SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ અકલ્યાણમિત્રત્યાગ, કલ્યાણમિત્રસેવન ઇ : દાનપૂજાદિ, ધર્મશાસૂઝવણભાવનાદિ ૬૪૩ ભજે સુગુરુ સંતાન રે...શાંતિ જિન!”—-શ્રી આનંદઘનજી. (૩) “ઉચિત સ્થિતિ લંઘવા યોગ્ય નથી, લેકમાર્ગ અપેક્ષવા યોગ્ય છે.” દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવ વિચારી, પિતાના સમય-શક્ત-પરિણામ આદિ ઉચિતસ્થિતિ અનુલંઘન: જોઈ પોતાની સ્થિતિ-અવસ્થા-દશાને ઉચિત–ગ્ય સ્થિતિ ઉલ્લંઘન લોકમાર્ગ અપેક્ષા કરવા યોગ્ય નથી, અર્થાત પિતાની સ્થિતિ પ્રમાણે વર્તવા ચોગ્ય છે. અને લેકમાર્ગની અપેક્ષા રાખવા યોગ્ય છે, લેક કયે માર્ગે ચાલી રહ્યો છે ને તેનું વલણ કેવા પ્રકારનું છે, ઈત્યાદિ દરકાર રાખવા યોગ્ય છે, કે જેથી કરીને પિતાના ચિત્તને અસમાધિનું કારણ ન થાય. (૪) “ગુરુસંહતિ માનનીય છે, અને એના તંત્રથી (આધીનપણે ) થવા યોગ્ય છે.” માતાપિતા, કલાચાર્ય આદિ ગુરુવર્ગને માન-આદર આપવા ગુસવ માન્યતા યોગ્ય છે, અને એ કહે તેમ-એ રાજી રહે તેમ એના તંત્રથી આજ્ઞાધીનપણે વર્તવા ગ્ય છે. (૫) “દાનાદિમાં પ્રવર્તાવા યેગ્ય છે, ભગવંતની ઉદાર પૂજા કરવા ગ્ય છે, સાધુવિશેષ નિરૂપવા ગ્ય છે.” દાન-શીલ-તપ-ભાવ એ ચતુર્વિધ વ્યવહારધર્મમાં પ્રવર્તવું યોગ્ય છે. સ્વવિભવ અનુસાર પરમ જ્ઞાનાદિ ઐશ્વર્ય સંપન્ન દાન-પૂજાદિમાં પ્રવૃત્તિ ભગવંતની–પૂજાઈ દેવેની કુપણુતારહિત વિશાલ ભાવવાળી ઉદાર પૂજા-અર્ચા કરવા એગ્ય છે અને સાચા સાધુમાં લેવા ગ્ય ગુણેથી જે વિશિષ્ટ છે એવા સાધવિશેષ નિરૂપણ કરવા એગ્ય છે, પરીક્ષાપૂર્વક જેવા તપાસવા યોગ્ય છે. (૬) “ધર્મશાસ્ત્ર વિધિથી શ્રવણ કરવા યોગ્ય છે, મહાયત્નથી ભાવવા એગ્ય છે, વિધાનથી પ્રવર્તાવા ગ્ય છે.” એવા સાચા સાધુગુણસંપન્ન સદ્ગુરુમુખે ધર્મશાસ્ત્ર વિનય-ભક્તિ આદિ વિધિથી શુશ્રુષાપૂર્વક-અપૂર્વ શુષારસથી ધર્મશાસ્ત્ર શ્રવણ- શ્રવણ કરવા ગ્ય છે; શ્રવણ કરીને મહાયત્નથી ભાવન કરવા ભાવનાદિ ગ્ય છે, ફરી ફરી ચિંતન–અનુપ્રેક્ષન કરવા યોગ્ય છે, અને તે શાસ્ત્રમાં દર્શાવેલ વિધાનથી તદનુસાર પ્રવર્તાવા યેગ્ય છે. () “ શૈર્ય અવલંબવા ગ્ય છે, આયતિ પર્યાલેચવા ગ્ય છે, મૃત્યુ અવલોકવા યોગ્ય છે, પરલોકપ્રધાન થવા એગ્ય છે. યક્ત ધર્માનુષ્ઠાન આચરતાં, વિલંબ થાય તો પણ ફલ માટે ઉત્સુક ન થતાં ધર્ય અવલંબન કરવા ગ્ય છે, ધર્યાદિ અવલંબન ધીરજ ધરવા યોગ્ય છે અને લાંબે ગાળે પણ આ ધર્માનુષ્ઠાન પલેપ્રધાનતા અવશ્ય ફલદાયિ થશે જ એ દઢ નિશ્ચય રાખી આયતિ–ભવિષ્ય પરિણામ પર્યાલેચન કરવા ગ્ય છે અથવા કઈ પણ કાર્ય કરતાં તેની આયતિ–ભાવિ પરિણામ-લાંબા ગાળાનું પરિણામ સર્વ પ્રકારે પર્યાલેચવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy