________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિની આદર્શ કાને સરલ અનુવાદ ૨૭ આ જેમ પ્રશસ્ત માન છે તેમ સત્યવાદી હરિશ્ચંદ્ર નૃપતિની માફક આપત્તિ-સંકટ સમયે અદીનવૃત્તિપણું રાખવું-ગ્રહણ કરેલાં વ્રતમાં લેશમાત્ર પણ કાયરતા ન દેખાડવી, તે પણ પ્રશસ્ત માન છે. કહ્યું છે કે – विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां । पिया न्यायावृत्तिर्मलीनमसुभगेऽप्यसुकरं ॥ असन्तो नाभ्योः सुहृदपि न याच्यः कृशधनः । सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदं? ॥१॥
અર્થ:-આપત્તિના-સંકટના સમયમાં પણ પ્રસન્ન રહેવું, મહાપુરૂષોના પગલે ચાલવું, ન્યાયપાઈત દ્રવ્યથી જ આજીવિકા ચલાવવાનું પ્રિય માનવું, પ્રાણ જતા હોય તો પણ પાપકાર્યને તે ઘણું કઠીન માનવું, દુજેને પાસેથી તો કાંઈ પણ માંગવું નહીં, પિતાને ખરો મિત્ર હોય છતાં પણ જે તે અ૫ ઘનવાળો હોય તો તેની પાસેથી કઈ પણ વસ્તુની યાચના કરવી નહિ! વિગેરે તલવારની ધાર પર ચાલવા જેવું આ વિષમ વ્રત સત્પરૂને કેણે ઉપદિશ્ય? કેણે બતાવ્યું? (અર્થાત-કેઈના ઉપદેશથી સત્પરૂષો તેવું ઉચ્ચ વર્તાને ધરાવતા હોતા નથી: આપત્તિકાળે પણ સંપુરૂષોનું તે સદાચારમય ખમીર સ્વાભાવિક હોય છે.) / ૧ એ પ્રમાણે પ્રશસ્તમાનનું સ્વરૂપ જણાવીને હવે માયાનું સ્વરૂપ જણાવે છે.
ધન-ધાન્ય વિગેરે મેળવવાની ઈચછાએ વણિકે અથવા જાદુગર વિગેરે વિવિધ હાથ ચાલાકી વિગેરે પ્રયોગથી પર જે ઠગે છે તે લખશરત મા કહેવાય છે. અનેશીકારીથી ભય પામીને ભાગતા હરિણાને જતા જોયાં હોય છતાં તેની પાછળ પડેલ તે શીકારી આવીને હરિણે કઈ બાજુ ગયા?' એમ પૂછે તે વખતે જુદી જ દિશા બતાવે અથવા હરિણે બચે તે કઈ જુદે જ વચન વ્યવહાર વિગેરે કરે, તે પ્રશસ્ત માયા કહેવાય છે તેમજ વ્યાધિગ્રસ્ત બાળક વિગેરેને કડવાં ઔષધ આદિ પીવડાવવામાં “ના, દવા પાવી નથી, અથવાઔષધ કડવું નથી.” વિગેરે બોલી પ્રપંચ કરવો પડે તેમજ દીક્ષા લેનારને દીક્ષામાં વિM કરનારા માતપિતા વિગેરેની આગળ “મારું આયુષ્ય અ૫ છે, એવું સ્વમ જોયું” ઈત્યાદિકા જે માયા તે-“ભગવાન શ્રી આર્ય રક્ષિતસૂરિજીએ પોતાના પિતાને સાધુના આચારો
૧ સત્યવાદી શ્રી હરિશ્ચંદ્ર રાજાએ ટેક જાળવવા ખાતર રાજય છોડયું, મહાસતી તારામતીને નીચને ઘર વેચી. અને પોતે સ્મશાનમાં શબને કર લેનાર ભંગીની, શ્મશાને આવતા શબોને કર ઉઘરાવવા તરીકે ફરજ બજાવવાની નોકરી કરી! એટલું જ નહિં પણ સર્ષના વિષથી મૃત્યુ પામેલા પિતાના એકના એક પુત્ર હિતનું શબ લઈને સ્મશાને આવેલ મહા સતી તારામતી પાસેથી પણ કર યા ! તે તારામતીએ આપી શકવાની અશક્તિ બતાવી તે કરના બદલામાં પુત્ર હિતકુમારના શબને ઓઢાડેલ ખાપણું માગ્ય! મતલબ કે- હરિશ્ચંદ્ર રાજવી એવા આપતિ કાળે પણ ટેક જાળવીને એ રીતે ફરજને વફાદાર રહ્યા. - ૨ પૂ. આચાર્ય ભગવાન શ્રી આર્યસુહરતી મહારાજે પ્રતિબધેલ પિતાને મુનિપણમાં પણ લજજાને લીધે જોતીયું પહેરી રાખવાને આગ્રહ હતો, તે આગ્રહ તજવીને સાધુના પૂરા આચારમાં પિતાને સ્થાવા માટે શ્રી આરક્ષિતસૂરિજીએ શ્રાવકેના છોકરાઓને શીખવાડી રાખીને પિતાના તે પિતામુનિનું ધોતિયું ભરચૌટે ખેંચાવી લીધું અને તેને સ્થાને ચેળપટ્ટો પહેરાવી દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org