SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ લલિત વિસ્તરા : (૩૨) “ : :” પદ વ્યાખ્યાન જ્ઞાનાદિ ગુણે અનેક છે. (૩) હુંઆત્મા બંધ-મોક્ષાદિ કિયાફલવાળે છું, અને જ્ઞાનાદિ ગુણે વિષય બંધ આદિ ફલવાળા છે. (૪) હું આત્મા અતુ, તીર્થકર, પારગત આદિ શબ્દ વાચ્ય છું, એળખાઉં છું; અને ગુણે ધર્મ-પર્યાય આદિ શબ્દથી વાય છે, એળખાય છે. આમ લક્ષણાદિ ભેદની અપેક્ષાએ ગુણે હું આત્મદ્રવ્યથી અન્ય-ભિન્ન છે. આમ છતાં આ ગુણે “મદર્થ છે, મહાર અર્થવાળા છે, હેના–આત્માના અર્થના જ વાચક છે. કારણ કે ગુણથી એકાન્ત જૂદી પાડી શકાય એવી મહારા આત્માની કેઈ પણ પ્રવૃત્તિ છે નહિં; એટલે આ ગુણે હારા આત્માથી અભિન્ન પણ છે. આમ આત્માની ને તેના ગુણોની ભિન્ન–અભિન્ન અવસ્થા છે. આ મહારાથી અન્ય અને મદર્થ ગુણે છે એ ભગવાનના વચન પરથી તતતસ્વભાવપણાની સિદ્ધિ છે, અર્થાત્ તેની ગુણેની તસ્વભાવપણની-દવ્યસ્વભાવપણાની સિદ્ધિ છે; સર્વજ્ઞાનપણારૂપ ગુણથી ભગવાન સર્વજ્ઞ છે અને સર્વદર્શિપણુરૂપ ગુણથી સર્વદશી છે એમ સિદ્ધ થાય છે. અને આ સર્વજ્ઞાન-દર્શનપણું નિરાવરણપણાને લીધે હોય છે; ઘાતિકરૂપ આવરણ દૂર થયું એટલે આત્માને મૂળ સ્વભાવભૂત સર્વજ્ઞાન-દર્શન સ્વભાવ પ્રગટ થાય છે, આવિર્ભાવ પામે છે. આત્માને આ સર્વજ્ઞસર્વદશિ સ્વભાવ સ્થિત નિરાવરણપણું થયે જ છે, કાંઈ ને સ્થાપિત કરવાને નથી, આવરણ દૂર થયું કે તે સવજ્ઞાન દર્શન બસ પ્રગટ જ છે. આના જ સમર્થનમાં અત્રે સ્થિત તાંશુવકઈ સ્વભાવને પરમ પરમાર્થગંભીર સુંદર સુભાષિત ટાંકયું છે કે “જીવ, ચંદ્રની આવિર્ભાવ જેમ, ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે, અને વિજ્ઞાન ચંદ્રિકા જેવું છે, તેનું આવરણ અન્ન-વાદળા જેવું છે.” ઈત્યાદિ. આ સુભાષિતને પરમાર્થ વિચારવા ગ્ય છે. પ્રત્યેક વસ્તુ ભાવશુદ્ધ પ્રકૃતિથી-શુદ્ધ સ્વભાવથી નિજ નિજ સ્વરૂપમાં સ્થિત છે જ, કાંઈ નવી સ્થાપવાની નથી. તેમ આત્મ-વસ્તુ પણ ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી–સ્વભાવથી સ્થિત જ છે, કાંઈ નવી સ્થાપિત કરવાની નથી. અત્રે ચંદ્રની ઉપમા સાગપાંગ સુઘટપણે ઘટે છેઃ ચંદ્ર જેમ આકાશમાં પ્રકૃતિથી-કુદરતથી–સ્વભાવથી સ્થિત છે, તેમ આત્મા પણ નિજ પ્રકૃતિથી-કુદરતી સહજ સ્વભાવથી ચિદાકાશમાં સ્થિતિ કરી રહ્યો છે. આકાશમાં સ્વાસ્થાને સ્થિત રહ્યો છતે ચંદ્ર જેમ આત્મચંદ્ર ચંદ્રિકા પ્રસારે છે, તેમ સ્થિર એવા સ્વસ્વરૂપ પદમાં સ્થિત આત્મા જ્ઞાન-ચંદ્રિકા, જ્ઞાનરૂપ સ્ના–ચંદ્રિકા વિસ્તારે છે. પણ ચાંદનીથી ભૂમિઆદિને તદાવરણ–મેઘ પ્રકાશિત કરતાં છતાં ચંદ્ર કાંઈ ભૂમિરૂપ બની જતો નથી, તેમ આત્મા પણ જ્ઞાન- સ્નાથી વિશ્વને પ્રકાશતાં છતાં, કાંઈ વિશ્વરૂપ બની જતા નથી. આમ સ્વ–પર પ્રકાશક ચંદ્રિકા રેલાવતે ચંદ્ર સ્વસ્થાને સ્થિત રહ્યો છે, તેમ સ્વપર અવભાસક જ્ઞાન–ચંદ્રિકા વિસ્તારો આત્મા પણ નિજ સ્વભાવ૫દમાં સમવ સ્થિત જ રહ્યાં છે. આ પ્રમાણે નિશ્ચયવાર્તા છે, તત્વશુદ્ધ પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિતિ છે. અને આમ શુદ્ધ સ્વભાવથી સ્વસ્થાને સ્થિત છતાં ચંદ્રને જેમ મેઘપટલ-વાદળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy