________________
૨૮ આપણી કોઈપણ ક્રિયા કે અનુષ્ઠાન આ પ્રકારે થાય ત્યારે તે સફળ લેખાય. આ પ્રકારે અનુષ્કાને કરવામાં ઘણાં વિધિને આવે છે અને તે દૂર કરવા માટે અનેક પ્રયત્ન અને યુક્તિઓ પણ કરવી પડે છે. પ્રથમ તે જે શાસ્ત્રપાઠોને ઉચ્ચાર કરીએ તે શાસ્ત્ર પાઠેને ભાવાર્થ સારી રીતે આપણા હૃદયમાં રમી રહેલું હોવું જોઈએ. આપણુ પૂજ્ય પૂર્વાચાર્યોએ ભવ્ય જીના ઉપકાર માટે એ શાસ્ત્ર પાઠના અર્થ સારી રીતે સમજાવવા નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, ટીકા-વૃત્તિ વગેરે રચે છે. તે વાંચતાં ઘણે આલ્હાદ થાય છે અને ચિત્તની એકાગ્રતા પણ થઈ શકે છે. તે ટીકા અને વૃત્તિ વગેરે સંસ્કૃત ભાષામાં હોવાથી તે ભાષાથી અજ્ઞાતજન તેને લાભ લઈ શકતો નથી. તેથી જિજ્ઞાસુઓ લાભ લઈ શકે તેટલા માટે તે ટીકા-વૃત્તિ વગેરેના અનુવાદો, ભાષાંતરે કે સારાંશે પ્રગટ કરવાની જરૂરીઆત વિજાજનોને જણાઈ અને તેઓએ એ દિશામાં એ૨માર્થબુદ્ધિથી કામ કરવાનું શરૂ કર્યું. - ર૯ આપણી દરરોજની આવશ્યક ક્રિયાના સુત્રોના અર્થ, ભાવાર્થ વગેરે સમજાવનારા અનેક પુસ્તકે અત્યાર સુધીમાં પ્રગટ થયેલાં છે, અને તે સાંજની ઘણી ઉપયોગી સેવા બજાવે છે, પરંતુ એ ક્રિયા માં થતું વંદનુસૂત્ર આસ મહત્વનું હોવાથી એનો કેવળ અર્થ અને ભાવાર્થ જણાવાય તેટલું બસ નથી, એની અનેક પ્રકારે ઉપયોગી ટીકાઓ રચાયેલી છે તે ટીકાઓનું ભાષાંતર થાય તો તેથી જરૂર વિશેષ લાભ થાય. એ ટીકાઓમાં અનેક સમજવા લાયક બાબતો આવે છે. જે આ પુસ્તક લક્ષ દઈને સાવંત વાંચી જ નારને સ્વત: જણાઈ આવે તેમ છે. - ૩૦ શ્રાદ્ધપ્રતિકમણ યાને વંદિત્તસૂત્રના મૂળ પ્રણેતા અન્ય આવશ્યકસૂત્રની માફક પૂ. શ્રી થતસ્થવિર મહર્ષિ છે. જે વસ્તુ શંકાસમાધાન સાથે આ સૂત્રની ૫૦ મી ગાથાના વિવેચન પ્રસંગે સુંદર રીતે રજુ કરવામાં આવેલ છે, અને પૂજ્ય શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજીએ ભવ્યજીના ઉપકાને માટે આ સૂત્ર ઉપર “ અર્થદીપિકા ' નામની ટીકા રચેલી છે. તે ટકામાં દરેકે દરેક ગાથાઓ ઉપર વિસ્તારથી વિવેચન કરવામાં આવેલું છે, જુદા જુદા વિષયે પર વિદ્વત્તાપૂર્વક ચર્ચા કરવામાં આવી છે, અને અનેક સ્વમત તથા પરમતના શાસ્ત્રોમાંથી પાઠ ટાંકી ચોયલા નિયમો સમૃદ્ધ બનાવેલા છે, જુદા જુદા વિષયે, અભ્યાસીના હૃદયમાં બરાબર ઠસી રહે તેટલા માટે લાગુ પડતી અનેક કથાઓ પણ દાખલ કરેલી છે. પૂજ્ય શ્રી રત્નશેખરસૂરિજી મહારાજને જન્મ સં. ૧૪૫૭ (કોઈક રાં. ૧૪૫૨ કહે છે.) માં થયેલો, એમણે દીક્ષા સં. ૧૪૬૩ માં લીધી, સં. ૧૪૮૩ માં “પંડિત” પદ, સં. ૧૪૯૩ માં વાચકપદ અને સં. ૫૦૨ માં સૂરિપદ પ્રાપ્ત કર્યું. એમને સ્તંભતિર્થે બાંબી નામના બ્રિજે-ભટ્ટે
બાલ સરસ્વતી ” નામનું બીરૂદ આપ્યું હતું. તેમણે શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ, શ્રાદ્ધવિધિવૃત્તિ, આચારપ્રદી૫ અનુક્રમે સં. ૧૪૯૬, ૧૫૦૬ અને ૧૫૧૬માં રચ્યા. સં. ૧૫૧૭ના પિષ વદી ૬ને દિને એમનો સ્વર્ગવાસ થયે. પૂ શ્રી સાધુરન્નમુનીધરની વૈરાગ્યમય ધર્મદેશનાનું શ્રવણ કરવાથી ટીકાકાર મહર્ષિને વૈરાગ્યભાવના પ્રાપ્ત થઈ. પૂ. શ્રી ગુણરત્નસૂરિવર તેઓશ્રીના દીક્ષા ગુરૂ હતા, પૂ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજના પટ્ટ ઉપર તેઓશ્રીને બીરાજમાન કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org