________________
ઉ૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ રાજાને નાગેન્દ્રની પ્રતિમાને પૂજવાનું કહ્યું-ઘણી પ્રેરણા કરી, તે પણ સમ્યકત્વમાં જ રતિઆનંદવાળા તે રાજાએ નાગેન્દ્રમૂર્તિની પૂજામાં (કાયા તે નહિ જ પરંતુ) પિતાનું મન પણ ન આપ્યું! . ૩૭૦ m અને શુદ્ધ ધર્મબુદ્ધિવાળા તે રાજા વિચારે છે કે-“શુભ કે અશુભ થવું તે તે કર્માધીન છે. (તસ્વથી તે વાત જ સાચી છે) તે આ લેકના સુખની ઈચ્છાએ
સ્વધર્મને-પોતાના ધર્મને કણ મલિન કરે?” ૩૭૧ છે એટલે તે કલિકાલે જેમ ચારે બાજુ દુર્જને ઉભરાય, તેમ અત્યંત વધતા ગર્વવાળા અને વિકરાલ મુખાકૃતિવાળા અનેક ભયંકર સર્પો ચારે બાજુ ફરવા લાગ્યા ! . ૩૭૨ . ત્યારબાદ ઘણા ફેંફાડા મારતા અને વિસ્તારેલી ફણાને જાણે ફેડી નાખતા હોય તેમ પછાડતા એવા ભયંકર બનેલા તે સર્પોને જોઈને સમસ્ત શજલોક ત્રાસ પામે. ૩૭૩ તેથી રાજા, અંત:પુર આદિ પરિવાર સહિત રાજમહેલ તજી બીજે સ્થાને રહેવા ગયે. ઉપદ્રવવાળા સ્થળે કેણ બુદ્ધિમાનું રહેશે . ૩૭૪ . દુષ્કર્મો, જીવને
જ્યાં જાય ત્યાં પ્રકટ થાય તેમ તે સર્પો બીજા સ્થાને પણ તે | સર્પોના ઉપદ્રવની પ્રમાણે જ પ્રકટ થયા! ત્યાંથી બદલીને રાજા ત્રીજા સ્થાને ગયા, ઘેરતા જેવા છતાં નાગ ત્યાં પણ એ જ પ્રમાણે સર્પ પ્રકટ થયા! (એમ એક નાગ પૂજનહિ કરનાર રાજાને મૂર્તિને નહિ માનવાના સામાન્ય લાગતા આગ્રહ ખાતર રાજા લોકાપવાદ આવા બીહામણું કષ્ટો સહન કરી રહેલ છે, તે જોઈને રાજાને
અંગે) સમસ્ત પ્રજાજને વિપરીત બોલવા લાગ્યા કે “બુદ્ધિમાન રાજાના પણ આ કદાગ્રહને ધિક્કાર છે-ધિક્કાર છે. અલ્પ કાર્ય માટે પિતાને ઘણે અનર્થ થાય તે કદાગ્રહ આદરવા વડે રાજા પોતે જ પિતાને શત્રુ બનેલો છે! કે-જેથી કરીને કષ્ટની શાંતિ માટે રાજા હજુ પણ નાગમૂર્તિની પૂજા કરતું નથી (રાજાને આ આગ્રહ જોતાં તો લાગે છે કે-ખીજાયેલા સાપ ખુદ રાજાને ઉપદ્રવ કરશે, તે તે ઉપદ્રવ નિવારવાનું પણ ઔષધ નહિ કરવાને રાજા આગ્રહ પકડશે, અને જો એમ જ થયું તે). વૈદ્ય વિના વ્યાધિગ્રસ્તની પાછળથી પણ શી ગતિ? | ૩૭૫-૭૭ (આવી પડેલે અસહ્યા ઉપદ્રવ કેવલ નાગમૂર્તિની પૂજાથી જ દૂર થઈ જાય તેમ હોવા છતાં ધર્મના આગ્રહમાં તેની પૂજા તે નહિ જ કરવાનો જે આગ્રહ રાખો છો, તે આગ્રહ માટે હવે તે આપના સમસ્ત પ્રજાજને આવે આવો અપવાદ બોલી રહ્યા છે) એ પ્રમાણે મંત્રી-પ્રધાન વિગેરેએ, ધર્મમાં દઢ એવા તે રાજાને સાક્ષા-મેઢેમેઢ પણ કહ્યું, છતાં પણ રાજાએ નાગમૂર્તિને પૂછ નહિ! આથી ક્રોધે ચડેલા નાગે રાજાને સ્વપ્રમાં કહ્યું કે “રે રે! તું મારી અવગણના કરે છે, પણ મારું પરકમ જાણતા નથી. હું ક્રોધ પામું તે સાક્ષાત્ યમરાજ છું અને તેષ પામું તો કલ્પવૃક્ષ છું. ૩૭૮–૩૭૯ પૂજા કરતા સમસ્ત જનોને સર્પોને ઉપદ્રવ નથી અને પૂજા નહિ કરતા એવા તમને નાગને ઉપદ્રવ છે, એમ પૂજાનું અને પૂજા નહિ કરવાનું અન્વયગ્રતિરેકથી પણ પ્રકટ ફલ જેવા છતાં સમ્યત્વના કદાગ્રહથી ગ્રહણ થયેલ હૃદયવાળો તું મને પૂજતે નથી? હજુ પણ સવારે ઊઠીને તું જાતે પૂજા કરી જે નહિ કરે તે, તારી સ્ત્રી અને તારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org