SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તર : “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ વિરોધ છે નહિ. એટલે સ્ત્રીને શબ્દરૂપ વચનથી ભલે દ્વાદશાંગીની પ્રાપ્તિ મ હે, પણ ક્ષપકશ્રેણિ પરિણામ પામે તેને પણ ભાવથી–અર્થરૂપ વચનથી અર્થાત્ તથારૂપ આત્મપરિણામરૂપ ભાવભાષાથી દ્વાદશાંગીની લબ્ધિ હેય જ છે. અને આ ઉપરથી એ રહસ્ય ફલિત થાય છે કે સ્ત્રીઓને દષ્ટિવાદને નિષેધ છતાં, આ પ્રસ્તુત યુક્તિથી સ્ત્રીઓને અર્થ ઉપગરૂપ દ્વાદશાંગીની પ્રાપ્તિ હોય છે, એટલે તેને પ્રથમ બે શુકલધ્યાનને સંભવ પણ સિદ્ધ થાય છે. કારણ કે સ્ત્રીને પણ શુકલ સાથે પૂર્વવિરઃ પ્રથમ બે શુકલધ્યાન પૂર્વવિર્ભે હોય છે, એટલે ધ્યાનની પ્રાપ્તિને મુક્તિ ભાવથી દ્વાદશાંગલબ્ધિસંપન સ્ત્રી પૂર્વવિદ્ હેઈ તેને તે બે - શુકલધ્યાન સંભવે છે. અને આમ જે પૂર્વજ્ઞાન થકી શુકલધ્યાનની પ્રાપ્તિ સ્ત્રીને સંભવે છે, તે પછી તે શુકલધ્યાન થકી તેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ સંભવે છે. આ અંગે કહ્યું છે કે “શુક્લધ્યાનના આદ્ય બે ભેદના અંતે ઉત્તર બે ભેદની અનારંભરૂપ ધ્યાનાન્તરિકામાં (Interval of ધ્યાન) વર્તમાનને કેવલજ્ઞાન ઉપજે છે.” અને આમ જે દ્વાદશાંગની ભાવલબ્ધિ થકી પૂર્વજ્ઞાન, તે થકી શુકલધ્યાન, ને તે થકી કેવલજ્ઞાન જે સ્ત્રીને પ્રાપ્ત થઈ શકે છે, તે પછી તેને મુક્તિની પ્રાપ્તિ કેમ ન હોય? સ્ત્રી નથી આકલ્યાણભાજન એ પંદરમે મુદ્દો તીર્થંકરજનનથી પર કલ્યાણ નથી એ યુક્તિથી સમર્થિત કરી, સ્ત્રી ઉત્તમધર્મ સાધિકા કેમ ન હોય ? એ વ્યતિરેકથી કહી, અન્વયથી આટલી ગુણસંપસંપન્ન હોય તે ઉત્તમધર્મ સાધિકા હોય એમ અર્થોપત્તિથી દર્શાવે છે लब्धियोग्याऽप्यकल्याणभाजनोपघातान्नाभिलाषितार्थसाधनायालमित्यत आह નાથાળમાજનં – તીર્થયાત્રાનાત, જાતઃ વન્યાનમતિ ! यत एवमतः कथं नोत्तमधर्मसाधिकेति । उत्तमधर्मसाधिकैव ॥ अनेन तत्तत्कालापेक्षयतावदगुणस-पन्समन्वितैवोत्तधर्मसाधिकेति विद्वांसः।३४६ "અર્થ-લબ્ધિગ્યા પણ અકલ્યાણભાજન, ઉપઘાતને લીધે, અભિલપિત અર્થના સાધનાર્થે સમર્થ ન હોય, એટલા માટે કહ્યું – નથી અલ્યાણ ભાજન– તીર્થકરજનનને લીધે,આનાથી પર કલ્યાણ છે નહિ, કારણકે એમ છે, એથી કરીને (સ્ત્રી) ઉત્તમધમસાધિકા કેમ નહિ ? ઉત્તમધર્મ સાધિકા જ આ પરથી તે તે કાલ અપેક્ષાએ આટલી ગુણસંપસમન્વિતા જ ઉત્તમ સાધિકા છે, એમ વિદ્વાન વદે છે.૩૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy