________________
૮૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ વિરતિ પ્રાપ્ત થાય, તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમ સ્થિતિ ઓછી થાય ત્યારે ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય. એ પ્રમાણેના (ક્ષપક અને ઉપશમ એ બે શ્રેણીમાંથી એક શ્રેણી વઈને) સર્વભાવની પ્રાપ્તિ, દેવ અને મનુષ્યના ભવમાં જે આત્મા સમ્યક્ત્વથી પતિત થયેલ ન હોય તેને એક ભવમાં થાય અને સાત કે આઠ ભવની અંદર મેક્ષની પ્રાપ્તિ થાય છે.
સાથવાણીના રૂ–૪ માં-ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવ તે ૩-૪ ભવમાં અથવા તે જ ભવમાં મુકિત પામે છે. પંચસંગ્રહ આદિ ગ્રન્થમાં “તરૂગનાથે તમ” થી કહ્યું છે કે“જે જીવને દર્શનસપ્તક ક્ષીણ થયેલ છે, તે ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવ કહેવાય છે. તેવા જીવે પ્રથમ દેવનું આયુષ્ય અથવા નરકનું આયુષ્ય બાંધ્યું હોય તે તે જીવ મરીને દેવ અથવા નારક થાય ત્યારે તે દેવ અથવા નારકના ભવ પછી મનુષ્ય થઈને મોક્ષ પામે. તેથી આયુષ્ય બાંધ્યું તે ભવ પછીના ત્રીજા ભવે, અને પ્રથમ યુગલિક મનુષ્યનું કે યુગલિક તિર્યંચનું આયુષ્ય બાબું હોય તે બીજે ભવે યુગલિક થઈને ત્રીજે ભવે દેવ થાયઆથી ત્રીજા દેવભવ પછીના ચોથા ભવે મનુષ્ય થઈ મેક્ષ પામે. તેથી આયુષ્ય બાંધ્યું તે પછીના ચોથા ભવે અને આગામી ભવનું આયુષ્ય (ક્ષાયિક સમ્યફ પામ્યા પહેલાં) ન બાંધ્યું હોય તે તેજ ભવને વિષે ક્ષપકશ્રેણિ પૂર્ણ કરીને મોક્ષ પામે. ૧
રુષિ અને ૩થો :-સમ્યક્ત્વ ઉપગ એક અથવા અનેક અવની અપેક્ષાએ જઘન્ય અથવા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ હોય છે, અને સમ્યક્ત્વની પશ્રમ સ્વરૂપ લબ્ધિ તે એક જીવની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ મનુષ્ય ભવ અધિક ૬૬ સાગરેપમ હોય છે. ત્યાર બાદ સમ્યક્ત્વથી ન પડે તે જીવ મુક્તિ જ પામે. (અને પડે તે મિથ્યાત્વે આવે.) અનેક જીવની અપેક્ષાએ તે સમ્યક્ત્વ સદાકાળ હોય છે. કહ્યું છે કે –
दो वारे विजयाईसुगयस्स तिन्निच्चुए अहव ताई ॥
अइरेगनरभवि नाणाजीवाण सव्वद्धा ॥१॥ અર્થ -વિજય, વૈજયંત, જયંત આદિ અનુત્તર વિમાનમાં બે વખત ગએલા જીવને કેઅશ્રુત નામના બારમા દેવલોકમાં ત્રણ વખત ગએલા જીવને તે ૬૬ સાગરેપમ પ્રમાણે સમ્યકત્વલબ્ધિ, નરભે અધિક હોય. અને ઘણું જીવોને આશ્રયીને તે સમ્યકૃત્વલબ્ધિ સર્વ કાલ હોય. ૧
અત્તર (વિરહકાલ) સમ્યક્ત્વનું અંતર એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંર્તમુહૂર્ત હિય, કારણ કે-કઈ જીવ સમ્યફવને ત્યાગ કર્યો સતે અંતમુહૂર્ત મિથ્યાત્વે રહીને તે આવરણને ક્ષયે પશમ થવાથી પુનઃ સમ્યક્ત્વ પામે છે. અને ઉત્કૃષ્ટથી દેશે ઊન અદ્ધપુદ્ગલ પરાવર્ત (અનંત) કાલ વીત્યા બાદ ફરીથી અવશ્ય સમ્યફ પામે જ કહ્યું છે કે –
૧ યુગલિક મનુષ્ય કે યુગવિક નિયંચ પચેન્દ્રિય મરીને દેવ જ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org