________________
ર૬૮ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ તે મારી શક્યને પણ જે પુત્ર થાય તો આ ધનના સ્વામી તરીકે મારે પણ તે આધાર થાય તે હેતુથી તેણીએ અને પિતાના હિતસ્વી માણસો દ્વારા પિતાના સ્વામી ધનદત્તને બીજી કન્યા પરણવાને માટે ઘણું જ પ્રેરણા કરી હોવા છતાં પણ કુપુત્રોત્પત્તિની શંકાથી તેણે તે વાતમાં નિર્વિકારીની જેમ મન પણ આપ્યું નહિ ! કહ્યું છે કે-દુર્જનથી દુભાએલ મનવાળા પુરૂષિને સ્વજનમાં પણ વિશ્વાસ થતો નથી. દૂધથી દાઝેલ બાળક દહીં પણ કુંકાવીને પીવે છે. ૧
એક વખતે બુદ્ધિશાળી કઈ ઈશ્વરદત્ત નામના શેઠે બાજે કઈ અનુરૂપ વરનહિ મળવાથી પિતાની પ્રૌઢ કન્યાને સ્વીકાર કરવા ધનદશેઠને આ પ્રમાણે જણાવ્યું કે-“હે શ્રેણી! વિશ્વને ઈરછવાયેગ્ય એવા પૂર્વનાં પુણ્યથી પ્રાપ્ત થતા પુત્રરત્નની ઉત્પત્તિથી ઉત્પાતની ઉત્પત્તિની જેમ ભય કેમ પામે છે? જન્મેલા સર્વે કુજાતજ હતા નથી, બધાં વૃક્ષો કાંટાવાળાં હતાં નથી; સર્વ જળાશયો કીચડમય હેતા નથી. વળી એકવાર અજીર્ણ થવાથી ભજનને અને માર્ગમાં એકવાર લુંટાવાથી માર્ગે જવાના વેપારને કોઈ તજી દેતું નથી; માટે દુઃખે નિગ્રહ થઈ શકે તે આ આગ્રહ તજી દઈને ઉત્તમ લક્ષણવાળી મારી કુમુવતી નામની કન્યાને સ્વીકાર કરો અને એ કુમુવતી પણ એવી છે કે–તેના પતિ થવામાં તમને ચંદ્રની જેમ તમારે કઈ મહાન ઉદય થવાનો છે એમ મેં એ કુમુવતીનાં લક્ષણેથી નિર્ણય કર્યો છે. માટે આ સંબંધમાં વિચાર વિગેરે ન કરે. ”
ઈશ્વરદત્ત શેઠની એ પ્રમાણે વાત સાંભળીને જાગૃત ગૃઢ ચિત્તવાળા ધનદ શેઠે પણ કહ્યું કે-“હે આયુષ્માન ! જે તમારી પુત્રી, મને સંતાન સંબંધીની વાત પણ ન કરે, ક ળે સંતાન થાય તે પણ “મૃત બાળકને જન્મ આપનારી માતાની જેમ” તમારી પુત્રી તે બાલક પર સર્વથા નિર્મોહીજ રહે તો તમારી દક્ષિણ્યતા વિગેરેથી તે વાત પણ સ્વીકારી શકું.” ધનદશેઠના ગુણથી આકષીએલ ઈશ્વરદત્ત શેઠે તે પોતાની પુત્રી પાસે તે પ્રમાણે પણ કબુલ કરાવીને હિમાલયે શંકરને પાવતી આપવાની જેમ તે શેઠને પોતાની કુમુવતી પુત્રી આપી. બીજાઓને ઉત્કંઠા પૂર્વક માગવા છતાં પણ જે કન્યા મળે નહિ તે કન્યા ધનદત્તને એ રીતના કેલકરારથી પણ અપાઈ, તે સામાન્ય પુણ્યનું ફળ નથી ! ! ૧ ધનદત્ત પણ મહાન ઉત્સવ પૂર્વક તેનું પાણિગ્રહણ કર્યું. ક્રમે કરીને કુમુદ્વતીને “કોને અનિષ્ટ હોવા છતાં પણ સ્ત્રીઓને પ્રેમનાં નિધાન જેવું” ઓધાન રહ્યું. “પોતાના કોઈ આપ્તજને કાંસાનાં કલામાં પાકું બેર મૂકીને પિતાને આપ્યું અને તે બેર સહિતનું કચેલું કેઈએ હરી લીધું ” એ પ્રમાણે કુમુદુવતીએ સ્વપ્ન દીઠું, અને સ્વામીને જણાવ્યું. ધનદત્ત શેઠે પણ–“બાહિરથી સુંદર પુત્ર થશે તેમજ કેટલુંક દ્રવ્ય લઈને તે કઈ અન્યને ઘેર રહેશે.” એ પ્રમાણે તે સ્વપનું ફળ પિતાની બુદ્ધિથી કમ્યું. અને વિચાર્યું કે-“હું એવો ઉપાય કરીશ કે-જેથી તે પુત્ર મારૂં કાંઈ જ લઈ શકે નહિ.” કમે સુંદર રૂપવંત પુત્રનો જન્મ થયે, અને શ્રેષ્ઠીએ પણ પ્રથમ કુમુવતીનું વચન લીધેલ તે વચનના જોરે તે પુત્રને જન્મતાંની સાથે જ ઉઠાવી લીધે, અને સ્મશાન સ્થાને મૃતકને મૂકે તેમ જીર્ણ ઉદ્યાનમાં જઈને મૂકી દીધે. કુપુત્રથી કદઈને પામવાને લીધે પુત્ર પ્રત્યે ઉદાસ બનેલ તે શ્રેષોની અહ નિર્મોહતા ! પુત્રને ઉદ્યાનમાં તજીને હર્ષિત થએલા શેઠ પાછા,
૧ ૩ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org