્યવહારશુદ્ધિમાં પિતાની પ્રસિદ્ધિ હોવાને લીધે તે સુધને ગુરૂપાસે પણ સમ્યકપણે આપ્યાં નહિ! “પિતાની શક્તિ પ્રમાણે જે માણસ દુઃખી ધમીછોને ઉદ્ધાર કરતું નથી તે માણસ સમર્થ હોય તો પણ અસમર્થ છે અને વિવેકી હોય તે પણ નિર્વિવેકી છે એ પ્રમાણે વિચારીને સુધને દુઃખી અવસ્થામાં સીઝાતા પરમધામિક સાધમને સો રૂપીઆ આપ્યા તે રકમથી જીવિકા ચલાવવાવડે એ શ્રાવક છંદગીભર સુખે જીવનનિર્વાહ કરી શક્યો! મેષના જલની માફક કાળે અલ્પ પણ આપેલું અતિ ફલને આપનારૂ થાય છે કહ્યું છે કે –
करचलुअपाणिएणवि अवसरदिनेण मुच्छिदं जिअइ ।
पच्छा मुआण सुंदरि ! घडसयदिनेण किं तेण ? ॥१॥ અર્થ - હે સુંદરી ! હાથમાં રહેલું એક ચલુ પાણી પણ જે અવસરે આપવામાં આવ્યું હોય તે તૃષાથી મૂછિત માણસ પણ જીતી જાય છે. મર્યા પછી સો ઘડા આપવામાં આવે તે પણ તે શું કામના? | ૧ | ક્રમે આયુષ્ય પૂરું થએલા તે સુધન-ધનશ્રી, ધનાવહમિત્ર, તે બંને વણિક અને સાધર્મિક મળીને છએ જણ શ્રાવકધર્મનું આરાધન કરવાથી સૌધર્મ
૧ સાધર્મિષ્ઠ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org